પાકિસ્તાની ક્રિકેટ ટીમનો વાયરલ થયેલો આ વિડીયો તમે જોયો કે નહિં?

પાકિસ્તાની વુમન્સ ટીમનો વિડિયો થયો વાયરલ, તમે જોયો કે નહીં ? ફેન્સે કરી અભદ્ર ટીપ્પણીઓ

વુમન્સ ટી20 વર્લ્ડકપની શરૂઆત ઓસ્ટ્રેલિયા ખાથે થવા જઈ રહી છે. તે સંદર્ભમાં તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રીકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ પાકિસ્તાની વુમન્સ ક્રીકેટર્સનો એક વિડિયો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પાકિસ્તાની ક્રીકેટર્સ નાચી રહી છે. આઈસીસીએ આ વિડિયો શેર કરીને નાનકડું ટ્વીટ કરતાં લખ્યું હતું, ‘@theRealPCB ટીમ ખરેખર એક રોકસ્ટાર છે.’

આ વિડિયોમાં પાકિસ્તાનની વિમેન્સ ક્રીકેટ ટીમ પૂર્ણ જૂસ્સામાં આવીને નાચી રહી છે. અને એક ક્રીકેટર બીટ બોક્સીંગ કરી રહી છે અને તેની સાથ તની સાથી ક્રીકેટર્સ તાલ મેળવી રહી છે. જો કે તેમની આ વિડિયોને ફેન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

કેટલાકે તેમના જુસ્સાને બિરદાવ્યા છે તો કેટલાકે લખ્યું છે કે સ્ત્રીઓને આ વસ્તુ શોભતી નથી તો કોઈકે લખ્યું છે કે તેઓ જેવો જુસ્સો નાચવામાં દેખાડી રહ્યા છે તેવું રમી બતાડે તો પણ સારું. તો કોઈકે લખ્યું હતું કે તેઓ માત્ર ત્યાં વર્લ્ડ કપને એન્જોય જ ન કરે પણ સારું રમી પણ બતાવે.

image source

તમને જણાવી દઈ કે પાકિસ્તાન પોતાની વાર્મઅપ મેચ વેસ્ટ ઇન્ડીઝ જોડે રમશે, અને ત્યાર બાદ ગૃપ બીની અન્ય દેશની ટીમો ઇન્ગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને થાઈલેન્ડ સાથે રમશે. બીજી બાજુ ભારતની વાત કરીએ તો આપણે ગૃપ એમાં છે, જ્યાં આપણો સામનો ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝી લેન્ડ અને શ્રીલંકા સાથે એકપછી એક થશે.

બન્ને ગૃપમાંથી બે ટીમો ક્વાલિફાઇ થશે. આ વર્લ્ડકપની ફાઈનલ મેચ મેલબોર્ન ક્રીકેટ ગ્રાઉન્ડ પર 8મી માર્ચે રમાવાડમાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ