જલ્સા કરોને જેંતીલાલ

એક ઓર્ગેનિક ખેડૂત તરીકે ધર્મેન્દ્ર…

વૃદ્ધાવસ્થામાં પણ ધર્મેન્દ્ર પુરા જુસ્સાથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે

હિન્દી ફિલ્મ જગતના નાયકની જો કલ્પના કરવામાં આવે તો આપણી નજર સમક્ષ એક સુંદર ચહેરો, સ્નાયુબદ્ધ શરીર, મોહક સ્મિત વાળો એક કલ્પના ઉભરી આવે.

જો તમને કેહવામાં આવે કે લાખો હૃદય પર રાજ કરનારો કોઈ અભિનેતા આજે ખેતરમાં પરસેવો પાડી રહ્યો છે તો તમે વિશ્વાસ નહીં કરી શકો.

પણ આ સત્ય છે. આજે અમે તમને એક એવી સેલિબ્રિટી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે અભિનેતા તરીકે સમગ્ર દેશમાં લોકપ્રિયતા તો મેળવી જ છે પણ આજકાલ તેમણે ખેતીવાડી અપનાવી છે.

82 વર્ષની ઉંમરમાં પણ આ વ્યક્તિએ કઠોર મહેનત અને જુસ્સા ભર્યા જીવનનો જે દાખલો પુરો પાડ્યો છે તે ખરેખર પ્રેરણારૂપ છે.

હા, આજે અમે વાત કરી રહ્યા છીએ હિન્દી સિનેમાંના એવરગ્રીન અભિનેતા ધર્મેન્દ્રની જેમણે દીલ ભી તેરા હમભી તેરે ફિલ્મથી શરૂઆત કરી બંદીની, શોલે, શોલા શબનમ, ફૂલ ઔર પત્થર, સત્યકામ જેવી અગણિત હિટ ફિલ્મો આપી બોલીવૂડ જગતમાં પોતાની એક આગવી અને વિશિષ્ટ જગ્યા બનાવી છે.

પોતાના દેશ અને ગામની માટી સાથે જોડાયેલા ધર્મેન્દ્ર પોતાની આ ઉંમરે પણ પોતાના કામને જ પુજા માનીને જીવન જીવી રહ્યા છે.

વાસ્તવમાં આજકાલ સોશિયલ મિડિયા પર ધર્મેન્દ્રનો એક વિડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ખેતરમાં કામ કરતાં જોઈ શકાય છે, સાથે સાથે પોતાની આંબાની વાડીમાં હાફૂસ કેરીની ખાસીયતો બતાવતા પણ દેખાઈ રહ્યા છે. તેમનું પોતાનું ફાર્મહાઉસ છે, જેમાં તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે.

અહીં તેમણે ખેતીવાડી ઉપરાંત આંબા પણ વાવ્યા છે અને પોતાની વાહલી ગાયોને તેઓ પોતાના હાથે જ ચારો પણ ખવડાવે છે. ધર્મેન્દ્ર આ વિડિયોમાં એવું પણ કહી રહ્યા છે કે, ‘વર્ક ઇઝ વર્શિપ’ એટલે કે કામ એજ પુજા છે.

70ના દાયકાના એક્શન હીરો રહી ચુકેલા ધર્મેન્દ્રને દરેક નિર્દેશક જાત-જાતના પાત્રોમાં પરદા પર ઉતારવા માગતા હતા. માત્ર એટલું જ નહીં તે પોતાના દીકરા સની અને બોબી દેઓલની સાથે ‘અપને’ અને ‘યમલા પગલા દીવાના’ની સફળતા બાદ આજકાલ તેના બીજા ભાગ પર પણ કામ કરી રહ્યા છે.

પંજાબના નાનકડા ગામમાં ભણી-ગણીને ઉછરેલા ધર્મેન્દ્રને આંઠમાં ધોરણ સુધી ફિલ્મો જોવાની પરવાનગી નહોતી. પણ જ્યારે તેઓ પોતાના મિત્રો પાસેથી ફિલ્મો વિષે સાંભળતા તો તેમના મનમાં પણ ફિલ્મો જોવાની ઇચ્છા જાગતી.

તેમણે પોતાના જીવનમાં પહેલીવાર ‘શહીદ’ ફિલ્મ જોઈ અને તેમના મનમાં પણ ઇચ્છા જાગી કે કાં તો એ લોકો મારા જેવા છે અથવા હું તેમના જેવો છું. તે જ મારું કર્મ ક્ષેત્ર છે, મારે આ દુનિયામાં જવું છે.

જ્યારે તેમણે પોતાની ઇચ્છા પોતાની માતાને જણાવી તો પહેલાં તો માતાએ તેમને પિતાની બીક બતાવી તેમને ના પાડી દીધી પણ પછી તેમની માતાને તેમના પર દયા આવી અને તેમણે પોતાના દીકરાને પ્રયાસ કરવા માટે પ્રેરિત કર્યો. બસ અહીંથી જ ધર્મેન્દ્રનું જીવન બદલાઈ ગયું.

સમાચારપત્રોમાં તે જ દિવસોમાં યુવાનો માટે અભિનેતા તરીકે નિમણૂકો મુંબઈમાં શરૂ કરવામાં આવી અને ધર્મેન્દ્ર નસીબદાર રહ્યા કે તેમની પસંદગી કરી લેવામાં આવી.

ધર્મેન્દ્રને ફિલ્મોથી સાચો પ્રેમ હતો કે કુદરતે પણ તેમને ફિલ્મોમાં કામ કરાવવા માટે કોઈ જ કસર ન છોડી. ધર્મેન્દ્રનો પોતાની માટી સાથે પણ સાચો સંબંધ છે માટે જ ફિલ્મી દુનિયાથી દૂર આજે તેઓ ફરી પાછા ખેતી સાથે જોડાઈ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ધ્મેન્દ્રની જીવશૈલી જોઈ ખરેખર પ્રેરણા જાગે કે માણસે મૃત્યુ સુધી નિવૃત્ત ન થવું જોઈએ.

જ્યાં એક બાજુ આજકાલના યુવાનો ખેતી-વાડીના કામને નીંચુ આંકવા લાગ્યા છે અને રોજગારની શોધમાં શહેરો તરફ ભાગી રહ્યા છે, તેવિ સ્થિતિમાં ધર્મેન્દ્ર જેવા અભિનેતાઓ દ્વારા ખેતી-વાડીને અપનાવવી એ ખરેખર ઉદાહરણરૂપ સાબિત થઈ શકે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version