પાક્કા મિત્રો બનાવવા 4-5 કલાક નહિ, પણ 200 કલાક લાગે છે…

મિત્રતા એવો સંબંધ છે, જે રક્તનો નહિ, પણ દિલનો સંબંધ હોય છે. એકવાર મિત્રતા થઈ જાય તો જીવનભરનો સાથ થઈ જાય છે. જોકે, મિત્રો બનાવવા માટે તમે કોઈને મજબૂર તો ન કરી શકો, પણ જો તમને સારા મિત્રો બનાવવા હોય તો તેની સાથે થોડો સમય વિતાવવાની શરૂઆત કરી દો. કોઈને તમારો પાક્કો મિત્ર બનાવવા માટેની આ સૌથી બેસ્ટ રીત છે. જનરલ ઓફ સોશન એન્ડ પર્સનલ રિલેશનશિપમાં પ્રકાશિત થયેલ એક રિપોર્ટમાં એક રસપ્રદ સામે આવી છે કે, કોઈ પણ વ્યક્તિ પાક્કો મિત્ર બનાવવામાં કેટલો સમય લે છે અને દરેક સ્તર પર મિત્ર બનાવવાની રીતો બહુ જ અલગ અલગ હોય છે.

આ સ્ટડીના પહેલા ભાગમાં 355 સ્પર્ધકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે 6 મહિના પહેલા જ નવા શહેરોમાં રહેવા આવ્યા હતા અને મિત્રો બનાવવા માંગતા હતા. તેઓને એ લોકો વિશે વિચારવાનું કહેવામાં આવ્યું, જેમને પ્રવાસ કરતા સમયે તેઓ મળ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ હતી. જોવામાં આવ્યું કે, તેઓ કેવી રીતે તેમની સાથે ભેગા થયા અને બંનેએ સાથે કેટલો સમય વિતાવ્યો. આ મિત્રતાન અલગ અલગ ભાગોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી. જેમ કે, સામાન્ય ફ્રેન્ડ્સ, મિત્રો અને પાક્કા મિત્રો.

આ સ્ટડીના બીજા ભાગમાં 112 નવા વિદ્યાર્થીઓ વિશે તેમને વિચારવામાં કહેવામાં આવ્યું, જેમને તેઓ સ્કૂલના પહેલા કે બીજા સપ્તાહમાં મળ્યા હતા. આ દરમિયાન રિસર્ચસે ચારથી 7 સપ્તાહ સુધી મિત્રતાના સ્તરને નિહાળવાનું શરૂ કર્યું. પરિણામાં જોવા મળ્યું કે, 40થી 60 કલાકોમાં કેઝ્યુઅલ ફ્રેન્ડશિપ, 80થી 100 કલાકો વિતાવવા પર સારી મિત્રતા અને 200 કલાકથી વધુ સમય વિતાવવા પર બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા હતા.

આ રિસર્ચમાં શામેલ થયેલા જેટલા પણ લોકોને બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા, તે બધાના મિત્ર બનાવવાના કલાકો 200 કલાકની આસપાસ હતા. તેથી એ તો સાબિત થઈ ગયું કે પાક્કા ફ્રેન્ડ્સ 200 કલાકમાં બની જાય છે. તેથી જો તમે પણ કોઈને ફ્રેન્ડસ બનાવવા માંગો છો, અને તમારી મિત્રતા પણ 200 કલાકને વટાવી જાય તો સમજો કે તે તમારા પાક્કા ફ્રેન્ડ્સ બની ગયા છે.

આ રિસર્ચમાં એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે, તમે કોઈ વ્યક્તિ સાથે જેટલો સમય વિતાવશો, તેટલા તમે તેને સારા ફ્રેન્ડ્સ બનાવી શકશો. મિત્રતામાં પ્રેમ થાયો તો તે બહુ જ સારી વાત છે.

જો તમે ફ્રેન્ડ્સને એ અહેસાસ કરાવો છો, કે તમે તેનાથી બેસ્ટ છો, અને તેના કારણે જ તમને સક્સેસ મળી છે, અને તે પાછળ રહી ગયા છે, તો તેમાં તમારી ભૂલ છે. સમય ક્યારેય પણ એક જેવો રહેતો નથી. મુશ્કેલ સમયમાં હંમેશા ફ્રેન્ડ્સ જ સાથ આવે છે. તેથી તેમની નીચા બતાવવાના બદલે તમારી સક્સેસમાં તેમને સામેલ કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી