શ્વેતા તિવારીની દીકરી પલકે આપ્યા ટોપલેસ પોઝ, તસવીરો જોઇને બોલી ઉઠશો OMG!

કિયારા અડવાણી બાદ શ્વેતા તિવારીની દીકરી પલકે આપ્યો ટોપલેસ પોઝ

image source

પલક તિવારી એટલે કે શ્વેતા તિવારીની દીકરી પલક સોશિયલ મિડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી અવારનવાર પોતાની લાઇફની અંદર ઝાંખી કરાવતી તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી રહે છે. થોડા સમય પહેલાં તેણીએ પોતાના મામાના લગ્નની તસ્વીરો શેર કરી હતી જમાં તેણી શ્વેતા તેમજ આખા કુટુંબ સાથે જોવા મળી હતી.

image source

પણ તાજેતરમાં તેણી ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોગ્રાફ માટે ચર્ચામાં છે. તેણીએ કીયારા અડવાણીના ફોટોશૂટના થીમ જેવું જ ફોટોશૂટ કરાવ્યું છે. પલક આ તસ્વીરોમાં અત્યંત ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. આ ઉપરાં તેણીના એક્સપ્રેશનમાં પણ તમે તેનો આત્મવિશ્વાસની ખાસ નોંધ લેશો.

image source

બોલીવૂડના એસ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની દર વર્ષે પોતાનું કેલેન્ડર બહાર પાડે છે તેના જ ભાગ રૂપે તેણે કીયારા અડવાણીનો પણ બોલ્ડ ફોટોશૂટ કર્યો હતો. અને તેના કારણે કિયારા ઘણી ચર્ચામાં રહી હતી. અને તેનો આ લૂક ખૂબ વાયરલ પણ રહ્યો હતો.

image source

તમને જણાવી દઈ કે પલકે હજુ સુધી નથી તો કોઈ સીરીયલમાં અભિનય કર્યો કે નથી તો કોઈ ફીલ્મમાં તેણીએ કામ કરવાની શરૂઆત કરી. પણ તેણીનું ઇન્સ્ટાગ્રામ ફેન ફોલોઈંગ પોણા ચાર લાખનું છે. અને તેણી જેવી તેના આ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પોતાની તસ્વીર શેર કરે કે તરત જ તે ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. જો કે તેના ફેન્સ તેણીની એક્ટિંગ કેરિયરના ડેબ્યુની આતુરતાથી રાહ જુવે છે.

image source

આ અગાઉ પણ તેણી અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટો શૂટની તસ્વીરો પોતાના ફેન સમક્ષ સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા શેર કરતી રહે છે. આ અગાઉ તેણીએ પોતાની માતા શ્વેતા તિવારી સાથે પણ એક સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં બન્ને મા-દીકરી ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા.

image source

શ્વેતા તિવારીની વાત કરીએ તો તેણી હાલ વેબ સિરિઝ તેમજ સોની ટીવી પર આવતી સિરિઝમાં કામ કરી રહી છે. શ્વેતા પોતાના બન્ને બાળકોને ખૂબ પ્રેમ કરે છે. થોડા સમય પહેલાં જ તેણી પોતાના બીજા પતિ અભિનવ કોહલીથી અલગ થઈ છે. હવે તે બન્ને સાથે નથી રહેતા. આ કપરા સમયમાં શ્વેતાની દીકરી પલક તેની સાથે સતત તેને સપોર્ટ કરતી જોવા મળી હતી.

image source

શ્વેતા તિવારના પ્રથમ લગ્ન 1998માં રાજા ચૌધરી નામના યુવાન સાથે થયા હતા. પલક તિવારી, શ્વેતા અને રાજાની જ દીકરી છે. પણ તેઓ 2013માં અલગ થઈ ગયા હતા. તેના થોડા વર્ષો બાદ શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેને બીજો એક દીકરો રેયાંશ કોહલી પણ છે. અને તેના કારણે જ તે થોડા સમયથી પોતાની કેરિયરથી દૂર થઈ ગઈ હતી પણ હવે તેણી પાસે પૂરતું કામ છે અને તેણી પોતાના કામમાં વ્યસ્ત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ