પક્ષીઓને પાણી પીવડાવવાથી થશે આ લાભ…

પક્ષીઓને પાણી પીવડાવવાથી થશે આ લાભ

પાણી એ દરેક જીવ માટે અત્યંત જરૂરી વસ્તુ છે. પાણી વિના પૃથ્વી પર કોઈ જીવ રહી ન શકે. તરસ્યા માણસને પાણી પીવડાવવું સૌથી મોટું પુણ્ય કાર્ય છે. આ પુણ્ય કમાવા માટે લોકો ઉનાળામાં પાણીના પરબની વ્યવસ્થા પણ ઊભી કરતાં હોય છે જેથી રસ્તે જતાં રાહદારી પોતાની તરસ સંતોષી શકે. માણસો માટે પાણીના પરબ બંધાવાની સાથે લોકો પક્ષીઓ માટે પણ પાણીના પાત્ર ભરીને રાખતાં હોય છે. આ કાર્યને જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઉત્તમ ગણવામાં આવે છે. પક્ષીઓને પાણી પીવડાવવાથી વ્યક્તિના અનેક દોષ દૂર થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પક્ષીઓને પાણી પીવડાવવાથી કુંડળીના 7 દોષ દૂર થાય છે. આ ઉપરાંત પક્ષીઓના માળા અને પાણી પીવડાવવાની વ્યવસ્થા ઘરમાં સુખ-શાંતિ પણ લાવે છે. પરીવારમાં જો ક્લેશ હોય તો તે પણ આ કાર્યથી દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે તમે પક્ષી જેવા અબોલ જીવની તરસ છીપાવો છો તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. અન્ય માટે દયાની ભાવના અને લાગણી વ્યક્તિના જીવનને સુખમય બનાવે છે. આ ઉપરાંત નિ:સંતાન દંપતિ જો પક્ષી માટે માળો અને પીવાના પાણીની વ્યવસ્થા કરે તો તેમના દોષ દૂર થાય છે અને સંતાન પ્રાપ્તિનું ફળ મળે છે.

પક્ષીઓ માટે માટીના પાત્રમાં નિયમિત ચોખ્ખું પાણી ભરવું જોઈએ. ઘરની અગાશી પર પાણીનું પાત્ર અને ચણ નિયમિત રાખવા. કહેવાય છે કે રોજ પક્ષીઓ કલરવ કરતાં પાણી અને ચણ માટે આવે તો તે ઘરની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. પારિવારીક ક્લેશ દૂર થવાની સાથે ધન પ્રાપ્તિ પણ થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો આપના ઘરે કે બગીચામાં છે પક્ષીઓ માટે પાણી પીવાની જગ્યા.

ટીપ્પણી