પાલકના મુઠીયા બનાવાની સરળ રીત – મેથી કે દૂધીના મુઠીયા તો ખાતા અને બનાવતા હશો હવે બનાવો હેલ્થી મુઠીયા…

આજે આપણે બનાવીશું પાલક ના મુઠીયા. મુઠીયા તો બધાના ઘરમાં બનતા હોય છે. પરંતુ પાલકના મુઠીયા એકદમ સોફ્ટ બને છે અને હેલ્ધી બને છે. પાલક બાળકો નથી ખાતા. તેમને આ રીતે બનાવી ને આપો તો બાળક ચોક્કસ ખાશે. ટિફિનમાં પણ આપી શકો છો પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ પોચા તમે ચા સાથે પણ થાય શકો છો. તો ચાલો બનાવીએ પાલક ના મુઠીયા.

સામગ્રી

  • ઘઉંનો કરકરો લોટ
  • બેસન
  • સોજી
  • આદુ મરચાની પેસ્ટ
  • ધાણાજીરૂ
  • લાલ મરચું પાવડર
  • અથાણાનો મસાલો
  • ગરમ મસાલો
  • પાલક
  • તેલ
  • તલ
  • દહી
  • ખાવાનો સોડા
  • મીઠું
  • લીલા ધાણા
  • રાય
  • જીરુ
  • હિંગ
  • મીઠા લીમડાના પાન

રીત-

1-સૌથી પહેલા પાલક મુઠીયા બનાવવા માટે તેનું માપ જોઈ લઈશું. આપણે એક કપ કરકરો ઘઉંનો લોટ લઈશું. અને અડધો કપ બેસન લઈશું. અને ૧/૪ કપ ઝીણી સોજી લઈશું.

2- હવે ત્રણેય લોટને એક બાઉલમાં કાઢી લઈશું.અને તેને મિક્સ કરી લઈશું.હવે તેમાં તેલ નું મોવાણ નાખીશું.આપણે ૧/૪કપ તેલ લઈશું. તેલ ની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો.તેને આપણે હાથ થી સરસ મિક્સ કરી લઈશું.

3-તમે જેટલું વધારે મોવાણ લેશો તેટલા તમારા મુઠીયા સરસ પોચા બનશે.અને દાણેદાર બનશે.હવે તેમાં મસાલા કરી લઈશું.તેમાં એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ નાંખીશું.હવે એક મોટી ચમચી ધાણજીરૂ નાખીશું.

4- હવે તેમાં ૧ નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું. એક મોટી ચમચી અથાણાનો મસાલો નાખીશું.તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ત્યારબાદ ૧ નાની ચમચી ગરમ મસાલો નાખીશું. ત્યારબાદ એક મોટી ચમચી તલ નાખીશું.

5- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી શું.અને પા ચમચી હિંગ નાખીશું. હિંગ નાંખવી ખૂબ જરૂરી છે તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. હવે આપણે 300 ગ્રામ જેટલી પાલકને સમારીને એડ કરીશું. પાલક નું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે.

6- તમે ચાહો તો આ સ્ટેજ પર લીલા ધાણા પણ નાખી શકો છો. હવે સરસ મિક્સ કરી લેવાનું. તમે દહીં પણ નાખી શકો છો. હવે તેમાં બે ચમચી ખાટુ દહીં નાખીશું.તમે ચાહો તો ખાંડ પણ નાખી શકો છો.અને ૧/૮ ચપટી સોડા નાખીશું.તેના થી આપણા મુઠીયા એકદમ સોફ્ટ બને છે.

7-આપણે દહી પાલક ને સરસ મિક્સ કરી લેવાનું છે. તમને જરૂર પડે તો બીજું દહીં કે પાણી લઈ શકો છો.અને સરસ લોટ બાંધવાનો છે. આપણે લોટ થોડો ઢીલો રાખીશું.કારણકે સોજી છે એટલે સોજી ફુલ સે હવે તેને ઢાંકીને પાંચ મિનિટ રાખી દઈશું.

8-જેથી આપણો રવો સરસ ફુલી જાય. તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાંચ મિનિટ થઈ ગઈ છે અને રવો સરસ ફુલી ગયો છે. હવે મૂઠિયાં ને સ્ટીમ કરવા માટે એક કાઠો લઈ લઈશું. તેને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે હાથમાં એક મોટી સાઈઝનો બોલ્સ લઈ લાંબો રોલ બનાવાનો છે.હવે તે રીતે બધા બનાવી લઈશું.

9-હવે તેને સ્ટીમ કરી લઈશું. સ્ટીમ કરવા માટે એક કડાઈમાં પાણી મુકીશું.હવે પાણી ગરમ થવા લાગ્યું છે.તો તેમાં મુઠીયા ની ટ્રે મૂકી દઈશું.અને ઢાંકીને ધીમા ગેસ પર 15 થી 17 મિનિટ સુધી કુક થવા દઈશું. હવે આપણા મુઠીયા થઈ ગયા છે તો તેને ચેક કરી લઈએ.

10-કોઈપણ ચપ્પાથી તમે ચેક કરી શકો છો. જો ચપ્પુ કોરું નીકળે તો સમજી જવાનું કે મુઠીયા તૈયાર થઈ ગયા છે. હવે તેને બરાબર ઠંડા થવા દઈશું. પછી તેને કટ કરી લઈશું. તમે આજ માપથી દૂધીના મુઠીયા અને કોબીજ ના મુઠીયા પણ બનાવી શકો છો.

11-હવે આપણા મુઠીયા ઠંડા થઇ ગયા છે. હવે આપણે કટ કરી લઈશું.અને કટ કરતી વખતે જ એકદમ સોફ્ટ લાગે છે.તમે એમનમ પણ ખાય શકો છો. હવે આપણે મુઠીયા નો વઘાર કરી લઈશું.

12-સૌથી પહેલા એક પેન લઈશું.તેમાં 3 મોટી ચમચી તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ થોડું સરખું લેવાનું જેથી આપણા મુઠીયા ક્રિસ્પી બને.હવે તેમાં એક નાની ચમચી રાય નાખીશું.અને એક નાની ચમચી જીરૂ નાખીશું.પા ચમચી હિંગ નાખીશું. ત્યારબાદ ૫ થી ૬ મીઠા લીમડાના પાન નાખીશું.અને એક મોટી ચમચી તલ નાખીશું.અને વઘાર સરસ તતડી જાય ત્યાં સુધી સાંતળી લઈશું.હવે તેમાં મુઠીયા નાખીશું.અને તેને સરસ મિક્સ કરી ને ધીમા ગેસ પર થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરવાના છે.

13-આપણા મુઠીયા એકદમ સોફ્ટ છે જેથી મુઠીયા ફેરવતી વખતે ધ્યાન થી ફેરવવાના. નહિ તો તે ભૂક્કો થઈ જશે. તેને બે મિનિટ માટે સરસ કુક કરી લઈશું.હવે સરસ કુક થઈ ગયા છે.અને ક્રિસ્પી પણ થઈ ગયા છે.બને ત્યાં સુધી નોનસ્ટિક માં જ વઘાર કરવાનો.જેથી તળીયે ચોંટે નહી.

14- હવે આપણા મુઠીયા બની ગયા છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બન્યા છે.જોય ને જ ખાવાનું મન થઈ જાય.એવા બન્યા છે. છેલ્લે તેમાં લીલા ધાણા નાંખીશું. અને ગેસ બંધ કરી દઈશું. તેને ગરમાગરમ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો.

15- બન્યા છે ને એકદમ મસ્ત અને હેલ્ધી. દુધી ના મુઠીયા, કોબીજના મુઠીયા બનાવી શકો છો.એકદમ સોફ્ટ બને છે.અને અને ખાવામાં પણ મજા આવે છે.આ મુઠીયા તમે બાળકોને પણ આપી શકો છો. તો તમે આ રેસિપી ને જરૂર થી ફોલો કરજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.