“પાલક પુડલા વિથ બીટરૂટ રાયતા” – ખુબજ હેલ્ધી અને કલરફૂલ રેસીપી….

“પાલક પુડલા વિથ બીટરૂટ રાયતા”

સામગ્રી :

2-1/2 વાટકી બેસન,
1 વાટકી પાલક પ્યૂરિ,
1 નંગ બાફેલું બીટ,
250 ગ્રામ દહીં,
2 ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ,
1 ટી સ્પૂન લિમ્બુનો રસ,
ચપટી અજમો,
1 ટી સ્પૂન બૂરૂ ખાંડ,
1 ટી સ્પૂન ચાટ મસાલો,
1 ટી સ્પૂન શેકેલા જીરુનો પાવડર,
તેલ,
મીઠુ,

રીત :

-એક બાઉલમાં બેસન,પાલક પ્યૂરિ,આદું મરચાં પેસ્ટ,મીઠુ,લિમ્બુનો રસ અને અજમો નાખીને પુડ્લા ઉતરે તેવુ બેટર બનાવો .(જરૂર પડે તોજ પાણી ઉમેરવું )
-તેને ઢાંકીને 10 મિનીટ રેસ્ટ આપો .
-ત્યાંસુધી બાફેલા બીટને ખમણીલો .દહીં વલોવીને તેમાં ખમણેલું બીટ,બૂરૂ ખાંડ,જીરુ પાવડર અને ચાટ મસાલો એડ કરીને મિક્ષ કરીલો .તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો .
-હવે પુડ્લા બેટરમાં થોડું તેલ નાખીને ફેંટીલો .
-નોન સ્ટીક તવા પર તેલ ચોપડી પુડ્લા ઉતારો,બંને બાજુ ચોડવી ,ગરમા ગરમ રાયતા સાથે સર્વ કરો .

#પાલક પ્યૂરિ બનાવા પાલક બ્લાનચ કરીછે .

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી