જલ્સા કરોને જેંતીલાલ

ઓરીઓ ચોકલેટ કેક – હવે કોઈપણ પાર્ટી હોય જન્મદિવસ કે પછી લગ્ન તારીખ જાતે બનાવો આ યમ્મી કેક…

હેલો ફ્રેન્ડઝ, આપણે ઘર મા કોઇ નો જન્મદિવસ હોય તો આપણે કેક બહાર થી જ રેડીમેડ લાવતા હોય છે પરંતુ આજ હું તમને કેક ઘર મા અને એ પણ કુકર કેવી રીતે બને તે શીખવાડીશ, ઘણા ના ઘરો મા ઓવન નથી હોતુ, અને કેક તો ફકત ઓવન મા જ સરસ બને છે એવુ માનવામાં આવતું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કેક તમે સરળતાથી કૂકર મા બનાવી શકો છો.

ઘણા ફ્રેન્ડઝ ની રીકવેસ્ટ હતી કે કુકર મા કેક મા કેક કેવી રીતે બને તે શીખવાડો, તો આજે હું તે શીખવાડીશ. જે લોકો પાસે ઓવન નથી તે લોકો પણ કેટલી સહેલાઈથી કુકર મા ઓવન જેવી જ કેક બનાવી શકે છે. આજે હું બાળકો ની ફેવરિટ ઓરીઓ કેક કુકર મા કેવી રીતે બને તે શીખવાડીશ તો ચાલો નોંધી લો સામગ્રી…

* સામગ્રી —


@ કેક માટે ની સામગ્રી — (1 kg cake)

* 1 કપ મેંદો

* 1/2 tsp બેકિંગ સોડા

*1/2 tsp બેકિંગ પાઉડર

* 200ml મિલ્કમેડ અથવા મીઠાઈ મેડ

* 100ml ડ્યુક સોડા aerated water

* 2-3 ટેબલસ્પૂન કોકો પાઉડર

* 2 ટેબલસ્પૂન બટર

* 7″ inch નુ કેક ટીન

@ chocolate ganache —

* ડૉક ચોકલેટ સ્લેબ 200 ગ્રામ

* 150ml અમુલ ફ્રેશ ક્રીમ

* 2 ટેબલસ્પૂન બટર

@ ગારનીશ કરવા માટે 2 પેકેટ ઓરીઓ બિસ્કિટ


* રીત– સૌ પ્રથમ કેક ટીન ને બટર અથવા તેલ લગાવીને ને ગ્રીસ કરી લો, અને તેમા થોડો કોરો મેંદો નાખી ને તેને બરાબર ડસ્ટીંગ કરી લો.
ત્યાર બાદ એક બાઉલમાં મેંદો ચાળી લેવો અને તેમા બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખીને તેને ફરીથી ચાળી લેવો,


2– ત્યાર બાદ તેમાં મિલ્કમેડ અથવા મીઠાઈ મેડ અને બટર ઉમેરી ને તેને બરાબર મિક્સ કરી લો. આટલુ કયૉ પછી કુકર મા અેક સ્ટેન્ડ અથવા કાંઠો મુકી તેના ઢાંકણ માથી રીંગ અને વ્હીસલ કાઢી લો અને કુકર ને મિડિયમ ફ્લેમ પર પ્રીહીટ કરવા માટે મુકી દો.


3– પાંચ મિનિટ બાદ તૈયાર કરેલા કેક બેટર માં ડયુકસ સોડા નાખી ને તેને એકદમ ફટાફટ મિકસ કરી લો અને ડસ્ટીંગ કરેલા કેક ટીન મા રેડી દો, અને તેને બે – ત્રણ વખત થપથપાવો જેથી તેમા રહેલી એર બબલ્સ નીકળી જાય. અને ટીન ને કુકર મા રાખેલા સ્ટેન્ડ પર મૂકી દો. ઉપર થી ઢાંકણ ઢાંકી દો અને 5-7 મીનીટ માટે મિડિયમ ફ્લેમ પર ચઢવા દો. ત્યારબાદ ગેસ ની ફ્લેમ ધીમી કરી ને લગભગ 30-40 મિનીટ સુધી ચઢવા દો, 15 મિનિટ પછી તુથપીક અથવા ચપુ વડે ચેક કરી લો, જો બેટર ચીપકતુ હોય તો તેને ફરીથી ઢાંકી ને ચઢવા દો. 30-40 મિનિટ બાદ ફરી એકવાર ચેક કરો જો ચપુ ક્લીન બહાર આવે તો સમજવું કેક બરાબર ચઢી ગઈ છે અને હવે ગેસ બંધ કરી દો અને ટીન ને બહાર કાઢી લો.


4– 10 મિનિટ બાદ તે ટીન ને ઉલટું કરી લો અને કેક બહાર કાઢી લો. કેક એકદમ ઠંડી થઈ જાય ત્યાં સુધી વ્હીપક્રીમ બનાવી લઇએ.


5– એક બાઉલમાં મા વ્હીપ ક્રીમ લો અને તેને ઇલેકટ્રીક બીટર વડે બીટ કરો, તેની સ્પીડ હાઈ રાખવી જેથી ક્રીમ જલદી ઘટૃ થવા લાગશે. ક્રીમ એકદમ ઘટૃ થઈ જાય એટલે બાઉલ ને ઉંધુ કરી ને ચેક કરો ક્રીમ નીચે ના પડે એટલે સમજવુ આપણુ વ્હીપ ક્રીમ તૈયાર છે .


6– હવે ઠંડી પડેલી કેક ને સાઈડ પર થી અને ઉપર થી કડક ભાગ ધારદાર ચપુ વડે થોડી થોડી કાઢી લો અને તેને એક સરખા બે થી ત્રણ ભાગ મા કાપી લો, ધ્યાન રાખવું કે એક સરખા ભાગે કટ કરવુ, નહી તો તે ગારનીશ કરતી વખતે બરાબર નહીં બને.

7– એક વાટકી મા 6-8 ટેબલસ્પૂન પાણી મા 2-3 ટેબલસ્પૂન ખાંડ નાખીને ને તેને બરાબર મિક્સ કરી લો એટલે ખાંડ ઓગળી જશે.


8– હવે એક કેક નો બેઝ અથવા ફ્લેટ પ્લેટ પર કેક નો એક ભાગ મુકી તેના પર આ ખાંડ નુ મિશ્રણ છાટો અને થપથપાવો.ત્યાર બાદ તેનાઉપર તૈયાર કરેલુ વ્હીપ ક્રીમ લગાવો, ફરી તેની પર કેક નો બીજો ભાગ મુકી ખાંડ નુ મિશ્રણ છાંટી અને વ્હીપ ક્રીમ લગાવીને ત્રીજા ભાગ પર પણ સેમ પ્રક્રિયા કરી લો. હવે કેક ને ઉપર અને સાઈડ થી પણ ક્રીમ લગાવીને કવર કરી લો અને તેને ફ્રિજ મા એક કલાક માટે મુકી દો.

ખાંડ નુ પાણી કેક ઉપર લગાવવા થી કેક મા મોઇશ્ચર આવે છે અને તે ખાવા મા સોફ્ટ લાગે છે.

9– chocolate ganache —


10–એક વાસણ મા એક નાનુ બાઉલ મુકો અને તેમા ડાકૅ ચોકલેટ સ્લેબ ના નાના ટુકડા કરી લો ત્યારબાદ તેમા અમુલ ક્રીમ અને બટર નાખો અને અને તેને સતત હલાવતાં રહેવુ જેથી તે ઓગળશે અને અને તે લિક્વિડ જેવુ થઇ જાય એટલે તૈયાર છે chocolate ganache .

આ પ્રક્રિયા તમે માઈક્રોવેવ મા પણ કરી શકો છો.


11– ત્યાર બાદ ફ્રિજ માથી કેક બહાર કાઢી લો તેને એક જાળી પર અથવા ચારણી પર મૂકી દો. તેની નીચે એક મોટી થાળી મુકો. ત્યાર બાદ તેના ઉપર તૈયાર કરેલો chocolate ganache ધીમે ધીમે રેડતા જાવ જયા સુધી ચારેબાજુ થી કવર ના થઈ જાય. હવે વધેલો સાઈડ પર મૂકી દો અને કેક ને 10 મિનીટ સુધી એમજ રહેવા દો જેથી તેના પર રહેલો chocolate ganache નિતરી જાય અને તે નીચે મુકેલી થાળી મા પડી જાય.

12– હવે એક એક ઓરીઓ બિસ્કિટ ને કેક ની સાઈડ પર ચીપકાવો.બાકી ના બિસકીટ નો અધકચરો ભૂકો અને વધેલા chocolate ganache મા મિકસ કરી લો અને તેને એક મોલ્ડ મા સેટ કરો અથવા તમને મન ગમતો આકાર આપી કેક પર મૂકી દો, તો ચાલો તૈયાર છે તમારી સૌ ની ફેવરિટ ઓરીઓ કેક .


* ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —

* કેક નુ બેટર ઈડલી ના બેટર જેટલુ ધટૃ રાખવા નુ છે એ વધારે પાતળુ ના થઈ જાય તેનુ ધ્યાન રાખવું.

* મે મિઠાઈ મેડ વાપૅયુ છે એટલે દુધ કે ખાંડ ની જરુર નથી, તમે એની બદલે એક કપ દૂધ અને સ્વાદ અનુસાર દળેલી ખાંડ વાપરી શકો છો.

* કૂકર ના ઢાંકણ માથી રીંગ અને વ્હીસલ કાઢી લેવી.

* કૂકર ના તળીયા મા કંઈ જ નાખવા ની જરુર નથી પરંતુ તમને જોઈએ તો તળીયા મા મીઠું નાખી શકો છો.

* મે એક કિલો કેક બનાવી છે એટલે એક કિલો પ્રમાણે માપ આપ્યું છે, તમારે અડધો કિલો બનાવવી હોય તો દરેક નુ પ્રમાણ અડધુ કરવુ, અને ટીન પણ નાનુ જ લેવુ.

* મે કુકર મા કેક બનાવી છે તમે ઓવન મા બનાવવી હોય તો 180 ડીગ્રી પર 20-25 મિનીટ માટે બેક કરવી.

* મે કેક મા અંદર વ્હીપ ક્રીમ લગાવ્યુ છે તમે ચાહો તો તૈયાર કરેલુ chocolate ganache પણ લગાવી શકાય છે. ગારનીશ કરવા માટે કીટકેટ, જેમ્સ, કેડબરી અથવા વિવિધ પ્રકારની ચોકલેટ નો ઉપયોગ પણ કરી શકો છો.

તો છે ને એકદમ સરળ રીત કૂકર મા કેક બનાવવા ની?તો ચાલો હવે તમારા બાળકો નો જન્મદિવસ આવે ત્યારે આ ઓરીઓ કેક બનાવી ને સરપ્રાઈઝ આપો. અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં બાય…

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Exit mobile version