સ્વાદિષ્ટ અને હેલ્થી પાલક ખીચડી બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઇને…

પાલક ખીચડી

પાલક ખીચડી એક હેલ્ધી અને હળવો ખોરાક છે… એમાં મીક્ષ દાળ અને પાલક વાપરીછે જેથી વીટામીન્સ અને આયર્ન મળી રહેછે .આ રેસીપી બાળકો અને વડીલો માટે બેસ્ટછે …અને આ રેસીપી ખુબજ ટેસ્ટી ખીચડી બનાવેછે …એક વાર જરૂરથી ટ્રાય કરજો ..

સામગ્રી:

 • ૧ કપ ચોખા
 • ૧/૨ કપ તુવેર દાળ
 • ૧/૨ કપ મગની ફોતરાવાળી દાળ
 • ૧ કપ પાલક પ્યોરી
 • ૧ કાંદો
 • ૧ ટોમેટો
 • ૩-૪ કળી લસણ
 • ૧ ટી સ્પૂન આદુ પેસ્ટ
 • ૧ ટી સ્પૂન ગ્રીન ચીલી
 • ૧ ટી સ્પૂન ગરમ મસાલો
 • ૧. ટી સ્પૂન હળદર
 • ૧ ટી સ્પૂન ધાણાજીરું
 • ૧ ટી.સ્પૂન જીરૂ
 • ૨ લવીંગ
 • ૨ સૂકા લાલ મરચા
 • ચપટી હિંગ
 • સ્વાદ અનુસાર મીઠુ
 • ઘી

રીત:

૧. ૩૦ મીનીટ સુધી દાળ-ચોખાને ધોઈને રાખો ( તમારે ચણાની દાળ અથવા મસૂરદાળ નાખવી હોય તો નાખી શકાય)

૨. પાલકને ગરમ પાણીમાં બ્લાઁચ કરીને ;ઠંડી થાય એટલે તેની પ્યોરી બનાવી લ્યો.

૩. કાંદા ટમેટા ને સુધારી લ્યો.

૪. હવે પ્રેશર કુકરમાં હીંગ નાખી ધોએલા દાળ ચોખા, મીઠુ હળદર નાખીને માપસર પાણી નાખી ; નોર્મલ ખીચડી બનાવી લેવી.

૫. એક પૅનમાં ઘી મૂકી એમાં જીરૂ લવીંગ અને સૂકા લાલ મરચા નાખવા.

૬. હવે એમાં બારીક સમારેલા કાંદા, આદુ અને ગ્રીન ચીલી પેસ્ટ મીક્ષ કરો.

૭. હવે એમાં બારીક સમારેલા ટોમેટો ; મીઠુ, ગરમ મસાલો અને ધાણાજીરું એડ કરવા.

૮. છેલ્લે પાલક પ્યોરી નાખી ને એક સરખું હલાવીલો.

૯. તૈયાર થયેલ ખીચડી ને આમાં એડ કરી દો.

૧૦ ગરમાગરમ પાલક ખીચડી ઉપર ઘી નાખી સર્વ કરવું.

આમાં તમે કોઈપણ વેજીટેબલ્સ મટર, ગાજર અથવા બટેટા નાખી શકો છો.

તેમજ વધારે પાલક પ્યોરી પણ નાખી શકાયછે.

રસોઈની રાણી: રૂપા શાહ (ઓસ્ટ્રેલીયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી