પૈસાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે આ છોડ, ઘરમાં રાખો આ છોડ વાંચો બીજા ફાયદા…

પૈસા એક એવી વસ્તુ છે જેનાથી તમે દુનિયાની લગભગ બધી વસ્તુઓ ખરીદી શકો અને પૈસા હોય તો આપણે આપણા પરિવારજનોની દરેક ઈચ્છા પૂરી કરી શકીએ. દરેક વ્યક્તિ આગળ વધવા માટે બધું જ કરી છૂટે છે. ખાસ કરીને જયારે વાત પૈસાની આવે છે ત્યારે વ્યક્તિ પોતાના મગજ અને મહેનતની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ વિશ્વાસ કરવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અંક એવા ઉપાય જણાવ્યા છીએ જેનાથી તમે ઘર અને બીજી જગ્યાના વાસ્તુદોષ દૂર કરી શકે અને સતત પ્રગતિ થશે. તમને જાણીને નવાઈ લાગશે પણ એક એવો છોડ છે જેને ઘરમાં રોપવાથી તમારા દરેક અટકી પડેલાં કામ પૂર્ણ થઇ જશે. આવકના અનેક નવા સ્ત્રોત ખુલશે. ઘરમાં પૈસાની આવક થશે જેનાથી તમે થોડા જ સમયમાં ધનવાન બની જશો અને તમારી દરેક મુશ્કેલી દૂર થઇ જશે.

આ છોડનું નામ છે “ક્રસુલા”. આ છોડના પાન મોટા અને ચીકણા હોય છે આ છોડનો રંગ ઘાટો લીલો હોય છે. આ છોડના પાનનો રંગ ન તો બહુ લીલો હોય છે કે ન તો રંગ પીળો હોય છે. આ બંને રંગનું મિશ્રણ હોય છે. પણ આ આ પાન બાકીના સામાન્ય પાન જેટલા કુણા નથી હોતા આના પાન જલદી તૂટી કે વળી જતા નથી.
આ છોડને ઘરમાં કોઇપણ જગ્યાએ મૂકી શકો છો આ છોડને જો તમે ઘરમાં જમણી બાજુ મૂકશો તો તેનાથી તમને વધારે ફાયદો થશે. આ છોડની ખાસ વાત એ છે કે આ છોડને જો તમે બેથી ત્રણ દિવસે પાણી આપશો તો પણ આ છોડ સુકાઈ જશે નહિ. આ છોડ ઘરની અંદર એટલે કે જ્યાં તાપ નહિ આવતો હોય એવી જગ્યાએ મૂકશો તો પણ એ છોડ વધશે અને તમારા ઘરમાં સુખ સંપત્તિ વધશે.

ફેંગશુઈ દ્વારા જાણવા મળ્યું છે કે ક્રાસુલા સારી અને સાચી રીતે પૈસાને પોતાની તરફ આકર્ષે છે. આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે જ લગાવશો તો વધુ સારું ફળ મળશે. થોડા જ દિવસમાં આ છોડ તેની અસર દેખાડશે. આનાથી ઘરમાં દરેક તરફથી સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.

આ છોડ તમને તમારા ઘર કે સોસાયટી પાસે કે ગામમાં કે શહેરમાં કોઈપણ નર્સરી કે છોડ વેચતા હોય છે તેમની પાસેથી સરળતાથી મળી જશે.