પાકિસ્તાન વિશેની આ વાતો ઉપર તમને વિશ્વાસ જ નહિ થાય…જુઓ શું છે એ?

ભારત અને પાકિસ્તાન શબ્દ આવે ત્યારે ક્રિકેટ અને યુદ્ધ આ બે જ શબ્દ મગજમાં આવે. પણ આજે અમે પાકિસ્તાન વિશેની એવી અનોખી કેટલીક માહિતીઓ લાવ્યા છીએ, જે વાંચીને તમને વિશ્વાસ  નહિ થાય.

૧. પાકિસ્તાનના સૌથી મોટા અને ઔદ્યોગિક રીતે સમૃદ્ધ શહેર એટલે કે ‘કરાંચી’ ના ૭૦ % લોકો ભારતના ઉત્તપ્રદેશ, બિહાર અને દિલ્લી જેવા રાજ્યોના મૂળ વતની છે.

કરાંચીના મોટા ભાગના લોકો હિન્દી, ગુજરાતી, બિહારી અને અન્ય ભારતીય ભાષા બોલી શકે છે.

આટલું જ નહિ, કરાંચીમાં આવેલી એક રેસ્ટોરન્ટનું નામ ‘બોમ્બે’ પણ છે.

૨. પાકિસ્તાની સિનેમાની ૫૦ % પણ વધારે આવક બોલીવુડના મુવીમાંથી થાય છે. ભારતમાં રિલીઝ થતી મોટા ભાગની હિન્દી ફિલ્મોના પોસ્ટર પાકિસ્તાની સિનેમાની બહાર પણ જોવા મળે છે.

૨૦૧૮ ના એશિયા કપ દરમિયાનની ભારત પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાનના આદીલ રાજ, ક્રિકેટ મેચ દરમિયાન ભારતનું રાષ્ટ્ર ગીત ગાતા કેમેરામાં કેદ થયા હતા. ત્યારબાદ તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો જેમાં તેમણે એવું કહ્યું કે કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ મુવી જોતા જોતા તેઓને રાષ્ટ્રગીત યાદ રહ્યું હતું.

૩. પાકિસ્તાની ટેલીવીઝનમાં ભારતના ઘણા બધા રીયાલીટી શો પ્રસારિત કરવામાં આવે છે અને ત્યાંથી આ રીયાલીટી શોની સારી એવી TRP પણ જનરેટ થાય છે.

પાકિસ્તાનની ‘GEO SUPER’ ચેનલમાં IPL અને ‘ARY’ ઉપર બીગ બોસ શો પણ ટેલીકાસ્ટ થાય છે.

૪. પાકિસ્તાનમાં મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી ખુબ જ પ્રખ્યાત છે. તેઓના ઘણા બધા ફેન ફોલોવિંગ પાકિસ્તાની છે.

એક વાર ધોનીએ પાકિસ્તાની ક્રિકેટ ટીમની લીલી ટી શર્ટ જેના ઉપર ધોની લખ્યું હતું તે પહેરી પણ હતી.

આવા અનોખા આર્ટીકલ વાંચવા લાઈક કરો અમારું પેજ.