આપણો રોજીંદો ખોરાક જ તમામ બીમારીની દવા છે, વાંચો કેવી રીતે ને ક્યા સમયે કેટલો ને કેવો ખોરાક લેવો જોઈએ એની સંપૂર્ણ માહિતી…….

આહાર એ જ ઔષધ

અત્યારે સ્ત્રીઓ માટે વજનનો વધારો એ કદાચ સૌથી મોટો પ્રશ્ન છે. શરીર વધતું જાય છે અને જાણે કોઈપણ ઉપચાર નકામા બનતા લાગે છે. વર્ષોથી અને મોડર્ન સાયન્સ પણ એ તો સ્વીકારે જ છે કે જો સ્ત્રીઓ પોતાની સુંદરતા વધારવા ઉપરાંત સ્વાસ્થ્યને સારુ રાખવા જો ખોરાકનું ધ્યાન રાખે તો આખી જિંદગી સ્વસ્થ અને સુંદર રહી શકે છે અને સાથે સાથે પોતાના કુટુંબને ખાસ તો બાળકોને હેલ્ધી રાખી શકે છે. અત્યારે અમેરીકામાં ‘TLD’ નામનું ડાયટ ખુબ જ પ્રચલીત થઈ રહ્યું છે. TLD એટલે ‘Theraputic Lifestyle Diet’ આ પ્રાકરના ડાયટમાં વ્યક્તિને નાનપણથી જ ‘હેલ્ધી’ ખોરાક ખાવા શીખવવામાં આવે છે. હેલ્ધી ખાનારાઓનું વજન વધતુ નથી અને મોટાભાગના રોગોથી દૂર રહી શકાય છે.જેમ કે જો તમને ડાયિબટીસની ફક્ત શરૂઆત જ થઈ હોય તો અથવા તો બોર્ડર લાઈન પર ડાયાબીટીસ રહેતો હોય તો તમે જો રોજિંદા જીવનમાં નિયમીત કરીને હેલ્ધી ખોરાક ખાવાનું શરૂ કરી દો તો ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહેવા લાગે છે. ઉપરાંત વાયરસથી થતાં રોગોમાં હેલ્ધી ખોરાક લેવાથી દવાની અસર ઝડપથી થાય છે અને જલદીથી સાજા થવાય છે.

આજકાલ બહેનો, બાળકોને સ્વાસ્થ્ય આપવાને બદલે સ્વાદ આપવામાં વધુ પડતાં તેલવાળો, તળેલો ખોરાક ખવડાવીને આખા કુટુંબ માટે રોગને નોંતરે છે. વધુ પડતાં ખાંડવાળા ખોરાક ખાવાથી બાળકો હાઇપર થઈ જાય છે. તેઓ વધુ તોફાની બને છે અને યાદશક્તિ પણ ઓછી થાય છે. બાળકોને શરૂઆતથી જ વધુ પડતાં ખાંડવાળા ખોરાક આપવાની ટેવ ન પાડો. વધુ પડતી બેકરી આઇટમને બદલે ઓછી ખાંડવાળા અને મલાઈ વગરના દૂધમાંથી બનેલાં ગાજરના હલવા, દૂધનો હલવો અથવા ખીર દૂધપૌંઆ આપવાથી તેમનો સ્વાદ પણ સચવાશે અને હેલ્ધી પણ બનશે.

વધુ પડતાં ફેટી ફુડ વાપરવાથી હૃદયમાં લોહી લઈ જતી નળીઓ સાંકડી બને છે અને તેના પરિણામે હાઇ બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલના પ્રોબ્લેમ વધે છે જેમાં આગળ જતાં હાર્ટ એટેક જેવા રોગો થઈ શકે છે. માટે જ ઘરમાં તમે જે ખોરાક બનાવો તેની બનાવટ જો ધ્યાન રાખીને ઓછા તેલવાળા ઉપરાંત તળેલાં કચોરી, સમોસાની જગ્યાએ શેકેલા સ્ટફ્ડ પરોઠા અથવા બેક્ડ કચોરી, સમોસા બનાવવાથી આખા કુટુંબને રોગથી દૂર રાખી શકાય છે. ભલે બાળકોને તમે અઠવાડિયામાં એક વખત બહારનો ખોરાક લે, પરંતુ ઘરમાં બને તેટલું હેલ્ધી બનાવો જેમ કે પીઝા બનાવો તો મેંદા ને બદલે ઘઉંનો લોટ વાપરો, શાકભાજીમાં ખાવાનો સોડા ન નાખો, શાકભાજી વધુ પડતાં ન બાફો, બાફીને પાણીને ફેંકી દીધા વગર ફક્ત જોઈતા પાણીમાં જ બાફો. આમ, ઘરમાં જ નાના નાના ફેરફાર કરવાથી તમે પોતે તો સુંદર અને સ્વસ્થ બનશો જ પણ આખુ કુટુંબ તેનો ફાયદો મેળવી શકશે.

આહાર ઔષધ

1) જાડા લોટ, કંદમૂળ, ફળફળાદી, ડ્રાયફ્રૂટ એનર્જીનો ભપૂર વધારો કરશે.

2) કઠોળ, દૂધની બનાવટો, ડ્રાફ્રૂટ, ઇંડાં પ્રોટીનનું પ્રમાણ વધારશે

3) માખણ, ઘી, દૂધ, પીળા-કેસરી શાકભાજી વિટામીન એ વધારશે લીલા પાંદડાવાળા શાકભાજી

4) આખા અનાજ, લીલા શાકભાજી, કઠોળ વિટામીન ઇ વધારશે
ડ્રાફ્રૂટ5) ઘાટા લીલા શાકભાજી, ઈંડાં વિટામીન કે વધારશે

6) લીલા શાકભાજી, દૂધ, ઈંડાં વિટામીન બી1 વધારશે

7) લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ, દૂધ, ઇંડાં વિટામીન બી12 વધારશે

8) આમળા, નારંગી, જામફળ, લીંબુ, કેપ્સીકમ, વિટામીન સી વધારશે
ફ્લાવર, ટામેટા, લીલા શાકભાજી 9) રાગી, કઠોળ, લીલા શાકભાજી, તલ, દૂધ કેલ્શિયમનો વધારો કરશે

10) ખઝૂર, રીંગણ, મોગરી, આખા અનાજ, આયર્ન વધારશે
લીલી ભાજી વિગેરે

લેખક : લીઝા શાહ (ડાયેટીશયન), 

ફોન નંબર :  +91-9173706065

વેબસાઈટ :  www.anganahospital.com

દરરોજ આવી રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ

આપ અહિયાં આ જે માહિતી વાંચી રહ્યા છો એ હેલ્થ અને ડાયટએક્સપર્ટલીઝા શાહ દ્વારા બતાવવામાં આપેલ છે, તેઓ એક ખુબ અનુભવી એક્સપર્ટ છે, વધુ માહિતી માટે તમને તેમને કોન્ટેક્ટ કરી શકો છો…

ટીપ્પણી