જલ્સા કરોને જેંતીલાલ

આ ધોરણના વિદ્યાર્થીઓ માટે પેરન્ટ્સની સહમતિ સાથે રાજ્યમાં શાળાઓ કરાઈ શરૂ, નિયમો તમે પણ જાણો

રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે કોલેજો બાદ હવે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં આજથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ થશે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે.

વિદ્યાર્થીઓની હાજરી રહેશે મરજિયાત

image source

જો કે, વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ શાળાએ આવવા ઈચ્છતા નથી તેઓ માટે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે. દરેક શાળાઓએ કોરોના નિયંત્રણની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.આ સાથે તમારે એ પણ જાણવું જરૂરી છે કે આ પહેલા પણ રાજ્ય સરકારે ઉચ્ચત્તર માધ્યમિક ધો-12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરવાની મંજૂરી આપી હતી, આ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરાયો હતો.

જાણો કયા રાજ્યોમાં શાળાઓ કેવી રીતે શરૂ કરાઈ રહી છે

મધ્યપ્રદેશ

image source

અહીં 11 અને 12મા ધોરણની શાળાઓ ખુલશે. 11ના વિદ્યાર્થીઓ મંગળવારે અને 12માના વિદ્યાર્થીઓને સોમવાર અને ગુરુવારે બોલાવાશે. 50 ટકા કેપેસિટી સાથે શાળાઓ શરૂ કરાશે. 5 ઓગસ્ટથી 9 અને 10માં ધોરણના ક્લાસ પણ શરૂ થશે.

ગુજરાત

image source

અહીં આજથી શાળાઓ ખુલશે. શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રખાશે. બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે પેરન્ટ્સ નક્કી કરશે.

ઓરિસ્સા

image soucre

50 ટકાની સંખ્યા સાથે આજથી અહીં ધો. 10 અને 12ના ક્લાસ શરૂ થશે. ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રહેશે. શાળા સવારે 10થી 1.30 સુધી ચાલુ રહેશે.

પંજાબ

image soucre

અહીં આજથી ધો. 10 અને 12ની શાળાઓ શરૂ કરાશે. 50 ટકા હાજરીમાં સાથે પેરન્ટ્સની મંજૂરી સાથે વિદ્યાર્થીઓ આવી શકશે. ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. એ જ ટીચર્સ અને સ્ટાફ શાળામાં આવી શકશે જેમને વેક્સિન લીધી છે.

નાગાલેન્ડ

અહીં આજથી હાયર સેકન્ડરી સ્કૂલ અને કોલેજ ચાલુ થશે. ટીચર્સ અને સ્ટાફે વેક્સિન લીધી હોય તે જરૂરી રહશે.

કર્ણાટક

image source

અહીં આજથી શાળાઓ શરૂ કરાશે. તેમાં ડીગ્રી, પીજી, એન્જિનિયરિંગ અને પોલિટિકલ કોલેજ સામેલ છે. અહીં વેક્સિનનો એક ડોઝ લેનારા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આ સિવાય સ્ટાફનું વેક્સિનેશન થયેલું જરૂરી રહેશે.

Exit mobile version