“ઓરેન્જ બીટ કેરટ જ્યુસ” – બનાવો આ જ્યુસ, પીવો અને ઘરમાં દરેકને પણ પીવડાવો…

“ઓરેન્જ બીટ કેરટ જ્યુસ”

સામગ્રી:

૪ નંગ નારંગી,
૩ નંગ ગાજર,
૧/૨ બીટ,
૧ કપ ખાંડ,
પાણી,

રીત:

સૌ પ્રથમ નારંગીને છોલી બીયા કાઢી લેવા. ગાજર અને બીટને છીણી લેવા. હવે મિક્ષરમાં નારંગી,ગાજર,બીટ ખાંડ અને પાણી નાખી મિક્ષ કરી ગાળી લેવું. તો તૈયાર છે ઓરેન્જ બીટ કેરટ જ્યુસ.

નોંધ : ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ પણ કરી શકો.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી