પાકિસ્તાનમાં ખુલ્યું શિવ મંદિર, શ્રાવણ મહિનામાં પડોસી દેશમાં શરૂ થયો નવો ચીલો…

શિવ ભક્તો માટે એક સારા સમાચાર, પાકિસ્તાનની ભૂમિમાં હજારો વર્ષ જૂનાં પૌરાણિક અપૂજ શિવાલયના દ્વાર ખૂલ્યાં. રચાશે નવો અધ્યાય… પાકિસ્તાનમાં ખુલ્યું શિવ મંદિર, શ્રાવણ મહિનામાં પડોસી દેશમાં શરૂ થયો નવો ચીલો…

આજે ભારત અને પાકિસ્તાનના ભાગલાને ૭૨ વર્ષ થયા. જે બે સ્થળો એક સમયે એક જ દેશના અભિન્ન અંગ હતા એ બે દેશો વચ્ચે સીમારેખા દોરાઈ અને બે મુલ્ક જૂદા થયા. પરંતુ બંને દેશોની સંસ્કૃતિ અને પૌરાણિક વારસો આજે પણ એકબીજાના એક સમયના સાથની સાક્ષી પૂરાવે છે. હાલમાં જ એક એવા સમાચાર આવ્યા છે, જે જાણીને ભારતીય હિન્દુ ધર્મના લોકો પણ ખુશ થયા છે.

પાકિસ્તાનમાં પણ ગૂંજશે; મહાદેવ હર

પાકિસ્તાનના હસ્તગત પંજાબના સિયાલકોટમાં આવેલું ૧૦૦૦ વર્ષ જૂનું મંદિર હવે ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવા માટેનું એલાન થયું છે. પાકિસ્તાનના સિયાલકોટમાં વસી રહેલા હિંદુઓ માટે પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા આપવામાં આવેલ સારા સમાચારે ત્યાંના લોકોને ખુશ કરી દીધા છે. કેમ કે, હવે પાકિસ્તાનમાં વર્ષોથી વસતા હિન્દુઓ કોઈ પણ પ્રકારની અડચણ વિના ત્યાં પૂજા કરી શકે તેવો માહોલ ખડો થતો દેખાય છે.

સિયાલકોટમાં ૧૦૦૦ વર્ષ જૂનું તેજાસિંહ શિવાલય તરીકે ઓળખાતું આ મંદિર ૭૨ વર્ષ બાદ પૂજા અર્ચના માટે ખોલાયું છે. અને તેના સમાકામની પણ ઘોષ્ણા થઈ છે. એવું પણ કહેવાય છે કે ૧૯૯૨ના ભારતના બાબરી મસ્જિદ ઘટના બાદ એક પ્રતિક્રિયા રૂપે તેને પણ ખંડિત કરવામાં આવ્યું હતું. તે પછી અહીં લોકોની અવરજવર જ બંધ થઈ ગઈ હતી..

ઇમરાન ખાને લીધો હતો આ નિર્ણય

ૐ નમઃ શિવાય શબ્દ દુશ્મન કહેવાતા દેશમાં પણ સાંભળવા મળશે એ સમાચાર સૌ માટે ચોંકાવનારા છે. પરંતુ આખી હકીકત જાણીને આનંદ થશે કે ઇમરાન ખાન જ્યારે પ્રધાનમંત્રી પદે ચૂંટાયા ત્યારથી જ તેમણે એક નિર્ણય લીધો હતો. જેમાં આ મંદિર સહિત ૪૦૦ જેટલાં અન્ય હિન્દુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરાયું છે. આ મંદિરો પૌરાણિક સમયનાં છે, તો કેટલાંક આઝાદી પહેલાંના છે. જેમાંથી અનેક એવાં મંદિરો પણ છે જે ભાગલા બાદ ખુલ્યાં પણ નથી.

આ મંદિરોના જીર્ણ્રોદ્ધાર પાછળ તેમનો હેતુ કંઈક એવો છે કે દેશની જનતા ખાસ કરીને યુવાનોને થોડા નરમ અભિગમવાળા કરવા માગે છે. કેમ કે તેમનું માનવું છે કે તેમના દેશમાં ધાર્મિક કટ્ટરવાદનું ઝેર એક પ્રકારનું સામાજિક કેન્સરના જીવાણું સમાન બની ગયું છે. અહીંની સામાજિક અને અર્થવ્યવસ્થા ખોડંગાવવા લાગી છે ત્યારે આ રીતે સહિષ્ણું વિચારધારા અપનાવવાથી આમ લોકોની વિચારસરણી બદલશે.

પાકિસ્તાનમાં હિન્દુ ધર્મના લોકો સાવ ઓછી સંખ્યામાં છે એક આંકડાકીય માહિતી મુજબ ૭૫ લાખ લોકોની જ વસ્તી ધરાવે છે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરતાં ખ્યાલ આવે છે કે અહીં વધુમાં વધુ ૯૦ લાખ જેટલી વસ્તી હિન્દુ ધર્મના લોકોની હોઈ શકે છે. કોમી સૌહાર્દ જાળવવા અને શાંતિબીજ સ્થાપવા માટેનું તેમનું આ પગલું એક નવો અધ્યાય રચશે તેવું લાગી રહ્યું છે.

લોકોમાં નવી આશા જાગી છે…

વર્ષો બાદ આ રીતે, હિન્દુ મંદીરો ખુલતાં અને તેમના જીર્ણોદ્ધાર થશે એવા સમાચાર મળતાં ત્યાંના લોકોમાં નવી આજા જાગી છે. સદીઓ જૂના મંદિરો અને સંસ્કૃતિ વિશે વધુ સંશોધનો થઈ શકશે અને રોજગાર તેમન ધાર્મિક માહોલ બનશે તેવું લાગે છે. આ સમાચારે શ્રાવણ મહિનો શરૂ થતાં પહેલાં જ ત્યાંના શિવ ભક્તો વચ્ચે ભોળાનાથની જય પોકાર થવા લાગી છે અને મહાદેવ હરના નારા ગૂંજવા માંડ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ