ઓરીઓ બિસ્કીટ કેક – બનાવવામાં એકદમ સરળ ને ખાવામાં એવી જ મજેદાર છે, તો નોંધી લો આ રેસિપી……

*ઓરીઓ બિસ્કીટ કેક*

મહેમાન આવે ત્યારે મેઈન કોર્સ પછી ડિઝર્ટમાં શું આપવું? બધાને કંઈક અલગ અને છતાંય સરળતાથી બની જાય એવું ડિઝર્ટ સર્વ કરવું છે? ચાલો.. આજે મારા , તમારા અને બધાના વ્હાલા ઓરીઓ બિસ્કીટમાંથી કેક બનાવીએ. મિત્રો, ઓરીઓ બિસ્કીટ સદીઓ જૂના છે. આજે ઓરીઓ ચોકલેટ્સ, ઓરીઓ મિલ્કશેક્સ અને ઇવન કેક્સ પણ માર્કેટમાં મળે છે. પણ આજની રેસીપી તમારા કિડ્ઝ પણ ટ્રાય કરી શકશે ઉત્સાહથી.

સામગ્રી:

  • ઓરીઓ બિસ્કીટ્સ,
  • 100 ગ્રામ વ્હિપ્ડ ક્રીમ,
  • જરૂર મુજબ પિનટ બટર,
  • જરૂર મુજબ મિકસ્ડ ફ્રુટ જેમ,
  • કલર્ડ વર્મીસીલી.

રીત:
50 ગ્રામ વ્હિપ્ડ ક્રીમમાં જરૂર મુજબ પિનટ બટર ઉમેરો અને મિક્સ કરો. બાકીના ક્રીમમાં જરૂર મુજબ જેમ લઇ મિક્સ કરો. હવે ઓરીઓ બિસ્કીટ્સમાંથી ક્રીમ કાઢી લો.

જો તમે ઈચ્છો તો આ ક્રીમ ઉપરના બન્ને મિશ્રણમાં ઉમેરી શકો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં એક બિસ્કીટ ગોઠવી પિનટ બટરનું મિશ્રણ લગાવો.હવે બીજું બિસ્કીટ ગોઠવો અને જેમનું મિશ્રણ સ્પ્રેડ કરો. .છેલ્લે, ત્રીજું બિસ્કીટ ગોઠવી ફરીથી જેમનું મિશ્રણ લગાવો,  સ્ટાર નોઝલનો ઉપયોગ કરીને વ્હિપ્ડ ક્રીમથી બધી કેકને સજાવો અને કલર્ડ વર્મીસીલી ભભરાવો.સ્ટાર નોઝલનો ઉપયોગ કરીને વ્હિપ્ડ ક્રીમથી બધી કેકને સજાવો અને કલર્ડ વર્મીસીલી ભભરાવો.

મીની ડિઝર્ટ – ઓરીઓ બિસ્કીટ કેક પાર્ટીમાં રોક કરવા તૈયાર છે!!

ટિપ્સ:
* જો તમે ઈચ્છો તો વ્હિપ્ડ ક્રીમને બદલે ચોકલેટ ગનાશ પણ લઇ શકો.
* પિનટ બટરને બદલે કેરીનો શિખંડ લો તો ફ્યુઝન ડિઝર્ટ તૈયાર થઇ જશે.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી