વધુ એક પૈસાવાળાના ડિવોર્સ, આ કારણે બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સનું લગ્ન જીવન 27 વર્ષ પછી થયું વેર-વિખેર

જ્યારે એવા સમાચાર આવ્યા કે એમેઝોનના સીઈઓ જેફ બેજોસના 2019માં 25 વર્ષના લગ્નજીવન બાદ મેંકેજી સાથે ડિવોર્સની ઘોષણા કરી હતી. દુનિયાની સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસે પત્ની મેંકેજી સાથે છૂટાછેડા લીધાના સમાચારો પણ ભારે ચર્ચાનો વિષય બન્યા હતા.

image source

ત્યારે હવે આવા વધારે એક સમાચાર સામે આવ્યા છે અને લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યા છે.. સમાચાર મળી રહ્યા છે કે માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્નીએ છૂટાછેડા લેવાની ઘોષણા કરી છે. આ સાથે બંનેના 27 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે.

image source

જો આ કપલની લવ સ્ટોરી વિશે વાત કરવામાં આવે તો 1987માં મેલિન્ડા માઈક્રોસોફ્ટમાં પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયા હતા. એ જ વર્ષે બિલ ગેટ્સ સાથે તેઓ એકવાર બિઝનેસ ડિનરમાં જોડાયા હતા. ત્યારબાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યુ હતું. એક સમયે બિલ ગેટ્સે પોતાના આ ડેટિંગ વિશે વાત કરતા કહ્યું હતું, ‘એ સમયે અમે એકબીજાની ખૂબ દરકાર કરતા હતા. અમારી સામે બે જ વિકલ્પ હતા, કાં તો અમે બ્રેક અપ કરીએ અને કાં તો અમે લગ્ન કરી લઈએ. ત્યારે હવે બન્નેના છુટાછેટાની ખબર સામે આવતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.

જો વિગતે વાત કરીએ તો બન્નેએ છૂટાછેડાની જાહેરાત કરતા કહ્યું હતું કે ‘ખૂબ વિચાર કર્યા પછી અને અમારા સંબંધો પર ખૂબ કામ કર્યા પછી અમે નિર્ણય કર્યો છે કે અમારા લગ્નજીવનનો અંત લાવીએ. જો તેમના લગ્નજીવનની શરૂઆત વિશે વાત કરીએ તો બિલ ગેટ્સ અને મેલિન્ડાની પ્રથમ મુલાકાત 1980ના દાયકામાં થઈ હતી. એ સમયે 1987માં મેલિન્ડા માઈક્રોસોફ્ટ ફર્મમાં જોડાયા હતા. હાલમાં આ કપલને ત્રણ સંતાનો છે અને બંનેના નામથી એક સેવાભાવી સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઈન્ડેશન પણ ચાલી રહી છે. જો આ સંસ્થા વિશે વાત કરીએ તો ચેપી રોગો સામેની લડાઈ તથા બાળકોમાં રસીકરણ જેવા કાર્યો માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે તેઓ ધનવાનના લિસ્ટામાં પણ ટોપમાં આવ્યા હતા. ફોર્બ્સની યાદી અનુસાર માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે.

image source

જો તેમના કામ વિશે વાત કરવામાં આવે તો બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટના સહસ્થાપક તરીકે 1970થી શરૂઆત કરી હતી. બિલ ગેટ્સ અને મેલિન્ડાએ ટ્વીટર પર પોતાના લગ્નજીવનનો અંત લાવવાની વાત કરી હતી. બંનેએ ટ્વીટર પર લખ્યું હતું, “છેલ્લા 27 વર્ષમાં, અમે ત્રણ અદભૂત સંતાનો પ્રાપ્ત કર્યા અને એક એવી સંસ્થાની સ્થાપના કરી કે જે સમગ્ર વિશ્વમાં લોકોને સ્વસ્થ અને પ્રોડક્ટિવ જીવન આપવાનું કામ કરે છે. અમે આ કામમાં દૃઢ વિશ્વાસ ધરાવીએ છીએ અને આ સંસ્થામાં સાથે કામ કરીશું પણ અમને લાગતું નથી કે અમે એક કપલ તરીકે જીવનના આગામી દિવસોમાં વિકસિત થઈ શકીએ. અમે અમારા પરિવાર માટે પ્રાઈવસી ઈચ્છીએ છીએ કેમ કે અમે જીવનના નવા વળાંક પર જઈ રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!