પાકિસ્તાન વિમાન દૂર્ઘટના, આ બે વ્યક્તિનો થયો આબાદ બચાવ, વાંચો પેસેન્જરની આપવીતી

પાકિસ્તાન વિમાન દૂર્ઘટના – પ્લેન રનવે પરથી પાછું ફરતાં જ મુસાફરોએ શરૂ કરી દીધી બંદગી – એક પેસેન્જરે ક્રેશ થયા બાદ 10 ફૂટ ઉપરથી કૂદકો મારી બચાવ્યો જીવ

image source

ગઇકાલે એટલે કે શુક્રવારના રોજ પાકિસ્તાનમાં ગોઝારો પ્લેન અકસ્માત થયો જેમાં 97 લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. આખીએ દુનિયા આ ઘટનાથી શોકમાં ડૂબી છે. અને સોશિયલ મિડિયા પર લોકોએ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતાં સંદેશ પણ આપ્યા છે. પણ ચમત્કારીક રીતે આ ઘટનામાં બે મુસાફરો બચી ગયા છે. જેમાંના એકનું નામ મોહમ્મદ ઝુબૈર છે.

image source

તેમણે એક ટેલિફોનિક ઇન્ટર્વ્યૂમાં અકસ્માતના અનુભવ વિષે જણાવતા પોતાનો ગોઝારો અનુભવ જણાવ્યો હતો, ‘આસપાસ ચારે દીશામાં આગ લાગી ગઈ હતી. બીજું કશું જ જોઈ શકાય તેમ નહોતું. માત્ર લોકોની ચીસો અને બૂમરાણ જ સંભળાઈ રહ્યા હતા. એક દીશામાં થોડો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. મેં તરત જ મારો સીટ બેલ્ટ ખોલી નાખ્યો અને તે પ્રકાશની દીશા તરફ દોડી ગયો અને તરત જ મારો જીવ બચાવવા 10 ફૂટ ઉંચેથી વીમાનમાંથી કુદી ગયો.’

પવિત્ર રમઝાન મહિનો પૂર્ણ થવાના આરે હતો બધા મુસાફરો પોતાના સગાઓ સાથે ઇદની ઉજવણી કરવા આવી રહ્યા હતા.

પ્લેન અકસ્માતમાં બચી જનાર ઝુબૈર વ્યવસાયે એક મિકેનિકલ એજિનિયર છે તેઓ ગુજરનવાલા વિસ્તારમાં એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. તેમણે ક્રેશીંગ વખતે પ્લેનમાંથી કૂદકો મારીને પોતાનો જીવ તો બચાવી લીધો પણ તેમને કેટલીક ગંભીર ઇજા પણ થઈ છે માટે તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

image source

તેઓ પોતાની આપબીતી જણાવતા આગળ કહે છે, ‘પ્લેનમાંના ઘણા બધા મુસાફરો ઇદ મનાવવા માટે લાહોરથી કરાચી આવી રહ્યા હતા. કોઈને પણ ખ્યાલ નહોતો સફરના અંતે તેમની સાથે શું થવાનું હતું, બધાને સામાન્ય દિવસોની જેમ સેફ લેન્ડિંગની જ અપેક્ષા હતી, પણ લેન્ડિંગની જાહેરાત થાય તેની 2-3 મિનિટ પહેલાં જ પ્લેન ક્રેશ થઈ ગયું.’

ઝુબૈર ફ્લાઇટ વિષે માહિતી આપતા આગળ જણાવે છે, ‘એક વાગે ફ્લાઇટ લાહોરથી કરાચી જવા માટે ટેકઓફ થઈ હતી. કરાચી નજીક પહોંચતા પ્લેનમાં ઘોષણા થઈ ગઈ હતી કે લેન્ડ કરવા જઈ રહ્યા છીએ. પણ જ્યારે પ્લેન નીચે લેન્ડ થવા લાગ્યું ત્યારે એક મોટા ઝાટકાનો અનુભવ થયો. અને વિમાન રનવેથી થોડું ઉપર આવ્યું, પણ પાયલટે તેને ફરી ઉડાવી મુક્યુ, અને ત્યાર બાદ પાયલટે હવામાં પ્લેનને 10-15 મિનિટ સુધી ઉડાડ્યા કર્યું. છેવટે પાયલટને સલામત જગ્યા મળી ગઈ જ્યાં ખૂબ ઓછી ભીડ હતી. ત્યાર બાદ ફરીથી લેન્ડીંગની જાહેરાત કરવામાં આવી, પણ ત્યાર બાદ 2-3 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થઈ ગયું.’

image source

ઝુબૈર સિવાય બીજા પણ એક મુસાફરનું નસિબ પાવરધું હતું તેઓ પણ આ ક્રેશથી બચી જવા પામ્યા હતા. તેઓ બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ ઝફર મસૂદ હતા. તેમને જોકે ચાર ફ્રેક્ચર આવ્યા છે, પણ તેમની તબિયત હાલ સ્થિર છે. તમને જણાવી દઈએ કે ઝફર મસૂદ ભારત સાથે પણ કનેક્શન ધરાવે છે. તેઓ મૂળે ઉત્તર પ્રદેશના અમરોહા શહેરના વતની હતા અને બોલીવૂડની યાદગાર ફિલ્મ પાકીઝાના ડીરેક્ટર કમાલ અમરોહીના કુટુંબ સાથે પણ સંબંધ ધરાવે છે.

image source

ઝફર મસૂદના સંબંધી આદિલ ઝફરે તેમના વિષે માહીતી આપતા જણાવ્યું હતું કે મસૂદનું કુટુંબ 1952માં ભારતથી પાકિસ્તાન સ્થળાંતરિત થયું હતું. તેઓ મસુદને પહેલીવાર 2015માં કરાચીમાં મળ્યા હતા. આજે પણ તેમના હૃદયમાં ભારત માટે કૂણી લાગણી છે. અને આજે પણ તેઓ પોતાના વતનને એકવાર જોવાની ઇચ્છા ધરાવે છે.

image source

‘રામ રાખે તેને કોણ ચાખે’ તે કહેવતને આ બે મુસાફરોના બચાવે સાર્થક સાબિત કરી છે. નહીંતર કોણ અપેક્ષા રાખી શકે કે આટલી મોટી પ્લેન દૂર્ઘટનામાં કોઈ વ્યક્તિ જીવતો બચી શકે. પણ તેમના સિવાય જે મુસાફરોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તેટલી પ્રાર્થના તો કરી જ શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ