દોઢ લાખ પગાર એ પણ ફક્ત સ્વીચ ચાલુ બંધ કરવા માટે, વાંચો કોણ આપે છે અને ક્યાં છે સ્ટેશન…

રેલ્વે સ્ટેશનમાં ફક્ત લાઈટ ચાલુ-બંધ કરવાનું કામ બહાર પાડવામાં આવ્યુ છે.મજાની વાત એ છે કે,આ કામ માટે દર મહિને 1.6 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે.કામદારને આ રકમ ફક્ત ફ્લોરોસેન્ટ લાઇટ ચાલુ કરવા અમે પાળી પૂરી થાય એટલે તેને બંધ કરવા માટે મળશે.રસપ્રદ વાત એ છે કે,આ કામ કોન્ટ્રાક્ટનાં ઉપર નહિ પણ સ્થાયી જોબ હશે.એટલે સાથે કર્મચારીને પેન્શનનો લાભ પણ મળશે.

સ્વીડનમાં છે આ નવિનતમ જોબ
આ નવિમતમ મુદ્દો સ્વીડનનો છે.હકીકતમાં અહીં ગોથેનબર્ગ સીટીમાં બે નવા સ્ટેશનોની ડિઝાઈન માટે પબ્લિક આર્ટ એજન્સી(સરકાર સમર્થિત)એ હરિફાઈ કરાવી હતી.અેક્ટર સાઈમન ગોલ્ડિન અને જેકબ સેનેબીએ તે હરિફાઇ જીતી હતી.ત્યાર પછી સ્વિડિશની સરકારે તેમને લગભગ 4.50 કરોડ રૂપિયા ઉપહાર સ્વરૂપ આપ્યા.

વિશ્વમાંથી કોઈપણ કરી શકે છે અરજી

બન્ને એક્ટરો પછી આ રૂપિયાથી લાઈટ ચાલુ બંધ કરવાવાળા કાર્યકરોને સેલેરી આપવાનો ફેસલો લીધો અને ભરતી બહાર પાડી.સારી વાત એ રહી કે,આ નોકરી માટે વિશ્વભરમાંથી કોઈપણ અપ્લાઈ કરી શકે છે.આ અપ્લાઈ 2025 માં ચાલુ થશે અને તેના પછીનાં વર્ષ એટલે કે 2026 માં કાર્યકરનું ચયન થશે.હાલમાં કોર્સવેગમ સ્ટેશનનું વર્ક ચાલુ છે.

ટીવી જોવાની,સુવાની પણ છૂટી
ગોલ્ડિન અને સેનેબીએ આ કાર્યને ‘ઈન્ટરનલ અેમ્પ્લોયમેન્ટ’ ઠરાવી દીધુ. કહેવાય રહ્યુ છે કે,કાર્યકર્તાએ શિફ્ટ દરમિયાન હાજર રહેવું જરૂરી નથી. તે મરજી હોય અેટલો રેસ્ટ કરી શકે છે,ટીવી નિહાળી શકે છે અગર તો નિંદર પણ કરી શકે છે.અને ખાસ તો આ જોબ માટે એક્ટરોઅે કાંઈ વિશેષ યોગ્યતા માંગી નથી.