1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે વાહનોને લગતા આ નિયમો, જાણી લો નહીં તો ભરાઈ જશો અને ખિસ્સુ થઇ જશે ખાલી

ઘણા લોકોને ચાલુ વાહને વાતો કરવાની ટેવી હોય છે. જેના કારણે ઘમીવાર ગંભીર અકસ્માત સર્જાય છે. લોકો પોતાની સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકે છે. એવામાં માર્ગ પરિવહન વિભાગે એક એડવાયઝરી જાહેર કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (Ministry of Road Transport and Highways)એ શનિવારે કહ્યું કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે. પરંતુ આ ફક્ત રૂટ્સ નેવિગેશનના માટે જ હોવું જોઈએ. સાથે જ એ પણ ધ્યાન આપવાનું રહેશે કે આ સમયે ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતી વખતે પકડાવવા પર 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.

image source

Motor Vehicle Rules માં ફેરફાર

આ અંગે મંત્રાલયે કહ્યું કે તેણે કેન્દ્રીય મોટર વાહન નિયમો (Motor Vehicle Rules)માં સંશોધન કરવામાં આવ્યું છે. તેના હેઠળ વાહન સંબંધી જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે- લાયસન્સ, રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ્સ વગેરેને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથી મેન્ટેન કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક પોર્ટલ દ્વારા કમ્પાઉન્ડિંગ, એન્ડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેન્શન અને રિવોકેશન, રજીસ્ટ્રેશન અને ઈ-ચાલાન જાહેર કરવા વગેરેનું કામ પણ થઈ શકે છે.

image source

ડ્રાઈવિંગ લાયસન્સના રેકોર્ડ રાખવામાં આવશે

આ પોર્ટલ પર રદ્દ કરવામાં આવેલા આ ડિસક્વોલિફાઈડ ડ્રાઈવિંગ લાયસન્સનું ક્રમાનુસાર રેકોર્ડ રાખવામાં આવશે. નિયમો અનુસાર જો કોઈ વાહન સંબંધી ડોક્યુમેન્ટ્સને ઈલેક્ટ્રોનિક માધ્યમથી વેરિફાઈ કરવામાં આવ્યું છે તો પોલીસ અધિકારી તેની ફિઝિકલ કોપી નહીં માંગી શકે. તેમાં તે મામલા પણ સામેલ હશે જ્યાં ડ્રાઈવરે ઘણા ઉલ્લંધન કર્યા છે. જેમાં કોઈ ડોક્યુમેન્ટને જપ્ત કરવામાં આવી શકે છે. આ પ્રકારની જપ્તીને પોર્ટલ પર ઈલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે. ત્યાર બાદ આ ડોક્યુમેન્ટના વર્ણનને ક્રમાનુસાર રેકોર્ડ કરવામાં આવશે. આ પ્રકારના રેકોર્ડ નિયમિક અંતર પર પોર્ટલ પર દર્શાવવામાં આવશે.

image source

ડ્રાઈવરોને પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે

એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ ડોક્યુમેન્ટની માંગ કરવા અથવાં તપાસ કર્યા બાદ તારીખ અને તપાસના ટાઈમ સ્ટેમ્પ અને યુનિફોર્મમાં પોલીસ અધિકારીની ઓળખ પત્રના રેકોર્ડ પણ પોર્ટલ પર જ મેન્ટેન કરવામાં આવશે. આ રાજ્યો દ્વારા અધિકૃત અધિકારીઓના વર્ણન પણ સામેલ રહેશે. તેનાથી વાહનોનુ કારણ વગરનું ચેકિંગ અથવા તપાસ કરવાનો બોજો ઓછા થશે અને ડ્રાઈવરોને પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

image source

પહેલી ઓક્ટોમ્બરથી લાગુ થશે નિયમ

મોટર વાહન કાયદા હેઠળ આ નિયમોને પહેલી ઓક્ટોમ્બરથી લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે આ કાયદામાં ઘણા સંશોધનને લાગુ કર્યા હતા. જેમાં પરિવહન નિયમથી લઈને સડક સુરક્ષા વગેરેનો સમાવેશ થાય છે. આ નિયમોના ઉલ્લંઘન કરવા પર મોટા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. સાથે જ ભ્રષ્ટાચારને ઓછો કરવા માટે ટેક્નોલોજીને પણ અપગ્રેડ કરવામાં આવી હતી. મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આઈટી સર્વિસનો ઉપયોગ અને ઈલેક્ટ્રોનિક મોનિટરિંગથી દેશમાં ટ્રાફિક નિયમોના પાલન કરવામાં મદદ મળશે. તેનાથી ડ્રાઈવર્સને ઉત્પીડન અથવા પરેશાન કરવાના મામલા ઓછા થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ