પગની એડીમાં થાય છે સતત દુખાવો? કંટાળી ગયા છો હવે આ દુખાવાથી? તો આ 4 ઘરેલું ઉપાયો તમારા માટે છે સૌથી બેસ્ટ

સાંધા, સ્નાયુ અને કમરની જેમ પગની એડી પણ આજકાલ પણને પરેશાન કરવામાં પાછળ નથી. સાંધા, સ્નાયુ અને કમરના દુ:ખાવા જે રીતે આજકાલ ઘણા બધા લોકોને થતા હોય છે એ રીતે પગની એડીનો દુ:ખાવો પણ પીડાદાયક હોય છે. થોડું ચાલો કે વધુ સમય ઊભા રહો એમાં એડી દુ:ખવા આવે છે. આ દુ:ખાવો એટલે અસહ્ય હોય છે કે ઊભા રહી શકાતું નથી કે વધુ ચાલી પણ શકાતું નથી. સાંધા, સ્નાયુ અને કમરની જેમ પગની એડીનો દુ:ખાવો પણ જીવનશૈલી પર આધારિત છે. તમે કેવા પ્રકારનાં જૂતાં-ચપ્પલ-બૂટ પહેરવા તેમજ ચાલવા અને ઊભા રહેવાની પદ્ધતિ પણ તેમાં એક કારણરૂપ છે. ખાસ કરીને ઊંચી એડીવાળા સેન્ડલ, ચપ્પલ પહેરનારી યુવતીઓ અને મહિલાઓને એડીની તકલીફ વહેલી-મોડી થયા વિના રહેતી નથી. એડીના દુ:ખાવાને મેડિકલ ટર્મિનોલોજીમાં Retso calcaneal Bursitis કહે છે. તેમાં એડીનાં હાડકાંની પાછળની તરફ મુખ્યત્વે સોજો પણ આવી જાય છે.

image source

દરેક લોકોને શરીર ની કોઈ ને કોઈ સમસ્યા તો હોય જ છે અને એમાં પણ સાંધાના દુખાવા તો સામાન્ય વાત છે. ઘણા લોકોને કેલ્શિયમની ઉણપના કારણે શરીરમાં બીજા ઘણા રોગ થાય છે અને અશક્તિ આવી જાય છે. એની પાછળ ઘણા બધા કારણો પણ જવાબદાર હોય છે. અને દુઃખાવો ભલે શરીરના કોઈ પણ ભાગમાં થતો હોય એ પરેશાન તો ખુબ જ કરે છે. અને આ બધામાંથી એક છે એડીનો દુઃખાવો. અને સૌથી વધુ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.કેટલાક લોકોની એડીઓમાં દુ:ખાવો રહેવાની ફરીયાદ રહે છે. એડીઓમાં દુ:ખાવો રહેવાનું કારણ હીલ્સ પણ હોય શકે છે. તેમજ વજન વધવું, લાંબા સમય સુધી ઉભુ રહેવું,નવી અને કઠીન કસરતો કરવી અથવા શારીરિક ગતિવિધિઓ પણ હોય શકે છે. ઘણીવાર એ દુખાવો એટલો વધી જાય છે કે, પગના તળિયામાં અસહ્ય દુખાવો અને બળતરા થાય છે. લાંબા સમય સુધી ઉભા રહેવું, પગના એકમાત્ર જડતા અથવા જડતા, હળવા સોજો, એકમાત્ર અથવા હીલની ઊંચાઇ પર પીડા અનુભવાય છે. કેલ્શિયમનો અભાવ પણ પગની ઘૂંટીમાં દુખાવોનું કારણ હોઈ શકે છે.

image source

કેલ્શિયમના અભાવને લીધે હાડકામાં દુખાવો થાય છે અને હાડકાં નબળા પડે છે. પરંતુ ચાલો અમે તમને જણાવી દઈએ કે પગની ઘૂંટીથી દુખાવામાં રાહત મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. કેટલાક ઘરેલું ઉપાય છે જે પગની ઘૂંટીથી દુખાવાથી રાહત આપી શકે છે. એમાં પણ જો શરીરમાં થકાવટ આવી ગઈ હોય તો પગની પાની માં પણ ખુબ જ દુખાવો થતો હોય છે ઘણા લોકોને આ દુખાવો સામાન્ય થઇ ગયો હોય છે, જે ઘણી દવા કરવા છતાં સારો થતો નથી. પુરૂષ હોય કે મહિલા દરેક લોકોને એડીનો દુખાવો થાય છે. જેના ઘણાં બધા કારણ હોય શકે છે. જેમ કે, ઉંચી હિલ્સના સેન્ડલ પહેરવા, પગનું હાડકું વધવું,પોષક તત્વની ઉણપ, વજનનું વધવુ જેવા કારણ હોય છે. પગમાં કુલ 26 હાડકાં હોય છે. જેમાથી એક હાડકું સૌથી મોટું હોય છે. જે કુદરતી રીતે શરીરનો ભાર ઉઠાવવામાં સક્ષમ હોય છે. જેનાથી આપણે સહેલાઇથી હરીફરી શકતા નથી. ઇજા કે અન્ય કારણસર પણ તેમા દુખાવો થવા લાગે છે.ચાલો અમે તમને આવા ઘરેલુ ઉપાયો વિશે જણાવીએ છીએ જે પગની ઘૂંટીની પીડા દૂર કરી શકે છે.

દુ:ખાવાનાં ચિહ્નો :

એડીમાં મુખ્યત્વે થતો દુ:ખાવો ચાલતા, દોડતા અથવા અડવાથી પણ દુ:ખાવો થાય છે.

પગના આંગળાઓ ઉપર ઉભા રહેવાથી દુ:ખાવો વધી જવાની શક્યતા હોય છે.

એડીના દુ:ખાવાનાં કારણો :

image source

બર્સા (કોથળી)નું મુખ્ય કામ ટેન્ડન તથા સ્નાયુમાં ગાદી તથા ચીકણાશ આપવાનું હોય છે. જેનાથી તેમની વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે. શરીરનાં મોટાં સાંધાઓની આજુબાજુમાં બર્સા આવેલી હોય છે. જે પગની એડી- ઘૂંટણને આજુબાજુમાં પણ હોય છે. રીટરો કેલ્કેનીયલ બર્સા ઘૂંટીની પાછળની બાજુમાં મુખ્યત્વે એકીલીસ ટેન્ડન અને પીડીના સ્નાયુ (Cult)ની નીચે હોય છે.

તકેદારી :

કસરત કરતી વખતે નીચેની સરફેસ પ્રોપર ફોમની રાખવી. ઉપરાંત એડી- ઘૂંટણની આજુબાજુના સ્નાયુને પૂરતાં પ્રમાણમાં મજબૂત રાખવા.
એડીના દુ:ખાવાથી છૂટકારો મેળવવા આટલું કરો:

વજનનું નિયંત્રણ કરવું.

નિયમિત કસરત કરવી.

બંને પગ પર સરખું વજન આપીને ચાલવું., સારા ગુણવત્તાવાળા બૂટ – ચંપલ પહેરવાં.

ઘૂંટણના સાંધાના વધારે પડતા ઉપયોગથી બર્સામાં ઈજા, બળતરા તથા સોજો આવી જાય છે. જે રોગને રીટરો કેલ્કેનિયલ બર્સાઈટીસ કહેવામાં આવે છે. એડીની તકલીફનું મુખ્યત્વે કારણ વધારે પડતું ચાલવું, દોડવું તથા કૂદવું હોઈ શકે છે. ઊંચી હિલનાં જૂતાં પહેરવાથી આ રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અથવા જીમમાં ખૂબ જ ઝડપથી વર્કઆઉટ કરવાથી પણ આ તકલીફ થાય છે.

પ્રોપર ફૂટવેર (Shoes)નો ઉપયોગ કરવો. જે બર્સા પરનું ભારણ ઓછું કરે છે.

કસરત કરતાં પહેલાં, એકીલીસ ટેન્ડનનું સ્ટ્રેચિંગ કરવું.

એડિયોના દુખાવામાં રાહત આપી શકે છે આ ધરેલુ ઉપાયો

આદુની ઉકાળો

image soucre

આદુને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક મનાય છે. તમને જણાવીએ કે, એડિયોના દુખાવામાં રાહત અપાવે છે આદુનો ઉકાળો. જેને પીવાથી સોજામા રાહત મળે છે.

લવિંગનું તેલ

image source

લવિંગમાં દર્દ નિવારક તત્વ મળી આવે છે. લવિંગના તેલની માલિશ કરવાથી એડિયોના દુખાવામાં રાહત મળે છે.
હળદરનો કરો ઉપયોગ

image source

હળદરમાં એંટી ઈમ્ફલેમેટરી ગુણ હોય છે. જે સોજાને ઓછા કરે છે. તેમજ હળદરવાળુ દૂધ પીવાથી શરીરના દુખાવાથી છૂટકારો મળે છે.

સરસોના બીજ

image source

સરસોના બીજને તેલ બનાવવા અને મસાલાના રૂપમાં વધાર કરવામાં કામ આવે છે. પરંતુ તમને જણાી દઈએ કે, સરસોના તેલથી દુખાવામાંથી રાહત મેળવી શકો છો. અડધી વાટકી સરસોના બીજને પીસી લો. ત્યારબાદ તેને ગરમ પાણી ભરેલી ડોલમાં ભેળવી દો આ પાણીથી પગને 15 મિનિટ માટે નાંખીને રાખો એવુ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત