તીખી સેવ લગભગ બધા ના ઘરે બનતી જ હોય છે. આજે હું ખૂબ જ સ્વાદિષ્ટ પાલક સેવ ની રેસિપી લઈ ને આવી છું. બાળકો ને ટીફીન માં આપવા માટે પણ બેસ્ટ છે. કંઈક અલગ અને સ્વાદિષ્ટ.. સેવ નો ગ્રીન કલર જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવો હોય છે.
પાલક સેવ માટે ની સામગ્રી:-
750 ગ્રામ ચણાનો લોટ (બેસન)
1 મોટી ઝૂડી પાલક
5-7 લીલા તીખા હોય તેવા મરચાં
1 ચમચી ખાંડ
1/2 ચમચી મરી નો ભુકો
2 ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ચપટી સોડા અને હિંગ
તળવા માટે તેલ
સંચળ ઉપર થી ઉમેરવા ( સ્પ્રિંક્લ કરવા) માટે..
રીત:-
સૌ પ્રથમ પાલક ને સાફ કરી ને ધોઈ લો. હવે એક કડાઈ માં તેલ મૂકી ખાવાનો સોડા ઉમેરો ત્યારબાદ સાફ કરેલી પાલક અને લીલા મરચા ઉમેરી ને તેજ આંચ પર 1 મિનિટ માટે સાંતળો . ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે મિક્સર માં ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો.
નોંધ:-
પાલક સાંતળી ને કરવાથી સ્વાદ વધુ સારો આવે છે.
ચપટી ખાવાનો સોડા ઉમેરવાથી સેવ નો કલર એકદમ ગ્રીન રહે છે.
તમે ઇચ્છો તો વધુ લીલા મરચાં ઉમેરી શકો.
સેવ તળતી વખતે બહુ ધીમી કે તેજ આંચ ના રાખો.
પાલક ને એકદમ પેસ્ટ જેવી ક્રશ કરો જેથી સેવ પાડવામાં તેના રેસા વચ્ચે ના આવે…
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)