પેકેટ ફૂડ્સ ખવડાવવાથી બાળકની હેલ્થને થાય છે ‘આ’ નુકસાન, ચેતી જાઓ

પેકેટ ફૂડ્સ ખવડાવવાથી બાળકની હેલ્થને થાય છે ‘આ’ નુકસાન, ચેતી જાઓ

બજારમાં બાળકો માટે અનેક પ્રકારના પેકેટ ફૂડ્સ મળે છે. જો કે એની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ, તળેલાં સ્નેક્સ, ભાત-ભાતની ચોકલેટ્સ અને ઠંડાં પીણાં વગેરે બાળકોનાં ટેસ્ટ-બડ્સને ઉત્તેજે છે અને દેખાદેખીમાં કે બાળકની જીદ સામે ઝૂકીને મા-બાપ બાળકને એ ખાવાની છૂટ આપતાં હોય છે. પરંતુ તાજેતરના એક સર્વમાં જાણવા મળ્યુ છે કે, સોલ્ટી સ્નેક્સ બાળકોમાં વધતી જતી મેદસ્વિતા પાછળનું કારણ છે. સોલ્ટી સ્નેક્સ ખાધા પછી પોતાની તરસ છિપાવવા બાળક વધુ પ્રમાણમાં ગળ્યાં પીણાં પીવે છે, જે ઓબેસિટી માટે જવાબદાર બની રહે છે. તો જાણી લો તમે પણ બાળકોને તમે જે પેકેટ ફૂડ્સ અપાવો છો તે કેટલુ નુકસાન કરે છે હેલ્થને…

મીઠાનું પ્રમાણ વધારે રેડીમેડ પેકેટ ફૂડમાં ફૂડ બગડી ન જાય એ માટે પ્રિઝર્વેટિવની સાથે-સાથે આર્ટિફિશ્યલ કલર્સ, ફ્લેવર્સ અને સીઝનિંગ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રિઝર્વેટિવ તરીકે વર્ષોથી આપણે ત્યાં નમકનો બહોળી માત્રમાં ઉપયોગ થાય છે.

ઝીરો ન્યુટ્રિશનલ વેલ્યુપેકેટ ફૂડમાં ન્યુટ્રિશનલ વેલ્યુ ઝીરો હોય છે. આ પ્રકારનાં તળેલાં સ્નેક્સમાં કેલેરી વધુ માત્રામાં હોય છે, પરંતુ ન્યુટ્રિશનલ વેલ્યુ ઝીરો હોવાને કારણે આ કેલેરી મેદનું સ્વરૂપ ધારણ કરે છે. આ સ્નેક્સ ખાધા પછી અને એની સાથે ઠંડાં પીણાં પીવાથી બાળકોનું પેટ જલદી ભરાઇ જાય છે. વળી, સ્નેક્સનું ડાયજેશન સ્લો થતું હોય છે. આ વસ્તુઓ ખાવાને કારણે બાળક ઘરમાં રોટલી, દાળ-ભાત, શાક જેવો ન્યુટ્રિશનલ વેલ્યુ ધરાવતો ખોરાક ઓછો ખાય છે. આમ ઓવરઓલ હેલ્થને ઘણું નુકસાન થાય છે.

વધુ માત્રામાં સોલ્ટી સ્નેક્સ અને ગળ્યાં પીણાં બાળકમાં મેદસ્વિતા માટે જવાબદાર છે. એટલું જ નહીં, નાની ઉંમરમાં થતા ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરનું પણ એ કારણ હોય છે. આ ઉપરાંત વિટામિન ડીની અને વિટામીન બી12ની ડેફિશિયન્સી પણ થાય છે.

* પેકેટ ફૂડ્સ ખવડાવવાથી બાળકની હેલ્થ પર પડતી અસર

– જો તમારું બાળક વધુ પડતું આળસુ હોય, રાત્રે આપવા-12 વાગ્યે સૂતાં હોવા છતાં સવારે દસ વાગ્યા સુધી ઊંઘતું હોય તો સમજી લો કે તમે તેને વધુ પ્રમાણમાં પેકેટ ફૂડ્સ ખવડાવો છો.

– બાળકને ખૂબ જ જલદી ગુસ્સો આવી જાય છે.– નાની-નાની વાતોમાં તે સ્ટ્રેસફુલ થઈ જાય છે અને વાત-વાતમાં ચિડાઈ જાય છે.

– બાળક વધુ પ્રમાણમાં જિદ્દી થઇ જાય છે.

– બાળકના વાળ ખૂબ નાની ઉંમરમાં સફેદ થવાના શરૂ થઈ જાય છે.– નાની ઉંમરમાં છોકરીનું માસિકચક્ર શરૂ થઈ જાય છે

– ખીલનો પ્રોબ્લેમ થવો, સાથે-સાથે શરીર એકદમ લૂઝ થઈ જવું

– આ ઉપરાંત ખાસ કરીને નેક અને ફોરહેડની સ્કિન પર પિગ્મેન્ટેશન જોવા મળે છે એ સ્કિન બ્લેક થઈ જવા પાછળ સન-ડેમેજ નહીં, પરંતુ પેકેટ ફૂડ જવાબદાર છે.

• નેચરલ વસ્તુઓ આપવાની ટેવ પાડોજાહેરાતમાં જોઈને ઘણી મમ્મીઓ બાળકને રમવા જતાં પહેલાં કે રમ્યા પછી પાણીમાં ગ્લુકોઝ ભેળવીને પીવડાવતી હોય છે. એનાં કરતાં છાસ, નારિયેળ પાણી, ફ્રૂટ જૂસ કે પછી કેળું ખવડાવવું વધારે હિતાવહ છે. ડાયરેક્ટ શુગર આપવા કરતાં ફળમાંથી મળતી શુગરની ન્યુટ્રિશનલ વેલ્યુ વધારે હોય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર, તમારા મિત્રો સાથે પણ શેર કરો.

ટીપ્પણી