ગુજરાતીઓની છાતી ગજગજ ફુલે તેવા સમાચારઃ પાલન પુરના પ્રણવ મિસ્ત્રીની સેમસંગના સંશોધન વિભાગના સીઈઓ તરીકે વરણી

ગુજરાતના પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રીએ સમગ્ર ભારતનું નામ વિશ્વસ્તર પર રોશન કર્યું છે. તેઓ ગત ઓક્ટોબર મહિનામાં જાણીતી વિશ્વસ્તરીય કંપની સેમસંગના સંશોધન વિભાગના સીઈઓ તરીકે ચુંટાયા છે. પણ સેમસંગના સંશોધન વિભાગમાં સીઈઓ તરીકે પસંદગી પામતાં પહેલા પણ તેમણે વિશ્વસ્તરે ભારતને ઘણા સમય પહેલાં જ ગૌરવ અપાવી દીધું હતું.

પ્રણવ મિસ્ત્રી ખાસ કરીને તેમના સિક્સ્થસેન્સ, સેમસંગ ગેલેક્સિ ગિયર અને પ્રોજેક્ટ બેયોન્ડના કારણે ટેક્નોલોજીના જગતમાં વિશ્વપ્રખ્યાત છે. તેઓ 2012માં સેમસંગના ડીરેક્ટર ઓફ રિસર્ચ તરીકે જોડાયા હતા. તેમણે જ જગત સમક્ષ 2013માં સેમસંગ ગેલેક્સી ગિયર સ્માર્ટ વોચને ઇન્ટ્રોડ્યુસ કરી હતી. સેમસંગમાં જોડાયા પેહાલાં તેમણે માઇક્રોસોફ્ટ સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ગુગલ, સીએમયુ, નાસા, યુનેસ્કો, જાપાન સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી સાથે પણ કામ કર્યું છે.

સેમસંગમાં રીસર્ચ ડીવીઝનના સીઈઓ તરીકે ચુંટાયા પહેલાં તેઓ સેમસંગના રિસર્ચ વિભાગમાં ગ્લોબલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને થીંક ટેન્ક ટીમના હેડ પણ રહી ચુક્યા છે. તમને જાણીને આનંદ થશે કે તેમને 2013માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરફથી યંગ ગ્લોબલ લીડર તરીકેનું સમ્માન આપવામાં આવ્યું હતું.

2009માં પ્રણવના સીક્સ્થસેન્સના સંશોધન માટે પોપ્યુલર સાયન્સ દ્વારા ઇનવેન્શન અવોર્ડ પણ આપવામા આવેલો છે. આ સિવાય MIT ટેક્નોલોજી રીવ્યુઝ તરફથી 2010માં વિશ્વના ટોપ 35 ઇન્વેન્ટર્સમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રણવ મિસ્ત્રિએ પોતાનો પ્રાથમિક અભ્યાસ પાલનપુરમાં પુર્ણ કર્યો અને ત્યાર બાદ ગાંધીનગર ખાતેની નિરમા ઇન્સ્ટીટ્યુટમાં પોતાનો બી ટેકનો અભ્યાસ કંપ્યુટર એન્જિનિયર તરીકે પુર્ણ કર્યો. ત્યાર બાદ તેમણે બોમ્બે આઈઆઈટીમાંથી પોતાની પ્રથમ માસ્ટર ડીગ્રી ડીઝાઈનર તરીકે મેળવી. પણ ડીઝાઈનીંગમાં માસ્ટર ડીગ્રી કરતી વખતે તેમણે અન્ય વિદ્યાર્થીઓથી અલગ માઇક્રોસોફ્ટમાં ઇન્ટર્નશીપ કરી. અને તે દરમિયાન તેમણે ઘણી બધી ડીઝીઈન કમ્પીટીશનો જીતી. અને પોતાની કુશળતાઓનું પ્રદર્શન કરીને તેઓ આજે સેમસંગના રીસર્ચ ડીપાર્ટમેન્ટના સીઈઓ બની ગયા.
પ્રણવ મિસ્ત્રીનું અંગત જીવન

14મેં 1981માં પાલનપુરમાં જન્મેલા પ્રણવ મિસ્ત્રી એક ગ્લોબલ જીવન જીવી રહ્યા છે. કારણ કે તેમના લગ્ન એક ભારતીય કે ગુજરાતી મહિલા સાથે નહીં પણ એક ચાઈનીઝ મહિલા ફારાહ ચેન સાથે થયા છે. તેણી વ્યવસાયે એક ફેશન ડીઝાઈનર છે. પ્રણવને એક પાંચ વર્ષનો દીકરો પણ છે જેનું નામ અવામ રાખવામાં આવ્યું છે. પ્રણવ મિસ્ત્રી પેતાનું ટ્વીટર અકાઉન્ટ પર ધરાવે છે જેમાં તેઓ પોતાની પ્રોફેશનલ તેમજ પર્સનલ લાઇફની તસ્વીરો તેમજ સમાચારો અવારનવાર શેર કરતાં રહે છે.

આટલી જ્વલંત સફળતા મળવા છતાં પ્રણવ મિસ્ત્રી એક ખુબ જ નમ્ર અને ડાઉનટુ અર્થ વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે પોતાના સંશોધનમાં એક બાબતનું ધ્યાન રાખ્યું છે કે તેઓ જે કંઈ પણ સંશોધન કરે તે લોકોના સીધા જ ઉપયોગનું હોવું જોઈએ.

“હું જ્યારે ક્યારેય પણ કંઈક અલગ કરવા માગું છું ત્યારે ક્યારેય ધનવાન થવાનો વિચાર મને નથી આવતો. કે તેવું મારું કોઈ લક્ષ પણ નથી હોતું.” થોડા સમય પહેલાં આપેલા ઇન્ટર્વ્યુમાં તેમની પોતાની આ બીનસ્વાર્થી વિચારશરણી માટે તેમણે તેના માટે પોતાના ઉછેરને જવાબદાર ગણ્યો હતો. “મને ખ્યાલ આવી ગયો હતો કે તમેને માત્ર ધનવાન હોવાથી તમારા મરણ પછી લોકો યાદ નથી કરવાના, પણ આજે આપણે બધા આલ્બર્ટ આઇન્સ્ટાઇન, મધર ટેરેસાને ઓળખીએ છીએ કારણ કે તેમણે ઇતિહાસમાં પરિવર્તન આણ્યું હતું. આપણે તેવી હસ્તીઓને યાદ રાખીએ છીએ જેઓ સમાજમાં પોતાનો ફાળો આપે છે.”

ખુબ જ નાની ઉંમરથી પ્રણવે પોતાની પાસે એક આગ્રહ રાખ્યો છે અને તે એ છે કે તેઓ તેમને જે પસંદ છે તે જ કરે છે, “મને જે પસંદ છે તે જ હું કરું છું. અને જે હું કરું છું તે મને પસંદ છે.” આજના યુવાનોને પણ પ્રણવ મિસ્ત્રિના આ દ્રષ્ટિકોણથી એક સીખ મળે છે અને તે એ છે કે તમારે એ કામ કરવું જોઈએ જેમાં તમે ઉત્તમ હોવ નહીં કે બીજાઓનું આંધળું અનુકરણ કરવું જોઈએ. જો પ્રણવે પણ તેમ જ કર્યું હોત તો તે પણ પાલનપુરના સમાન્ય યુવાનની જેમ કોઈ સામાન્ય કંપનીમાં નોકરી કરતા હોત.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ