જલ્સા કરોને જેંતીલાલ

કરાચી વિમાન દુર્ઘટનાના આ 5 વિડીયો જોઇને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

કરાચી વિમાન દુર્ઘટનાની ભયાનકતા સમજવા જુઓ આ ૫ વિડીઓ

કરાચી : પાકિસ્તાનના કરાચી રાજ્યમાં શુક્રવારે એક મોટો વિમાન અક્સ્માત સર્જાયો હતો. આ પ્લેન ક્રેશ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સની ડોમેસ્ટિક ફ્લાઈટમાં સર્જાયો હતો. લાહૌરથી કરાચી જઈ રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની (PIA) સવારી કરાચી એરપોર્ટની નજીક દુર્ઘટનાનો શિકાર બની હતી. સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ ફ્લાઈટમાં કુલ 107 મુસાફરો સવાર હતા.

આ વિમાન જીન્ના ગાર્ડન વિસ્તારની મોડલ કોલોનીમાં ક્રેશ થયું હતું. આ એક આબાદી ધરાવતો (રહેવાશી) વિસ્તાર છે. વિમાન દુર્ઘટના પછી આ વિસ્તારના ઘણા બધા ઘરોમાં આગ લાગવાના સમાચાર આવ્યા હતા, તેમજ અનેક ઘરોને નુકશાન પણ થયું હતું. જો કે આ ઘટનાના કેટલાક સમય પછી સોશિયલ મીડિયામાં એની ખબરો ફરતી થઇ હતી.

કેટલાક વિડીયો અને ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળ્યા હતા. આ તસ્વીરો અને વિડીયો જોઇને એ વાતનો અંદાઝ લગાડી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયંકર અને કરુણ હતી. શિવ અરુર નામના યુજરે ટ્વીટર પર એક વિડીયો શેર કરીને લખ્યું હતું કે પિઆઇએ એરબસ A320 દુર્ઘટના જે આબાદી વાળા વિસ્તારમાં થઇ એ ઘણી ભયંકર અને કરુણ છે. આ વિમાન લાહોરથી કરાચી આવ્યું હતું અને કરાચીના જીન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

આ તસ્વીરો તેમજ વિડીયોમાં હવામાં ઉડી રહેલા ધુમાડાના ગોટા ચઢતા જોઈ શકાય છે. આ સાથે જ વિમાનના ભંગાર અને તે જ્યાં ખાબક્યું એ વિસ્તારના ઘરોમાં આગ લાગી હતી એ જોઈ શકાય છે.

આ દુર્ઘટનાની અનેક તસ્વીરો સામે આવી છે જેમાં એક વિડીયોમાં રેકોર્ડ થયું છે એ દ્રશ્ય કઈક આવું છે. આ વિડીયોમાં શેરીમાં ઉભેલી ગાડીઓ સળગતી દેખાઈ રહી છે. તમે એ પણ જોઈ શકો છો કે રસ્તાની કિનારે ઉભેલી કેટલીક ગાડીઓનું કચ્ચરઘાણ પણ નીકળી ગયું છે તેમજ નુકશાન થયું છે.

આ દુર્ઘટનાના થોડાક જ સમયમાં રહેવાશી વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. લોકો પોતપોતાના ઘરોમાંથી નીકળીને રસ્તા પર આવી ગયા હતા.

આ બધાની વચ્ચે સરકાર એકશનમાં આવી ગઈ હતી. પાકિસ્તાન સેનાની ક્વિક રીએક્શન ફોર્સના અને પાકિસ્તાન રેન્જર્સના જવાનો સમયપર દુર્ઘટના સ્થળે પહોચી ગયા હતા. આ ઘટના અંકુશમાં આવ્યા પછી હજુ પણ વિમાન જ્યાં ખાબક્યું હતું એ વિસ્તારમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કહેવાય છે કે ૧૦૭ મુસાફરો લઈને ઉડેલા વિમાનમાં લગભગ બધા જ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે.

માહિતી મુજબ માત્ર બે કે ત્રણ જ લોકોને જીવતા બચાવી લેવામાં સફળતા મળી છે. જો કે પાકિસ્તાનના સ્વાસ્થ્ય અને જનસંખ્યા કલ્યાણ મંત્રીએ આ સમયે વિમાન દુર્ઘટના ધ્યાનમાં લેતા કરાચીના બધા જ મોટા હોસ્પિટલોમાં આપાતકાલ જાહેર કરી દીધેલ છે. પાકિસ્તાની મીડિયા રીપોર્ટના આધારે આખાય વિસ્તારમાં અગ્નિશામક દળો મોકલીને આગ કાબુમાં કરી લેવામાં આવી હતી.

Source: News18 Hindi

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version