જલ્સા કરોને જેંતીલાલ

એક દિવસે પગમાં પહેરવાના ચંપલ પણ નહોતા, હવે ટોક્યો ઓલિમ્પિક્સમાં જઈને દેશનું નામ કરશે રોશન

માણસના પરસેવાથી જે કહાની બને છે એનો રંગ અને મિજાજ કંઈક અલગ જ હોય છે. કોઈ ખેલાડી રાતોરાતર ટોક્યો ઓલિમ્પિક્સમાં જઈને દેશનું નામ રોશન કરતો નથી. એની પાછળ કેટલાય વર્ષોની મહેનત હોય છે. આજે અમે તમને દેશની એક એવી પુત્રીની કહાની કહેવા જઈ રહ્યા છીએ જે ટોક્યો ઓલિમ્પિક્સ રમવા જઈ રહી છે. પરંતુ તેની મુસાફરી એટલી સરળ નહોતી. ઘરમાં ગરીબી હતી પણ રેવતી વીરામણીએ હાર માની નહીં. હવે તે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહી છે અને દેશનું નામ રોશન કરવા જઈ રહી છે.

image source

જ્યારે પિતાનું નિધન થયું ત્યારે રેવતી માત્ર 7 વર્ષની હતી. તમિલનાડુની રહેવાસી રેવતીની માતાનું પણ તેના પિતાએ વિશ્વને અલવિદા કહ્યાના એક વર્ષ બાદ નિધન થયું હતું. રેવતી અને તેની બહેન બંનેને તેમના માતાએ બાળપણથી જ ઉછેર્યા છે. તેમણે મજુરી કરીને તેમને ઉછેર્યા.

image source

ગરીબીની હાલત એવી હતી કે રેવતી ઘણી સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી પણ તેની પાસે ચંપલ પણ નહોતા. ઘણી વાર તે ઉઘાડા પગે ચાલીને જતી હતી અને મહેનત કરતી હતી. જ્યારે તેના કોચ કાનને તેની પ્રતિભા જોઇ હતી, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. આપણો સમાજ કંઈક આવો જ છે. રેવતીના મામાએ ગામડા અને ગ્રામ્ય વિસ્તારોમાં આ વાતને લઈ ટોણાં સાંભળવા પડ્યા કે તે કેમ છોકરીને દોડવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ તેણે આવી રૂઢિચુસ્ત વિચારસરણી સમાજનું સાંભળ્યું નહીં અને રેવતીને પ્રોત્સાહન આપ્યું. રેવતીના સાથીઓએ પણ તેમને આર્થિક મદદ કરી.

image source

ઘણાં વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી તેને રેલ્વેમાં નોકરી મળી. રેવતીએ 400 મીટરની દોડ 53.55 સેકન્ડમાં પૂર્ણ કરી. અને તે 4×400 મીટર મિશ્ર રિલે ટોક્યો ઓલિમ્પિક્સ માટે પસંદ થઈ. 23 વર્ષીય રેવતી સૌથી ઝડપથી દોડતી મહિલા દોડવીરો હતી જે ટ્રાયલ્સ માટે આવી હતી. આ સાથે જ વાત કરીએ તો જાપાને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જાપાને ઓલ્મપિકની રમત પૂરી થાય ત્યા સુધીમાં કોરોના કટોકટીની જાહેરાત કરી શકે છે.

image source

આ અંગે જાપાનના સરકારી અધિકારીઓએ ગુરુવારે યોજાયેલ બેઠક પછી નીર્ણય કર્યો હતો. આવતા સોમવારથી 22 ઓગષ્ટ સુધી જાપાને કોરોનાને કારણે કોટકટીનો પ્રસ્તાવ જાહેર કર્યો છે. મહામારીને કારણે એક વર્ષ ઓલ્મપિકની રમત એક વર્ષ મોડી કરવમાં આવી હતી અને 23 જુલાઇ થી 8 ઓગષ્ટ સુધી ઓલ્મપીકની રમત ચાલશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version