બ્રિટનમાં પહેલીવાર મૃતકોના હૃદયને મશીનથી જીવિત કરી 6 બાળકમાં કર્યા ટ્રાન્સપ્લાન્ટ, જાણો વધુ વિગતો

સફળ સર્જરી: બ્રિટનમાં પહેલીવાર મૃતકોના હૃદયને મશીનથી જીવિત કરી 6 બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા!

મેડિકલ ક્ષેત્રે મળતી સફળતાઓ દિનપ્રતિદિન વધુ સફળ રહે છે ત્યારે મોતના મુખમા ધકેલાયેલા માનવીને પણ નવજીવન મળી રહ્યું છે.બ્રિટનના ડોક્ટરોએ પહેલીવાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે કે જે ધબકતું બંધ થઈ ગયું હતું. એટલે કે તે મૃત જાહેર કરેલી વ્યક્તિઓના હતા. અત્યાર સુધીમાં 6 બાળકોમાં આવા હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

image source

આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ પહેલા માત્ર એવી વ્યક્તિઓના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું કે જેઓ બ્રેનડેડ જાહેર થયા હતા. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેકનિકમાં એક ડગલું આગળ વધ્યા છે. કેમ્બ્રિજશાયરની રોયલ પેપવર્થ હોસ્પિટલના ડોક્ટરોએ ઓર્ગેનકેર મશીન દ્વારા મૃતક વ્યક્તિઓના હૃદયને જીવિત કરી એક નહીં 6 બાળકોના શરીરમાં ધબકારા લાવી દીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.

એનએચએસના ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના ડાયરેક્ટર ડૉ. જોન ફોર્સિથ કહે છે કે તેમની આ ટેક્નિક માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ટેક્નિકથી 12થી 16 વર્ષના 6 એવા બાળકોને નવું જીવન મળ્યું છે કે જેઓ બે-ત્રણ વર્ષથી અંગદાન દ્વારા હૃદય મળે તેની રાહ જોઈ રહ્યા હતા. એટલે કે લોકો હવે મરણોપરાંત વધુ હાર્ટ ડોનેટ કરી શકશે. હવે લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં.

image source

હું વધુ શક્તિશાળી થઈ, પહાડ ચઢી શકું છું: ફ્રેયા

આ ટેક્નિક દ્વારા જે બે લોકોને સૌથી પહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું તેમાં બ્રિસ્ટલની ફ્રેયા હેમિંગ્ટન (14 વર્ષ) અને વોરસેસ્ટરની એના હેડલી (16 વર્ષ)નો સમાવેશ થાય છે. એના કહે છે કે તે હવે પહેલાની જેમ હોકી રમી શકે છે. ફ્રેયાએ કહ્યું તે હવે વધુ શક્તિશાળી થઈ છે અને પહાડ પર પણ ચઢી શકે છે.

ઓર્ગનકેર સિસ્ટમ: મશીનમાં ડોનરના હૃદયને 24 કલાક રાખી જીવિત કરાય છે

image source

એનએચએસના ડોક્ટરોએ ઓર્ગનકેર સિસ્ટમ મશીન બનાવ્યું છે. મૃત્યુ થયું હોવાનું જણાતા ડોનરના હૃદયને તરત કાઢીને આ મશીનમાં મૂકી 12 કલાક તપાસવામાં આવે છે અને ત્યારપછી જ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. ડોનર દ્વારા મળેલા હૃદયને જે દર્દીના શરીરમાં મૂકવાનું હોય તેના શરીરની જરૂરિયાત મુજબ ઓક્સિજન, પોષકતત્ત્વ અને તે ગ્રૂપનું બ્લડ આ મશીનમાં રાખી હૃદયમાં 24 કલાક સુધી તેને પ્રવાહિત કરવામાં આવે છે.

હદયને માત્ર 2થી 4ડિગ્રી તાપમાનમાં રાખવું પડે છે

હૃદયને જીવીત રાખવા માટે કસ્ટોડિયલ એચટીકે કાર્ડિયો પ્લેજીક સોલ્યુશન સાથે 2થી 4 ડિગ્રી તાપમાનમાં રખાય છે. આ સોલ્યુશનમાં હૃદય માટે જરૂરી કેમિકલ જેવા કે, પોટેશિયમ, હિસ્ટીડીન, સોડિયમ, ટ્રીપ્ટોકેન, મનિટોલ, કેલ્શિયમ ક્લોરાઇડ ચોક્કસ માત્રામાં રખાય છે, જેથી હૃદય ધબકતું રહે છે. સોલ્યુશનનું પીએચ 7.02થી 7.20 અને તાપમાન 2થી 4 ડિગ્રી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!