યે રિશ્તાની આ એક્ટ્રેર્સના રિસેપ્શનમાં આપી PM મોદીએ હાજરી, જોઇ લો VIDEO તમે પણ..

રીલ લાઈફ હિરોઈન છે, રીયલ લાઈફ પ્રિન્સેસ, મોહેના કુમારીના લગ્નનું રીશેપ્શન રહ્યું એકદમ શાનદાર, પહોંચ્યા હતા પી.એમ. અને લીધી સેલ્ફી…

image source

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ મોહેના કુમારી, ફ્કત એક ફેમસ અભિનેત્રી જ નથી, હકીકતે તે રાજકુમારી છે, તેના લગ્નના રીશેપ્શનમાં પી.એમ. મોદીએ પણ આપી હાજરી…

પ્રિન્સેસને આશીર્વાદ આપવા પહોંચ્યા વડાપ્રધાન મોદી

ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની અભિનેત્રી મોહેનાએ તેના લગ્નની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે વડાપ્રધાન મોદી સાથે હસીને લીધેલી સેલ્ફી જોવા મળી રહી છે. વડાપ્રધાનને આ ફોટોમાં કુર્તા – પાયજામા અને સાથે જેકેટ પહેરેલા જોઈ શકાય છે.

image source

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દંપતી સાથે સ્ટેજ પર દેખાયા હતા. બંનેના પરિવારજનોએ પીએમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ હાજર સૌએ તેમની સાથે ફોટો ક્લિક કર્યા હતા.

પોતાના જ રીસેપ્શનમાં અભિનેત્રીએ લીધી સેલ્ફી…

સ્ટાર પ્લસના પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ફેમ રીવાની રાજકુમારી મોહિના કુમારી જેના લગ્ન પ્રિન્સ સુયેશ રાવત સાથે તાજેતરમાં જ દિલ્હીમાં થયા.

image source

તેમના લગ્ન પછી શાહી રિસેપ્શનનું આયોજન કર્યું હતું, આ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા માટે વિશેષ મહેમાન તરીકે હાજરી આપી હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ. તેમણે ત્યાં પહોંચીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

મોહેનાએ પોતાના લગ્નમાં પી.એમ.ને આવેલ જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી અને તેમની સાથે સેલ્ફી લેવાની રીક્વેસ્ટ કરી હતી. આ સેલ્ફી તેણે પોતાના ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી.

image source

તેણે એ તસ્વીરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “આપણાં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ઉપસ્થિત રહીને ખૂબ આનંદ થયો અને આ સેલ્ફી બદલ આભાર! કોટી કોટી વંદન.”

આ દંપતીના લગ્ન થયાં હતાં હરિદ્વારમાં…

આ દંપતીના લગ્ન થોડા સમય પહેલાં હરિદ્વારમાં થયાં હતાં. આ ઇન્ડિયન રોયલ કપલે પરિવાર અને મિત્રોની હાજરીમાં હરિદ્વારમાં લગ્ન કર્યાં હતાં.

image source

આ રાજવી લગ્ન ૧૪ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ હરિદ્વારમાં ગોઠવાયાં હતાં. ૨૮ નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલ લગ્નના રિસેપ્શનમાં મોહિનાએ પિંક કલરનો ડ્રેસ અને હેવી જવેલરી પહેરી હતી.

સુયષે બંધગળાના સૂટ સાથે ગુલાવી રંગની પાઘડી પહેરી હતી. મોહિના કુમારી અને સુયેશ રાવત તેના નજીકના અને પરિવારના સભ્યો સાથે તેમના લગ્નના રિસેપ્શનમાં હાજર રહ્યા હતા. બંને લગ્ન પછીના રીતરસ્મોમાં રોકાયેલા હતા.

image source

મોહીનાએ એના લગ્નનો સમય પણ ખૂબ એન્જોય કર્યો હતો…

મોહિના કુમારી મધ્યપ્રદેશના રેવાના રોયલ ફેમિલીની સભ્ય છે અને તે લગ્ન પહેલા દેહરાદૂન શિફ્ટ થઈ હતી. તેણી લગ્ન બાદ તેના સાસરિયાઓ સાથે દહેરાદૂનના મંદિરમાં દેખાઇ હતી.

image source

મોહિના કુમારીએ તેના લગ્ન વખતની અનેક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોની સાથે તેમણે લખ્યું કે આ આખો મહિનો મારા લગ્નનો છે.

મોહિના કુમારીએ આ દરમિયાન ખૂબ જ સુંદર ડિઝાઈનર ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા અને તેણે લગ્ન સમયે માથે ઘુંઘટ પણ કર્યો હતો. આ રોયલ કપલે લગ્નની દરેક રસ્મોમાં સૌનું દીલ જીતી લીધું હતું.

image source

રીલ લાઈફ હિરોઈન, છે રીયલ લાઈફ રાજકુમારી…

બહુ ઓછા લોકો જાણતા હશે કે મોહિના જેને આપણે ટીવીના પડદે જોઈએ છીએ તે હકીકતે, રેવાના મહારાજા પુષ્પરાજસિંહ જુડોની પુત્રી છે અને તેનું વાસ્તવિક જીવન ખૂબ રાજવી છે.

મોહિનાએ તેના લગ્નના થોડા સમય પહેલા ટેલિવિઝન શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ને અલવિદા કહી દીધી છે. આ સીરિયલમાં મોહિના કાર્તિકની બહેન કીર્તિની ભૂમિકામાં જોવા મળી હતી.

image source

જાણો, કેવી રહી હતી તેની ટેલિવિઝન ઉપરની સફર…

મોહિનાએ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ સીઝન ૩ દ્વારા ઓન સ્ક્રીન ડેબ્યૂ કર્યું હતું અને તે પછી તેણે એક અભિનેત્રી તરીકે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે લગ્ન પહેલા મોહિના છેલ્લે ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૨માં જ્યારે મોહિનાએ ડાન્સ ઈન્ડિયા ડાન્સનું ઓડિશન આપ્યું હતું ત્યારે તેણે ન્યાયાધીશ ગીતા કપૂર, રેમો ડિસોઝા અને ટેરેન્સ લુઇસને કહ્યું હતું કે તે રેવાના રોયલ ફેમિલીમાંથી આવે છે.

image source

મોહિના ખૂબ જ ટેલેન્ટેડ છે, તે એક ટીવી એક્ટ્રેસની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ