ઓરિયો બિસ્કિટ મિલ્કશેક – અચાનક મહેમાન આવી ગયા ઘરમાં કોલડ્રિન્ક અથવા કોઈ ફ્લેવર વાળું સીરપ હાજર નથી તો આ શેક બનાવી દો.

ઓરિયો બિસ્કિટ મિલ્કશેક (Orio Biscuite Milkshake)

ઉનાળા માં બાળકો ને બનાવી દો હેલ્ધી શેક એમાં પણ પાછું વેકેશન એટલે બાળકો ઘરે હોઈ તો કંઈક નવી રેસિપી નું ક્યે આપણ ને અને આપણે વિચારીએ કે હવે એના જેવું ટેસ્ટ માં પણ બેસ્ટ અને હેલ્થ માં પણ બેસ્ટ એવું શું બનાવું! તો હવે વિચારવા નું છોડો અને બનાવો ઓરિયો બિસ્કિટ મિલ્કશેક

અચાનક મહેમાન આવી ગયા ઘર માં કોલડ્રિન્ક અથવા કોઈ ફ્લેવર વાળું સીરપ હાજર નથી તો આ શેક બનાવી દો.

સામગ્રી :

  • ૩ કપ વૅનિલા આઇસક્રીમ,
  • બે કપ દૂધ,
  • ૧૦-૧૫ નંગ ઓરિયો બિસ્કિટ૫૦ મિલિલીટર ચૉકલેટ સૉસ(ઓપસનલ),
  • લાંબા ગ્લાસ,
  • ચેરી,
  • અડધો કપ વિપ્ડ ક્રીમ.

રીત :

૧. એક લાંબા ગ્લાસમાં ૧ ટેબલસ્પૂન ચૉકલેટ સૉસ નાખવો.
૨. બિસ્કિટનો ભૂકો કરી લેવો.
૩. એક મિક્સર જારમાં બિસ્કિટ, દૂધ, આઇસક્રીમ લઈ એને ચર્ન કરવું.૪. એને ગ્લાસમાં નાખી એના પર વિપ્ડ ક્રીમથી ગાર્નિશ કરવું. ઉપર થોડો ઓરિયો બિસ્કિટનો ભૂકો, ચેરી ગાર્નિશ કરવું.

નોંધ :

૧. વધારે હેલ્ધી કરવું હોય તો સોયા મિલ્ક લઈ શકાય છે.
૨. બિસ્કિટ થોડાં ઓછાં અને થોડીક બદામનો પાઉડર અથવા બદામની પેસ્ટ ઉમેરી શકાય છે.

આમાં તમે ડ્રાય ફ્રુટ ઉમેરો તો બાળકો માટે પ્રોટીન વિટામિન્સ થી ભરપૂર શેક બની જાય.

બાળકો ડ્રાય ફ્રુટ ના ખાતા હોઈ તો આ બિસ્કિટ શેક સાથે ક્રશ કરી ને ખવડાવી શકાય.

બાળકો ને બિસ્કિટ તો ખૂબ જ પસંદ હોય છે એટલે આ શેક તો જરૂર એને પસંદ આવશે જ.

જ્યારે તમારા ઘરે મહેમાન આવે અને તમે સિમ્પલ રોઝ સરબત ઉમેરી અને દૂધ કોલડ્રિન્ક બનાવો એના કરતાં આ શેક બનાવો કંઈક નવી રેસિપી ટેસ્ટ કરવા મળશે

મારા ઘર માં તો બધા ને ખૂબ જ પસંદ આવ્યો તમે પણ તમારા ઘરમાં બધા ને ટેસ્ટ કરવીને પૂછો કે પસંદ આવ્યો કે નહી …

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી