પગમાં તથા અંગુઠામાં કાળો દોરો શા માટે બાંધવામાં આવે છે? જાણો તેના અઢળક ફાયદા..

શા માટે પહેરવામાં આવે છે કાળો દોરો ?

આપણે ઘણા સ્ત્રી પુરુષોના હાથમાં ,પગ પર, ગળામાં કે પગના અંગુઠામાં કાળો દોરો પહેલો જોઈએ છે. મોટા મોટા તીર્થધામની બહાર પણ કાળો દોરો વહેચાતો જોવામાં આવે છે અને લોકો ભગવાનને ચડાવીને પછી પ્રસાદ તરીકે લઈ જઈ અને એને ધારણ કરે છે.

image source

કાળો દોરો પહેરવાની પ્રથા પ્રાચીન સંસ્કૃતિથી ચાલી આવે છે.

આપણે એવું પણ સાંભળ્યું છે ને જોયું છે કે નજર ન લાગે એટલા માટે અથવા તો ખરાબ નજરથી બચાવવા માટે કાળો દોરો બાંધવામાં આવે છે, તો ઘણી જગ્યાએ એવું પણ સાંભળ્યું છે કે પેચોટી ખસી ગઈ હોય તો પણ પગમાં કાળો દોરો પહેરવામાં આવે છે.

એટલે કાળા દોરા પહેરવા પાછળનું એક ખાસ મહત્વ છે. તેની પાછળ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છે.આપણે જાણીએ છીએ કે આપણું શરીર પંચતત્વોથી બન્યું છે .આ પંચતત્ત્વ એટલે પૃથ્વી ,હવા ,અગ્નિ, જળ અને આકાશ. આ પાંચ તત્વો ભેગા થઈ અને શરીરને ચોક્કસ સકારાત્મક ઊર્જા પૂરી પાડે છે જે ઉર્જા માનવીના શરીરનું સંચાલન કરે છે.

image source

આ સકારાત્મક ઉર્જા ઉપર જો બાહ્ય નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે ત્યારે શરીરનું સંચાલન અસંતુલિત થાય છે, જેને આપણે કોઈની ખરાબ નજર લાગી એમ કહીએ છીએ. માટે આ નકારાત્મક ઊર્જાના પ્રભાવથી બચવા અને પંચતત્વોમાંથી મળતી સકારાત્મક ઉર્જા શરીર ને સતત મળતી રહે એ માટે કાળો દોરો બાંધીને આપણે શરીરને એક રક્ષાકવચ પૂરું પાડીએ છીએ. ઘણા લોકો કાળા દોરામાં ભગવાનનું લોકેટ પણ પહેરતા હોય છે.

આપણને વિચાર આવે કે કાળો રંગ છે કેમ?

કહેવાય છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાના પ્રભાવની એકાગ્રતાનો ભંગ કરે છે. તેને કારણે આપણે જેને નજર લગાડવાનું કહીએ છીએ, તેની એકાગ્રતા આપણા શરીરની સકારાત્મક શક્તિઓ સુધી પહોંચતી નથી.

આ તો થઈ ખરાબ નજરથી બચવાની વાત પણ શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે પણ કાળો દોરો ઉપયોગી સાબિત થાય છે.

image source

માનવીના શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ હોય છે. જે નાભી સાથે જોડાયેલી હોય છે. નાભી ખસી જવાથી કે એક પણ નાડીના અસંતુલનથી વ્યક્તિ અનેક રોગોનો શિકાર બને છે. ખાસ કરીને નાભી ખસી જવાથી સર્જાતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા જેવી કે અપચો, ગેસ થવો, પેટમાં હળવો દુખાવો રહેવો, વારંવાર થાક લાગવો, પેટ માં વિટ આવવી, ઝાડા ઉલટી થવા જેવી પેટ સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પગના અંગુઠામાં દોરો બાંધવામાં આવે છે અને કહેવાય છે કે દવાખાનાના ઘણા પગથિયાં ઘસી નાખ્યા છતાં ન નિવારી શકાય એટલી આવી પેટ સંબંધી સમસ્યાઓ પગના અંગુઠામાં બાંધેલા દોરાથી દૂર થઈ શકે છે.

ખાસ કરીને ગામડાઓમાં આનું ચલણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. માનવામાં આવે છે કે પગના અંગુઠામાં કાળો દોરો બાંધી રાખવામાં આવે તો પેટની માંસપેશીઓ મજબૂત બને છે જેનાથી નાભિ ખસવાની કે પેટ સંબંધી સમસ્યા ઉભી થવાની શક્યતા નહિવત બને છે.નાભી ખસી જવાને આપણે પેચોટી ખસી જવાની સમસ્યા તરીકે પણ ઓળખીએ છીએ.

પગમા એંકલ પર કાળો દોરો બાંધી રાખવાથી પગનો દુખાવો પણ દૂર થઇ શકે છે.

પગમાં કોઈ આકસ્મિક ઘાવ થયો હોય તો પણ કાળો દોરો બાંધી દેવાથી પડેલા ઘામાં જલદી રૂઝ આવે છે.

image source

એવું પણ કહેવાય છે કે મંગળવારના દિવસે જમણા પગમાં કાળો દોરો બાંધવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે. નાણાકીય સમસ્યાઓ રહેતી હોય તો તે દૂર થાય છે.

એક્યુપ્રેશરની દ્રષ્ટિએ જોઈએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણા હાથ અને પગના કાંડા પર પણ ઘણા એવા પોઇન્ટ હોય છે જેને ઉપર હળવું દબાણ આપવાથી શારીરિક સમસ્યાઓનું નિવારણ થઇ શકે છે .એ આશયથી પણ હાથ કે પગના કાંડામાં કાળો દોરો બાંધેલો હોય તો એ એક્યુપ્રેશરના પોઇન્ટ ને સતત મળતા ધીમા દબાણને કારણે પણ શરીરનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે.

સ્ત્રી કે પુરુષ કોઈ પણ કાળો દોરો બાંધી શકે છે .

image source

કાળા દોરા સાથે બીજી અન્ય માન્યતાઓ પણ જોડાયેલી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાળો દોરો પહેરે છે. કાળો દોરો નકારાત્મક ઊર્જાને તોડે જ છે. પરંતુ માનવામાં આવે છે કે હાથમાં કાળો દોરો પહેરવાથી કામમાં આવતી બાધાઓ દૂર થાય છે અને સફળતાના દ્વાર ખૂલી જાય છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર પણ કાળો દોરો બાંધવામાં આવે છે .એની પાછળનું મુખ્ય કારણ પણ ઘરમાં પ્રવેશતા નકારાત્મક પ્રભાવને દૂર કરવાનું છે.

image source

આજકાલ તો બજારમાં કાળા દોરા સાથે જોડાયેલા ફેશનેબલ વિવિધ પ્રકારના એન્કલેવ અને બ્રેસલેટ પણ મળી રહ્યા છે જે દ્વારા સ્ત્રી અને પુરુષો બંને ફેશન સાથે પોતાને નકારાત્મક પ્રભાવથી બચાવી શકે છે અને શારીરિક સ્વાસ્થ્ય પણ જાળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ