“પાલક થેપલા” – શિયાળામાં ફ્રેશ ફ્રેશ પાલક મળે છે તો તમે બનાવ્યા કે નહિ આ થેપલા..

“પાલક થેપલા”

સામગ્રી:

2 વાટકી જેટલી સમારેલ પાલકની ભાજી,
3 વાટકી ઘઉંનો લોટ,
1 ચમચી હળદર,
2 ચમચી લાલ મરચું,
મીઠું,
2 ચમચી ધાણાજીરું,
તેલ,
પાણી,

રીત:

– સૌ પ્રથમ ભાજીને ચારણીમાં લઇ ધોઈ લેવી.
– એક પહોળા વાસણમાં લોટ, બધા મસાલા, ભાજી, મીઠું અને તેલનું મોણ લઇ મિક્સ કરી લેવું.
– પછી પાણી ઉમેરી થેપલાંનો લોટ બાંધવો.
– થેપલા વણી પેન પર તેલ મૂકી બને બાજુ ગુલાબી ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લેવા.
– તો તૈયાર છે પાલકનાં થેપલા.

નોંધ:

– લસણની પેસ્ટ ઉમેરવી હોય તો પણ ચાલે.
– તલ/ અજમો/ જીરું પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી