જલ્સા કરોને જેંતીલાલ

પતિનો હાથ પકડીને 9માં માળે 3 મિનિટ લટકી રહી પત્ની, હાથ છૂટતા જ…જૂઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જ્યારે કેટલાક વિડિયો ભાવનાત્મક હોય છે, ત્યારે કેટલાક એવા હોય છે જે તમે જોયા પછી હસવાનું રોકી શકતા નથી. આવી જ રીતે, આજકાલ એક વિલક્ષણ વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં એક મહિલા બિલ્ડિંગના નવમા માળેથી લટકતી જોવા મળી રહી છે. આ વિડિયો જોયા પછી દરેકના રૂવાડા ઉભા થઈ ગયા.

સાદિયાએ બિલ્ડિંગ પરથી કૂદી પડવાનો પ્રયાસ કર્યો

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા નવમી માળેથી કૂદી પડી. આ ચોંકાવનારો વીડિયો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલા તેના પતિ સાથેના ઝઘડા બાદ નવમા માળેથી કૂદી પડી હતી. આ મામલો વિજયનગરની સેવિયર સોસાયટીનો છે. અહાં નવમાં માળે રહેતા પતિ-પત્ની ફરાજ હસન અને સાદિયા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. દલીલ વધતા સાદિયાએ બિલ્ડિંગ પરથી કૂદી પડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેવી મહિલા રેલિંગ પરથી કૂદી તો પતિએ તેનો હાથ પકડીને લીધો અને જોર જોરથી અવાજ કરવા લાગ્યો.

સમગ્ર સોસાયટીમાં હંગામો મચી ગયો

પતિએ જોર જોરથી અવાજ કરતા બાદ સમગ્ર સોસાયટીમાં હંગામો મચી ગયો હતો અને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ દરમિયાન લોકો તેમના ઘરેથી ગાદલા લઈ આવ્યા અને જમીન પર પાથરી દીધી. પતિએ પણ પત્નીને ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ 3 મિનિટ પછી પત્નીનો હાથ છૂટી ગયો અને તે નવમાં માળેથી નીચે પડેલા ગાદલા ઉપર પડી. આ મહિલા નસીબદાર હતી કે તેણી આટલી ઉંચાઇ પરથી પડ્યા પછી પણ બચી ગઈ. જો કે, કેટલીક ઈજાઓ બાદ મહિલાને નોઈડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસે આ મામલે હજી સુધી કોઈ કેસ નોંધ્યો નથી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો જોઇને લોકો દંગ રહી ગયા છે. લોકો તેમને એકબીજા સાથે શેર કરી રહ્યા છે, પરંતુ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જો કે પોલીસે આ મામલે હજી સુધી કોઈ કેસ નોંધ્યો નથી પોલીસના કહેવા મુજબ હજી સુધી આ મામલે કોઈએ ફરિયાદ નોંધાવી નથી, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે જાતે જ કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version