આજથી જ ATMમાંથી પૈસા ઉપાડતી વખતે રાખો આ ખાસ ધ્યાન, નહિં તો લાગશે લાખોનુ નુકસાન

એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે જો તમે આ કામ નહિ ખરો, તો થઇ શકે છે લાખોનું નુકશાન!

એટીએમએ આપણું જીવન સરળ બનાવી દીધું છે. આપણે જ્યાં પણ હોઈએ, ત્યાં આપણા ખાતામાંથી પૈસા ઉપાડી શકીએ છીએ, પરંતુ કેટલાક સમયથી એટીએમની છેતરપિંડીની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેમાં લોકોના બેંક ખાતામાંથી લાખો રૂપિયાની સફાઇ થઈ રહી છે. આજે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે આવી ઘટનાઓને ટાળી શકશો. તો ચાલો જાણીએ એટીએમમાંથી પૈસા કાઢતી વખતે શું – શું ધ્યાનમાં રાખવું જોઈએ!

image source

કેમેરાને જરૂરથી ચેક કરો!

એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે, એકવાર આજુબાજુ કાળજીપૂર્વક નજર મારો કે ક્યાંક કેમેરો તો ઇન્સ્ટોલ નથી કરેલો ને! આ ઉપરાંત, કાર્ડ મુકવાની જગ્યા પર જો તમને કઈ શંકાસ્પદ દેખાય, તો સાવચેત થઇ જાઓ. તમારી માહિતી માટે, અમને જણાવી દઈએ કે હેકરોએ આ જગ્યાએ કાર્ડ રીડિંગ ચિપ મુકી દેતા હોય છે, જેના કારણે કાર્ડની સંપૂર્ણ માહિતી લીક થઈ જતી હોય છે.

image source

પિન દાખલ કરતી વખતે હાથથી કવર કરો.

જ્યારે પણ તમે એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ છો, ત્યારે પીન દાખલ કરતી વખતે તમારે હાથથી કરવું આવશ્યક છે, પછી ભલે તમારી આસપાસ કોઈ હોય કે ના હોય. ઘણી વાર હેકર્સ છુપાયેલા કેમેરા દ્વારા પિન ચોરી લેતા હોય છે. ઉપરાંત, એટીએમની શક્ય તેટલી નજીક ઉભા રહો.

image source

પૈસા ઉપાડ્યા બાદ રદ બટન જરૂરથી દબાવો

એટીએમમાંથી પૈસા ઉપાડ્યા પછી, તમારે રદ બટન દબાવવું આવશ્યક છે, તેની મદદથી જરૂરી માહિતી લીક નહીં થાય. ઉપરાંત, ફરીથી સ્ક્રીન પર વેલકમ લખાય ત્યાં સુધી એટીએમમાં થી બહાર નીકળશો નહીં.

image source

એટીએમ પિન

સૌ પ્રથમ, ધ્યાનમાં રાખો કે તમે એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા છો, ત્યાં બીજું કોઈ છે કે નહિ. જો એટીએમમાં તમારા સિવાય બીજું કોઈ પણ હાજર હોય તો એટીએમમાં પિન ન નાખો અને રૂપિયા પણ ન ઉપાડો. બીજી વ્યક્તિને બહાર જવા કહો અને જો કોઈ શંકા થાય તો તરત જ એટીએમમાંથી બહાર આવી જાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ