આજ પછી ક્યારે પણ થૂંક લગાવીને ના ગણતા પૈસા, જાણો બીજા આ સંકેતો વિશે જે તમને જણાવશે તમારા આવનારા સમય વિશે

પૈસાને થૂક લગાવીને ગણતરી કરવાથી આપને ધનની હાનિના મળે છે ઈશારા, જો આપને મળે છે આવા ઈશારાઓ તો તે જણાવે છે કેવો રહેશે આપનો આવનારો સમય.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં, વૈદિક ગણિત સહિત ફલાદેશની કેટલીક વિદ્યાઓ એવી છે જેમાં શુકન- અપશુકનનું વિજ્ઞાન, છીક અને સ્વર સંચાલન વગેરે બાબતો.. આજે અમે આપને એવા જ કેટલાક સંકેતો વિષે જણાવીશું જે આપને આપના જીવનમાં મળે છે તો તેનાથી આપ જાણી શકો છો કે આપની સાથે આવનાર ભવિષ્યમાં કેવી ઘટનાઓ થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આવા સંકેતો આપને જણાવે છે કે, આપનો આવનારો સમય સારો છે કે નહી…

image source

જો આપ આપના ઘરમાં જ કોઈ નવી વસ્તુની ખરીદી કરીને લાવ્યા હોય અને આ નવી વસ્તુ ખંડિત થઈ જાય છે કે પછી બગડી જાય છે તો આપે સમજી લેવું જોઈએ કે, હાલના સમયમાં આપનું ભાગ્ય આપને સાથ આપી રહ્યું નથી.

જો આપના કિચનમાં જયારે દૂધ ગરમ કરો છો તો ત્યારે અજાણતા કે પછી ભૂલથી દૂધ ઉભરાઈને બહાર ઢોળાઈ જાય છે કે પછી તેલ અને ઘી જેવી વસ્તુઓ પણ વારંવાર ઢોળાઈ રહી છે આ સંકેત એની તરફ ઈશારો કરી રહ્યા છે કે, વર્તમાન સમયમાં આપનું નસીબ આપને સાથ આપી રહ્યું નથી.

image source

જયારે આપ પૂજા કરી રહ્યા હોવ ત્યારે ઘરની બહાર કુતરાનું એકાએક ભસવાનો અવાજ આવવા લાગે છે કે પછી ઝઘડાનો અવાજ સાંભળવા મળે છે તો આવા સંકેત આપના માટે શુભ માનવામાં આવતા નથી.

જો આપના ઘરમાં કરોળિયાના જાળા થઈ ગયા તેમજ આપના ઘરના ઘરના મંદિરની પણ સાફ-સફાઈ યોગ્ય રીતે નથી થઈ શકતી તો આમ થવું આપના માટે સારા સંકેત માનવામાં આવતા નથી.

image source

આપ જયારે પૂજા કરી રહ્યા હોવ ત્યારે પ્રગટાવેલ દીવામાં ઘી હોય અને આસપાસની હવા પણ તેજ નથી હોતી ત્યારે પણ જો દીવો ઓલવાઈ જાય છે તો આપના માટે આ શુભ સંકેત માનવામાં આવતા નથી.

જો આપે આપના માટે નવા કપડા લાવ્યા હોય અને પહેલી વાર પહેરતા સમયે જ જો આપના નવા વસ્ત્રો ફાટી જાય છે કે પછી કોઈ ખૂણામાં કે પછી ક્યાંક ફસાઈને ફાટી જાય છે તો આમ થવું આપના માટે શુભ સંકેત માનવામાં આવતા નથી.

image source

આપ જયારે ઘરની બહાર જઈ રહ્યા હોવ તે સમયે જો આપના પગમાં ઠેસ વાગી જાય છે કે પછી ચપ્પલ તૂટી જાય છે કે પછી પગમાં પહેરેલા બુટ ફાટી જાય છે આપના માટે આ સારા સંકેત માનવામાં આવતા નથી.

જો આપના ઘરનો મુખ્યદ્વાર કે પછી છત પર મોટાભાગે ખરાબ રહેતી હોય કે પછી ભંગાર પડી રહેતો હોય તો આમ થવાથી આપની પર રાહુ ગ્રહ રૂષ્ટ થઈ જાય છે અને આપના માટે દુર્ભાગ્યને આમંત્રિત કરે છે.

image source

નવરાત્રિના તહેવાર દરમિયાન જવ વાવવામાં આવે છે. જો આપના વાવેલા બધા જ જવ એકસાથે ઉગીને નીકળે છે અને સોનેરી રંગના જોવા મળે છે તો આ જવ આપના માટે સદ્દભાગ્ય લઈને આવે છે. પરંતુ જો આપના વાવેલા જવ પૂર્ણ રીતે ઉગતા નથી અને ચાર- પાંચ દિવસ પછી જ ઉગતા જોવા મળે છે તો આપે સમજી લેવું જોઈએ કે આપના ભાગ્યમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે.

-જો આપ આપની કમાણીના કે પછી ધંધાના વકરાના પૈસાને થુંક લગાવીને ગણો છો તો આમ કરવું આપના માટે ધન હાનિના સંકેત બની શકે છે.

image source

-આપ જે જગ્યાએ સુઈ રહ્યા છો પથારીમાં એકાએક માંકડનો ઉપદ્રવ થઈ જાય છે તો આપે સમજી લેવું જોઈએ કે, જલ્દી જ આપનું દુર્ભાગ્ય શરુ થવા જઈ રહ્યું છે.

-જો આપના ઘરમાં આપ રાતના સમયે ભોજન કરી લીધેલા એઠાં વાસણને સાફ કર્યા વિના જ એમ જ અવ્યવસ્થિત રહેવા દો છો તો આપનું દુર્ભાગ્ય જલ્દી જ આપના નસીબને દસ્તક આપી શકે છે.

-જો આપના ઘરમાં ગંદકી રહેતી હોય, તેમજ આપના ઘરના કોઈ ખૂણા માંથી દુર્ગંધ આવતી હોય, આપના ઘરનું પ્લાસ્ટર ઉખડી રહ્યું હોય અને આપના ઘરમાં ભેજ આવી રહ્યો છે તો આ આપના માટે શુભ સંકેત માનવામાં આવતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ