ઓટ્સ ના ચીલ્લા – બેસનના ચીલ્લા તો તમે બનાવતા જ હશો હવે બનાવો આ હેલ્ધી વાનગી…

ઓટ્સ એ ખુબજ હેલ્થી ફૂડ છે, તે કાર્બ્સ અને ફાઇબર નો સારો એવો સ્ત્રોત છે. તે કોલેક્સટ્રોલ , અને બ્લડ પ્રેસર, સુગર લેવલ ને બરાબર રાખે છે , તે વજન ઉતારવા માં પણ ખુબજ ઉપયોગી છે. તમારા રોજ ના ખોરાક માં ઓટ્સ નો સમાવેશ જરૂર થી કરો ,તમે ઘણા બધા પ્રકારે ઓટ્સ ને ખાઈ શકો છો. અહીં હું તમને જણાવીશ ખુબજ હેલ્થી રેસીપી – ઓટ્સ ના ચિલ્લા જે તમે સવારે નાસ્તા માં ખાઈ શકો, સાંજ ના નાસ્તા માં કે પછી ડિનર માં પણ લઇ શકો , બાળકો ને તો ચોક્કસ થી આ હેલ્થી રેસીપી બનાવી ને ખવડાવો. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ.

૨ કપ ઓટ્સ પાઉડર

૨ ચમચી સોજી

૨ – જીણી સમારેલી ડુંગળી

૧ કપ – જીણી સમારેલી કોબી

૧ જીણું સમારેલું ટામેટું

૧/૨ કપ જીણી સમારેલી કોથમીર અને ૧ લીલું મરચું

૨ ચમચી – લીંબુ નો રસ

૧ ચમચી – મીઠું

તેલ –


સૌ પ્રથમ એક વાસણ માં તેલ સિવાય ની બધી જ સામગ્રી નાખો અને બરાબર મીક્સ કરી લો. હવે ધીમે ધીમે પાણી નાખતા જાઓ હલાવતા જાઓ, આ રીતે ચીલ્લા બની શકે તેવું બેટર તૈયાર કરો. હવે એક નોનસ્ટીક લોઢી ગરમ કરો તેમાં ૧ ચમચી જેટલું તેલ નાખી બ્રશ થી થોડું ફેલાવી દો, હવે ઓટ્સ નું બેટર નાખી હળવે થી પોહળુ કરો અને ગોળ શેપ આપો.


એક બાજુ ૪-૫ મીનીટ માટે ચડવા દો , પછી ફેરવી અને બીજી બાજુ ફેરવી લો, આ રીતે બંને બાજુ ચડવા દો. બસ તૈયાર છે ઓટ્સ ચીલ્લા. છે ને એકદમ ફટાફટ બની જતી અને સુપર હેલ્થી રેસીપી.


નોંધ : ઓટ્સ નો પાઉડર માર્કેટ માં પણ મળે છે , મેં અહીં આખા ઓટ્સ ને મિક્ષચર માં ક્રશ કરી લીધા છે. તમે ટામેટા , ડુંગળી ને બધું ખમણી ને પણ લઇ શકો છો, બીજા શાકભાજી પણ નાખી શકો. બન્યા પછી ઉપર ચીસે પણ ખમણી શકો બાળકો ને ભાવશે, પાણી ની સાથે થોડું દહીં પણ મીક્સ કરી શકો


રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

વિડીઓ જોઇને શીખો આ રેસીપી