બદહાલ પાકિસ્તાનનાં ખરાબ દિવસો: દેવાદાર પીએમ ઈમરાનનું બિજીંગ એરપોર્ટ પર અપમાન

જ્યારે હાથ કસાયેલો હોય છે તો જીગરી મિત્રો પણ નજર ફેરવી લે છે. આ કહાવતનું સત્ય પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનથી વધારે કોઈ નથી સમજી શકતું. જી હા, પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન ઇરાન અને ચીન પ્રવાસ પર પહોંચ્યા. બન્ને જગ્યા પર ઇમરાનનું ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું. અપમાન આ રીતે નહિ કે તેને કંઈ સારું-ખરાબ સંભળાવાય પરંતુ કૂટનિતીક તરીકે જે રીતનો પ્રોટોકોલ એક સ્વયંપ્રભુ દેશનાં પ્રધાનમંત્રીને મળવું જોઈએ તે ન મળ્યું.

 

View this post on Instagram

 

A post shared by Imran Khan (@imrankhan.pti) on

એરપોર્ટ પર આગતા સ્વાગતા માટે ઓછામાં ઓછા મેજબાન દેશનાં ડેજીગનેટેડ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઅો એ પહોંચવું જોઈએ, પરંતુ ન તો તેહરાન અને બિજીંગમાં ઈમરાન ખાનની આગતા સ્વાગતા માટે એરપોર્ટ પર ડેપ્યુટી મેયર સ્તરનાં પ્રતિનિધીને જ મોકલીને રસમ નિભાવી લીધી. ઈમરાન ખાનની મજબૂરી આ છે કે અપમાન સહન કરવા છતા પણ ચીનનાં સામે અપમાન વિરોધી બે શબ્દ પણ ન બોલી શક્યા. અપમાનની હદ તો આ છે કે અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અબ્દુલ ગની ખાનને લેવા માટે ખુદ રાષ્ટ્રપતિ શી જિન પિંગ એરપોર્ટ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Imran Khan (@imrankhan.pti) on

અન્ય દેશોનાં રાષ્ટાધ્યક્ષોની રાજનાયિક પ્રોટોકોલ સાથે આગતા સ્વાગતા કરવામાં આવી, ફક્ત પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનની આવભગત માટે સીટી મેયર હાજર હતા.

આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોનું કહેવું છે કે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી કોઈપણ હોત તેને ચીનમાં આવો જ માહોલ મળત. કારણ કે પાકિસ્તાન ઉપર ચીનનું હાલમાં ૭૨ બિલિયન ડોલરનું દેવું છે. કરજની મૂળ તો દૂર પાકિસ્તાન હજુ સુધી વ્યાજની પહેલી રકમ પણ ચીનને નથી આપી શક્યું. ચીન વ્યાજ માટે તકાદો પર તકાદા કરી રહ્યું છે. હમણા હાલમાં પાકિસ્તાને ચીન પાસે ૨ બિલિયન ડોલરનાં કરજની માંગણી કરી તો ચીન કોમર્શિયલ દરો પર કરજ આપવા માટે ખૂબ મુશ્કેલથી તૈયાર થયું. વ્યાજદર પણ સામાન્ય નહિ અત્યાર સુધીનાં સૌથી ઉંચા વ્યાજદર પર દેવું આપ્યું.

 

View this post on Instagram

 

A post shared by Imran Khan (@imrankhan.pti) on

ચીન તરફથી સાફ ઈશારો છે કે હવે આગળ પાકિસ્તાન તેના પાસે આર્થિક મદદની અપેક્ષા ન રાખે. હમણા હાલ ગુરુવારે જ્યારે ઈમરાન ખાન બિજીંગ પહોંચ્યા તો તેમના ખેર-મકદમ માટે બિજીંગની મ્યુનિસિપલ કમિટીની ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગ પહોંચી. તેના સાથે પાકિસ્તાનમાં ચીની રાજદૂત યાઓ જિંગ અને ચીનમાં પાકિસ્તાની રાજદૂત મસૂદ ખાલિદ હાજર હતા. બિજીંગમાં ઇમરાન ખાનનાં અપમાન પર પાકિસ્તાન સરકારે તો કંઈ નથી કહ્યું પરંતુ પાકિસ્તાનનાં સામાન્ય નાગરિકોને ખૂબ નાગવાર ગુજર્યુ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ