અહીં 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ રહેશે જરૂરી, બંધ થઇ જશે કેશની સુવિધા

1 જાન્યુઆરીથી દરેક ફોર વ્હીલર માટે ફાસ્ટેગ અનિવાર્ય કરવામાં આવ્યું છે. ડિજિટલીકરણને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર ટોલ પ્લાઝા પર કેશની લેન દેનને ખતમ કરી રહી છે.

એએચએઆઈની પરિયોજના અનુસાર કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી 100 ટકા કરવા ઈચ્છે છે એવામાં જો વાહન ચાલકે વાહન પર ફાસ્ટેગ નહીં લગાવ્યું હોય તો હાઈવે પર અસુવિધા રહેશે. તેઓએ કહ્યું કે 15 નવેમ્બરે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નોટિફિકેશન આપ્યું છે અને ત્યારબાદ લખનઉના ઈટોજા અને દખિના ટોલ પ્લાઝા પર 1 જાન્યુઆરીથી ફોર વ્હીલર માટે ફાસ્ટેગ અનિવાર્ય છે.

અહીંથી મેળવો ફાસ્ટેગ

image source

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અનુસાર ફાસ્ટેગ ઈ કોમર્સ વેબસાઈટ અમેઝન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ પર પણ મળી રહે છે. આ સિવાય તમે ફાસ્ટેગને બેંક અને પેટ્રોલ પંપ પરથી પણ ખરીદી શકાય છે. બેંકથી ફાસ્ટેગ ખરીદતી સમયે ધ્યાન રાખો કે જે બેંકમાં તમારું ખાતું છે તે બેંકથી તમે ફાસ્ટેગ ખરીદો.

ફાસ્ટેગ માટે આ ડોક્યૂમેન્ટ્સ છે જરૂરી

image source

ફાસ્ટેગ ખરીદવા માટે તમારા ડ્રાઈવિંગ લાયસન્સની ફોટો કોપી અને વાહનનું રજિસ્ટ્રેશન જરૂરી છે. તમે ફોટો આઈડીની મદદથી આધાર કાર્ડ અને પાસપોર્ટ અને પાન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો.

જાણો કેટલામાં મળશે ફાસ્ટેગ

image source

એનએચએઆઈના અનુસાર તમે ફાસ્ટેગને કોઈ પણ બેંકથી 200 રૂપિયામાં ખરીદી શકો છો. તમે ફાસ્ટેગને ઓછામાં ઓછા 100 રૂપિયાથી રિચાર્જ કરી શકાય છે. સરકારે બેંક અને પેમેન્ટ વોલેટને રિચાર્જ કરવા માટે પોતાની તરફથી કેટલાક અન્ય ચાર્જ લગાવવાની છૂટ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ