જલ્સા કરોને જેંતીલાલ

પાકિસ્તાનના કરાચીમાં લોકો સિંહને પાળીને પોતાની રઈસીનો દેખાડો કરે છે

પાકિસ્તાનમાં હિંસક પ્રાણી જેમ કે સિંહ અને વાઘ માટેનો પ્રેમ કંઈક અલગ જ ઉંચાઈ પર છે. અને આમ જોવા જઈએ તો તેને કંઈ પ્રેમ નહીં પણ પોતાના અહંમને મુઠી ઉંચેરું રાકવાનો દેખાડો જ કહી શકાય. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરિફના ભત્રીજા સલમાન શાહબાઝે બે સાઇબિરિયન વાઘને કેનેડાથી ઇંપોર્ટ કરાવવા માટે ખાસ પરમિશન પાકિસ્તાની સરકાર પાસેથી મેળવી હતી. તે વખતે તેના પિતા શેહબાઝ શરિફ પાકિસ્તાનના પંજાબ રાજ્યના મુખ્ય મંત્રી હતા.


પણ સાઇબિરિયાના આ વાઘોને સંરક્ષિત જાતિઓમાં ગણવામા આવે છે અને ખુબ ઉધામાં બાદ તેણે છેવટે આ સાઇબિરિયન વાઘોને સરકારને પરત કરવા પડ્યા અને તેને ત્યાંના સ્થાનિક પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામા આવ્યા.

પાકિસ્તાનમાં ખાસ કરીને ત્યાનાં પોલિટિશિયનો પોતાનો રુઆબ દેખાડવા માટે આવા જંગલી પ્રાણીઓ ખાસ કરીને વાઘ અને સિંહનો ઉપયોગ પોતાના ઇલેક્શન કેમ્પેઇનમાં કરે છે. અને રીત સરની સિંહોની જાહેરમાં ચેઇન બાંધીને પરેડ કરાવે છે.


ઇલેક્શનના સમયમાં અહીં સિંહ તેમજ વાઘનું માર્કેટ પુર જોશમાં હોય છે અને લગભગ પંદરથી વીસ જેટલા સિંહ કે વાઘની ખરીદી કરવામાં આવે છે. જેથી કરીને મંત્રીઓ તેમના પાલતુ સિંહ કે વાઘને જાહેરમાં લઈ જઈ શકે અને પોતાની રઈસીનો દેખાડો કરી શકે.

હવે તો પાકિસ્તાનના રઈસ લોકો પોતાના પ્રાઇવેટ ઝૂ પણ બનાવી રહ્યા છે અને ત્યાં વન્ય જીવોને પાળવા પણ લાગ્યા છે. પાકિસ્તાન સ્થિત ઉદ્યોગપતિ ખ્વાજા બિલાલ મંસૂર સેઠીએ પણ એક પાલતુ વાઘ રાખ્યો છે. અને છાતી ફુલાવીને ગર્વથી તેના માલિક હોવાનો વટ બતાવે છે.


જોકે અહીં વાંક માત્ર ત્યાંના પૈસાદાર રઈસોનો નહીં પણ પાકિસ્તાનના ઢીલા કાયદાનો પણ છે. પાકિસ્તાનમાં વિદેશી જાનવરોની આયાત માટેના જે કાયદા છે તે જરા પણ કડક નથી. અને માટે જ અહીં વન્ય જીવોની આયાત સરળ બની છે. અને માટે જ અહીંના લોકો પોતાની તાકાત બતાવવા તેમજ પોતાના અહંકારને પોશવા માટે આવા જંગલી પ્રાણીઓનો એક સ્ટેટસ તરીકે ઉપયોગ કરે છે.


આપણે ભારતમાં કે પછી વિશ્વના સામાન્ય દેશોમાં લોકો પોતાના કૂતરાને કારમાં બેસાડીને ફરવા લઈ જાય છે પણ અહીં ગલ્ફકંટ્રીઓની વાદે વાદે આવા ખુંખાર વન્ય જીવને ગાડીની આગળની સીટમાં બેસીને વટ પાડવા માટે બહાર ફરવા લઈ જવામાં આવે છે.

અહેવાલ પ્રમાણે કરાચીમાં 300 કરતાં પણ વધારે વાઘ પાલતુ રાખવામાં આવ્યા છે. અને તેમને તેમની પ્રકૃતિથિ વિપરિત પરિસ્થિતિમાં પાળવામાં આવે છે. જંગલી પ્રાણી જંગલ માટે બનેલો હોય તેને ઠંડી અને હરિયાળી ભુગોળ ગમતી હોય છે. જ્યારે અહીં 2 કરોડની વસ્તી વાળા ગીચ કરાંચી શહેરમાં તેમને મકાનના બગીચામાં કે પછી ધાબા પર બનાવવામાં આવેલા પિંજરામાં કેદ કરી રાખવામાં આવે છે.


ઉપર જે ખ્વાજાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે તેણે પોતાના અંગત પ્રાણી સંગ્રહાલયમાં 4000થી પણ વધારે જાનવરો નો સંગ્રહ કર્યો છે. જો કે તેનું તો એવું કહેવું છે કે આ પ્રાણી સંગ્રહાલય તેણે કોઈ સ્ટેટસ માટે નથી બનાવ્યું પણ તેનો પાલતુ પ્રાણીઓ માટેના પ્રેમને ખાતર બનાવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પ્રકારના જંગલી પ્રાણીઓ પાકિસ્તાનમાં ખુબ જ સરળતાથી મળી જાય છે. તેને તમે ફેસબુક ગ્રુપ કે પછી સ્થાનીક ડીલર પાસેથી મેળવી શકો છો. જો તમારી પાસે 9000 ડોલર હોય તો માત્ર 48 કલાકમાં તમારી પાસે સફેદ સિંહ પણ પહોંચાડી દેવામાં આ છે અને આ પ્રક્રિયા જરા પણ ગેરકાનૂની નથી તમે કાયદેસર રીતે ઘરમાં સિંહ પાળી શકો છો.


આ પ્રાણીઓને જે દેશમાંથી આવે છે ત્યાંથી સર્ટીફિકેટ સાથે જ આવે છે અને પાકિસ્તાની કાયદા પ્રમાણે જ તે કાયદેસર રીતે પાકિસ્તાનમાં આયાત થાય છે. પણ અહીં માત્ર આયાતની જ સમસ્યા નથી. પણ હવે અહીં લાયન ફાર્મિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને અહીંના લોકોને ખુબ જ સરળતાથી સિંહો ઉપલબ્ધ કરાવી શકાય.

મર્યા બાદ પણ આ પ્રાણીઓનો ભરપૂર વેપાર કરવામાં આવે છે. મરેલા સિંહની ચરબીનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ દવાથી માંસપેશિઓ અને સાંધાના દૂખાવામાં રાહત મળે છે. જ્યારે સિંહના પંજાને 35000 પાકિસ્તાની રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના નખને 8000 રૂપિયામાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version