જલ્સા કરોને જેંતીલાલ

પાકિસ્તાનમાં મોટો અકસ્માત: બે ટ્રેન સામસામે અથડાતા 30 લોકોના કરુણ મોત, અનેક લોકો ઘાયલ

સોમવારે સવારે પાકિસ્તાનમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. સિંઘના ડહારકી વિસ્તારમાં બે ટ્રેનો સામ સામે એથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 30 લોકોનાં મોત નીપજ્યાં છે અને 50 થી વધુ લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ, આ ટક્કર મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થઈ હતી. હજી ઘણા લોકો બોગીઓમાં ફસાયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધવાની સંભાવના છે.

ઘોટીકી નજીક રેતી અને ડહારકી રેલ્વે સ્ટેશનની વચ્ચે સવારે 3: 45 કલાકે અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઇ રહી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, મિલ્લત એક્સપ્રેસની બોગીઓ અનિયંત્રિત થઈને બીજી ટ્રેક પર આવી ગઈ હતી. સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેમની સાથે ટકરાઈ હતી. આને કારણે બોગીઓને ઘણું નુકસાન થયું હતું.

બચાવ ટીમ ચાર કલાક સુધી ઘટના સ્થળે પહોંચી ન હતી

અકસ્માત બાદ અધિકારીઓ ચાર કલાક સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. મોડા પહોંચેલી બચાવ ટીમે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. હજુ પણ ફસાયેલા મુસાફરોને બચાવવા માટે ગેસ કટરથી ખરાબ રીતે ડેમજ બોગીઓને કાપીને ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવી રહ્યા છે. નજીકના ગામોથી ટ્રેક્ટર-ટ્રોલી આવીને તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતને કારણે આ માર્ગ પર મોટાભાગના વાહનોની અવરજવર પર અસર પડી છે.

નજીકની હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરાઈ

ઘોટકીના ડેપ્યુટી કમિશનર ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યું કે બંને ટ્રેનોની 13 થી 14 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. તેમાંથી 6 થી 8 સંપૂર્ણ બરબાદ થઈ ગઈ છે. તેથી જ લોકોને બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘોટકી, ડહારકી, ઓબેરો અને મીરપુર મેથેલો હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા છે.

ભારે મશીનરીની મદદથી રેસ્ક્યૂ

તેમણે કહ્યું કે બચાવ ટીમના સભ્યો અને અધિકારીઓ માટે ફસાયેલા લોકોને સહી સલામત બહાર રાઢવાનો મોટો પડકાર છે. લોકો હજી પણ ફસાયેલા છે, તેમને બહાર કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં સમય લાગશે.

માર્ચમાં પણ આવો અકસ્માત થયો હતો

માર્ચની શરૂઆતમાં કરાચી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો શિકાર બની હતી. આ ટ્રેન લાહોરથી નીકળી હતી અને તેના આઠ કોચ સુકકુર પ્રાંતમાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 40 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version