આ ડ્રેગન પાલતૂ કૂતરાની જેમ માલિકને કરે છે પ્રેમ, જાણીને તમે પણ ચોંકી જશો

અનેક લોકોને ઘરમાં પેટ્સ એટલે કે પાલતૂ પ્રાણીઓ રાખવાનો શોખ હોય છે. કોઈ ઘરમાં પ્રાણી રાખે તો કોઈ પક્ષીઓ જેમકે, પોપટ,ચકલીઓ, કૂતરા, સાપ, કાચબા, સસલા, બિલાડી વગેરે. જે લોકો ઘરમાં પાલતૂ પ્રાણી રાખે છે તેને તેઓ ખૂબ જ પ્રેમ કરે છે. તેના બદલામાં તેઓ પાલતૂ જાનવરને પણ લાડ લડાવે છે. પણ શું તમે ક્યારેય પાળેલી ગરોળી જોઈ છે…ક્યારેય નહીં જોઈ હોય.

આ કિસ્સો ઈંગ્લેન્ડનો છે

image soucre

ઈંગ્લેન્ડના એન્ડોવરમાં રહેનારા એક પરિવારની પાસે એક 6 ફૂટની ગરોળી છે જે સાચે તો એક મોનિટર લિઝર્ડ છે. તમને જણાવી દઈએ કે તે પોતાને કોઈ પપી એટલે કે પાલતૂ કૂતરાથી ઉતરતી ગણતી નથી. આ મોનિટર લિઝર્ડનું નામ તેના માલિકે ટી રેક્સ રાખ્યું છે. તેના માલિકની ઉંમર 38 વર્ષની છે. માલિક મૈટ રીડનું કહેવું છે કે તેમના 40 પાઉન્ડના આ પાલતૂ જાનવરને તેમના બાળકો, 11 વર્ષના લીટન અને 7 વર્ષની કેલાની સાથે ફરવા જવાનું ખૂબ પસંદ છે. આ સિવાય રેક્સને એન્ડોવર હન્ટસમાં પોતાના ઘરનની બહાર તડકો લેવાનું અને નહાવાનું પણ ખૂબ પસંદ છે.

ઘરના લોકો પણ રેક્સને પરિવારની સભ્ય જ માને છે

image soucre

એક ચિત્રકારે કહ્યું કે મને લાગે છે કે અનેક લોકો માટે આ ઘણું ડરામણું હોઈ શકે છે. પણ મારા માટે તે એક પપીના સમાન છે. આ રેર છે. આધુનિક સમયના ડાયનાસોરના માલિક હોવાનું સમ્માન મળે છે. મૈટની 36 વર્ષની પત્ની કૉર્ડેલિયા પણ તેને પરિવારનો ભાગ માને છે. તે કહે છે કે ઉંદર, સસલા અને ગિની પિગ તેનું ખાવાનું છે. જે બહાર ફ્રિઝમાં તેને માટે સ્ટોર કરીને રાખવામાં આવે છે.

image source

તેના ખાવાના માટે અલગથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. માલિક મૈટ કહે છે કે રેક્સને દિવસે બગીચામાં અને રાતના સમયે સીડીઓની નીચે સૂવું પસંદ છે. આ સિવાય તે તેના માલિકને પણ ગળે વળગે છે. મૈટે આપેલી માહિતિના આધારે તેઓ તેના પંજા અને અણીયાળા દાંતને સારી રીતે સમજે છે. આ સિવાય તેની પર ખાસ ધ્યાન આપે છે. જ્યારે તે એવા લોકોની આસપાસ હોય કે જે તેનાથી અજાણ છે તે સમયે તેની પર ધ્યાન આપવામાં આવે છે જેથી અન્ય લોકોને તેનાથી કોઈ પરેશાની ન રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong