‘પાલક ચીઝ પકોડા’ : પાલક ચીઝ પકોડાની આ નવી રીત જોવો વિથ વિડીયો સાથે, પછી આજે જ ટ્રાય કરો

પાલક ચીઝ પકોડા

પાલકમાં સાજીખાર અને ચીકાશ વધુ હોવાથી તે પથરીને ઓગાળીને બહાર કાઢે છે. આને કારને પથરીના ઈલાજમાં પાલકનાં પાનનો સ્વરસ અપાય છે.

ચીઝ આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે જ્યારે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે.

તો ચાલો આ બને વસ્તુનો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવીયે…

સામગ્રી

૨૦ નંગ બ્રેડના કટકા,

૧૦ ચીઝના ટુકડા,

૧ પાલકની જુડી,

૨ લીલા મરચા,

૩ કપ ચણાનો લોટ,

પાણી જરૂર મુજબ,

મીઠું સ્વાદ અનુસાર,

૧ નાની ચમચી ખાવાનો સોડા,

૧/૨ લીંબુનો રસ,

તેલ તળવા માટે.

રીત

સૌપ્રથમ બ્રેડની કિનારી કટ કરી ચાર કટકા કરવા, પછી ચીઝના ટુકડા કરવા.

ત્યાર બાદ બ્રેડના બે ટુકડા વચ્ચે ચીઝનો ટુકડો મુકવો, આવી રીતે બધી બ્રેડ ના ટુકડા તૈયાર કરી લેવા.

પછી ધોયેલી પાલકને મિક્સર જારમાં લઇ પીસી લેવું, જો મોટા વ્યક્તિ માટે હોય તો મરચા પણ ઉમેરી શકાય છે, પેસ્ટ રેડી છે.

હવે એક મોટા વાસણમાં ચણાનો લોટ લઇ બનાવેલી પેસ્ટ ઉમેરવી પછી મિક્સર જાર માં રહેલ પેસ્ટને થોડું પાણી ઉમેરી લઇ લેવી.

પછી મીઠું ઉમેરવું ને બરાબર મિક્સ કરી લેવું, પછી ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ મિક્સ કરતા જવું

તમે ખીરામાં થોડી સમારેલી પાલક પણ ઉમેરી શકો છો.

પછી ખાવાનો સોડા ઉમેરી લીંબુ નીચોવી બરાબર મિક્સ કરી લેવું.

હવે ગેસ પર લોયામાં તેલ ગરમ કરવા મૂકો.

પછી ખીરા માં તૈયાર કરેલ ટુકડા બોલી ને ગરમ તેલમાં તળવા.

પાલકની પેસ્ટ ઉમેર્યા વગર સાદા ચીઝ પકોડા પણ બનાવી શકાય છે.

ગોલ્ડન થાય ત્યાં સુધી પકોડા તળવાના છે.

પાલકની ચટણી ને કેચપ જોડે સર્વ કરશુ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ

ટીપ્પણી