જલ્સા કરોને જેંતીલાલ

બદહાલ પાકિસ્તાનનાં ખરાબ દિવસો: દેવાદાર પીએમ ઈમરાનનું બિજીંગ એરપોર્ટ પર અપમાન

જ્યારે હાથ કસાયેલો હોય છે તો જીગરી મિત્રો પણ નજર ફેરવી લે છે. આ કહાવતનું સત્ય પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનથી વધારે કોઈ નથી સમજી શકતું. જી હા, પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન ઇરાન અને ચીન પ્રવાસ પર પહોંચ્યા. બન્ને જગ્યા પર ઇમરાનનું ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું. અપમાન આ રીતે નહિ કે તેને કંઈ સારું-ખરાબ સંભળાવાય પરંતુ કૂટનિતીક તરીકે જે રીતનો પ્રોટોકોલ એક સ્વયંપ્રભુ દેશનાં પ્રધાનમંત્રીને મળવું જોઈએ તે ન મળ્યું.

આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોનું કહેવું છે કે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી કોઈપણ હોત તેને ચીનમાં આવો જ માહોલ મળત. કારણ કે પાકિસ્તાન ઉપર ચીનનું હાલમાં ૭૨ બિલિયન ડોલરનું દેવું છે. કરજની મૂળ તો દૂર પાકિસ્તાન હજુ સુધી વ્યાજની પહેલી રકમ પણ ચીનને નથી આપી શક્યું. ચીન વ્યાજ માટે તકાદો પર તકાદા કરી રહ્યું છે. હમણા હાલમાં પાકિસ્તાને ચીન પાસે ૨ બિલિયન ડોલરનાં કરજની માંગણી કરી તો ચીન કોમર્શિયલ દરો પર કરજ આપવા માટે ખૂબ મુશ્કેલથી તૈયાર થયું. વ્યાજદર પણ સામાન્ય નહિ અત્યાર સુધીનાં સૌથી ઉંચા વ્યાજદર પર દેવું આપ્યું.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version