પાચન શક્તિને તંદુરસ્ત રાખવા માટે આજે જ કરો આ ૫ ઘરેલું ઉપાય…

આપણા સ્વાસ્થય,તને અને મન માટે આ ખૂબ જ વધારે આવશ્યક છે કે આપણે બિમારીઓથી મુક્ત રહીએ અને તેના માટે આપણે પોતાના શરીરને ફિટ રાખવું જોઇએ અને શરીરને ફિટ રાખવા માટે તમારે ઘણીબધી મહેનત વગેરા કરવી પડે છે.જેમ કે કસરત કરવી ,યોગ કરવા,સારી ચીજો ખાવી, સમયથી ઉઠવું સમયથી સુવું અને તમામ એ વી વાતો જેનાથી આપણે પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખી શકીએ.


પરંતુ શરીરને ફિટ રાખવા માટે સૌથી વધારે આવશ્યક છે તમારે પોતાની પાચનશક્તિને તંદુરસ્ત રાખવી.જી હા , અસલમાં એ ક રીતે જોવામાં આવે તો આપણા શરીરને ઉર્જા અને તાકાત ભોજનથી જ મળે છે પરંતુ જો ભોજન આપણા શરીરમાં બરાબર રીતેથી પચશે નહિ તો આપણે હમેંશા હેરાન રહેશું અને આપણું સ્વાસ્થય પણ અવારનવાર ખરાબ રહેશે અને ન તો આપણું કોઈપણ કાર્યમાં મન નહિ લાગી શકે .

મતલબ તમે કહી શકો છો કે કોઈપણ વ્યકિતનાં ફિટ રહેવાથી તેના પાચનનો ખૂબ સંબંધ હોય છે પરંતુ આજ કાલની બદલતી જીવનશૈલીમાં દરેક વ્યકિત તેની ફિકર કર્યા વગર બજારમાં મળતી તમામ પ્રકારની ઉલ્ટી સીધી ચીજોનું સેવન કરે છે જેની સીધી અસર તેની પાચનશક્તિ પર પડે છે.

તમારી જાણકારી માટે જણાવતા જઈએ કે જો તમારી પાચનશક્તિ નબળી હશે તો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ નહિ પહોંચે અને આનાથી ઘણા પ્રકારનાં રોગોનું પણ જોખમ વધી જાય છે.

 

જણાવી દઈએ કે જો તમે પણ ઈચ્છો છો કે તમારી પાચનશક્તિ તંદુરસ્ત રહે તો અમે તમને અમુક સરળ ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેની મદદથી તમે હમેંશા પોતાને ફિટ રાખી શકો છો.

પાચનશક્તિ વધારવાનાં ઘરેલું ઉપાય

૧.એલચીનાં દાણાની મિશ્રીને બરાબર માત્રામાં પીસીને ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણને દિવસમાં બે વાર ૩ ગ્રામ ગરમ પાણી સાથે સેવન કરો તેનાથી તમારા પાચનતંત્રમાં થોડા દિવસમાં સુધારો થશે અને તમારા પાચનતંત્રને મજબૂતી પ્રદાન કરે છે.

 

૨.અજમાને રાત્રે પલાળી લો અને સવારે આ અજમો ખાલી પેટ સેવન કરો,માનવામાં આવે છે કે આનું સેવન કરવાથી તમારા પાચનતંત્રને મજબૂત પણ કરશે સાથે સાથે જો તમે મધુમેહનાં દર્દી છો તો આ તમારા મધુમેહને કાબુ રાખવામાં મદદ પણ કરે છે.

 

૩.જોવામાં આવે તો આમળા ખૂબ જ કામનું ફળ છે અને આ લગભગ બધા કામમાં આવે છે પરંતુ આમળાથી તમે પોતાની પાચનશક્તિને મજબૂત બનાવી શકો છો,તમારે આમળાનો પાઉડર,કાળું મરચું,સુંઠ,મીઠું ,હીંગ,શેકેલું જીરૂ આ બધી ચીજોને બરાબર પ્રમાણમાં લઈ લેવાનું છે અને એને મિક્સ કરીને પાઉડર બનાવી લો. આ પાઉડર નિયમિત રૂપથી સેવન કરો આ તમારી પાચનશક્તિને મજબૂત કરશે અને ભૂખ પણ વધારશે.

૪.એક નાનકડું આદુ લઈને તેમાં લીંબુનો રસ ઉમેરો અને તેનાથી નિકળેલા રસનું સેવન કરો, આ તમારી પાચનશક્તિને મજબૂત કરવામાં મદદ કરશે.

શું કારણ હોય છે નબળા પાચનતંત્રનું ફાસ્ટફૂડનું સેવન કરવું,સમય પર ભોજન ન કરવું,વગર ચાવ્યે ભોજન ગળી જવું, એક જગ્યા પર બેસી રહેવું જેનાથી ગેસ વગેરાની સમસ્યા ઉત્પન્ન થાય છે,સાચી રીતે ઉંઘ ન આવવી,હમેંશા તણાવમાં રહેવું,દવાઓનું વધારે સેવન કરવું આ અમુક મૂળ કારણોથી તમારું પાચનતંત્ર નબળું થાય છે અને તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે .

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ