‘પાકા કેળા અને જામફળનું શાક’: એક અલગ જ ટેસ્ટનું શાક આજે જ ટેસ્ટ કરો

પાકા કેળા અને જામફળનું શાક

શું ક્યારેય વિચાર્યું છે ફળ માથી પણ શાક બની શકે ? નઈ ને? તો આવો આજે હું લઇ ને આવી છું બોવ જ ટેસ્ટી ફળ નું શાક.આપડા ઘરમાં રોજ શાકભાજીમાંથી નાતનાવું શાક બનાવતા હોઈએ છે.  તો પણ રોજ રાત પડે ને થાઈ કે આજે ક્યુ શાક બનાવવું? તો ત્યારે અપડે શકભાજી જ નહીં પરંતુ ફળમાંથી પણ શાક બનાવી શકીએ છે.તો ચાલો બનાવીએ પાંચ મિનિટમાં બનતું એવું કાચા કેળાં અને જામફળનું ઝટપટ શાક.

સામગ્રી:

૨ નંગ પાકા કેળા,
૧ નંગ જામફળ,
૨ નંગ ટામેટા,
થોડી કોથમરી,
થોડા પાન લીમડો,
હળદલ, નામક, મરચું પાઉડર, અને ધાણાજીરું સ્વાદ અનુસાર.

રીત:

સૌપ્રથમ પાકા જામફળ કેળા અને ટામેટાને પાણીથી ધોઈ એક પ્લેટમાં લઇ લો.
હવે બધા મસાલા કાઢી લો. જેમાં તેની જોડે કોથમરી અને લીમડાના પાન પણ લીધા છે
હવે કેળા અને જામફળ ના નાના નાના કટકા કરી લો અને પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ટામેટાના પણ કટકા કરી અલગથી વડકામાં કાઢી લો
હવે એક પેનમાં તેલ ગરમ મુકો.તેલ ગરમ થયા બાદ તેમાં લીમડાના પાન ઉમેરો .. ત્યાર બાદ તેમાં ટામેટાના કટકા ઉમેરી શેકવા દો
હવે તેમાં પાકા જામફળના કટકા ઉમેરીસુ.. જામફળ જ્યારે કડક હોય ત્યાંરે જ બધાને ભાવે છે પરંતુ પોચા થઈ જાય પછી પણ અપડે તેનો આવી રીતે ઉપયોગ કરી શકીએ છે
હવે તેમાં પાકા કેળાના કટકા ઉમેરી બધું મિક્સ કરી લઈસુ
હવે તેમાં મસાલો કરીશુ તેના માટે તેમાં નમક, હળદલ, મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરીસુ
ત્યાર બાદ બધું પ્રોપર મિક્સ કરી લાઈસુ.. ને શાકને થોડી વાર ધીમી આંચ પર શેકાવા દેસું
હવે તેને એક બાઉલમાં કાઢી કોથમરી વડે ગાર્નીશ કરીશુ. તો તૈયાર છે પાકા કેળા અને જામફળ માંથી બનતું એક નવીન શાક..
જેને અપડે રોટલી જોડે પણ ખાઈ શકીએ છે
નોંધઃ આ શાક જેટલું તીખું હશે આટલી જ વધારે ટેસ્ટી લાગશે.. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું પાઉડર ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ (જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી