જલ્સા કરોને જેંતીલાલ

AC અને કુલરથી નહિં, પણ આ નેચરલ રીતથી ઘરને કરી દો ઠંડા-ઠંડા કુલ-કુલ…

ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે અનેક લોકો તેનાથી હેરાન-પરેશાન થવા લાગ્યા છે. આવી ગરમીમાં લોકો બહાર જવાનું પણ ટાળતા હોય છે. જો કે અતિશય ગરમી પડવાને કારણે અનેક લોકો એસી તેમજ કુલરનો ખર્ચો કરતા હોય છે. આમ, મોટાભાગના લોકોએ ઘરમાં એસી તેમજ કુલર લાવી પણ દીધા હશે. તમને જણાવી દઇએ કે, આખો દિવસ એસી તેમજ કુલરમાં રહેવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. માટે જો તમે તમારા ઘરમાં નેચરલી ઠંડક કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બેસ્ટ છે. કાળઝાળ ગરમીમાં આ નેચરલી ઠંડક તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન નહિં પહોંચાડે અને તમને ફ્રેશ પણ રાખશે.

છત પર વ્હાઇટ કલર કરાવો

image source

ઘરની છત પર ડાર્ક કલર ના કરો કારણકે ડાર્ક કલર ખૂબ જ ઝડપથી ગરમ થઇ જાય છે. ઘરને ઠંડુ રાખવા માટે સફેદ કલર કે પછી પીઓપી કરાવો. સ્પેસ એડમિનિસ્ટ્રેશન અનુસાર વ્હાઇટ કલર કરવાથી ઘરમાં 70-80 ટકા સુધી ઠંડક રહે છે. સફેદ રંગ રિફ્લેક્ટરનુ કામ કરે છે. માટે હંમેશા તમારે ઘરમાં વ્હાઇટ કલર કરાવવો જોઇએ. આ સાથે વ્હાઇટ કલર શાંતિનુ પ્રતિક છે. વાસ્તુ અનુસાર ઘરમાં વ્હાઇટ કલર કરાવવાથી નેગેટિવ એનર્જી બહાર જાય છે અને પોઝિટિવ એનર્જી ઘરમાં આવે છે.

બેડશીટ ડાર્ક કલરની લેવાનુ ટાળો

image source

ગરમીના વાતાવરણમાં હંમેશા કોટનની બેડશીટ તેમજ પડદાનો ઉપયોગ કરો. કોટન ફેબ્રિક અને લાઇટ કલરના પડદા ઘરમાં લગાવવાથી ઘરમાં ઠંડક થાય છે અને બહારની ગરમી આવતી નથી. ઉનાળામાં કોટન સિવાય બીજી કોઇ પણ પ્રકારની બેડશિટ પાથરવાનુ ટાળો નહિં તો ગરમી લાગશે.

ઇકો ફ્રેન્ડલી ઘર

image source

જો તમે નવુ ઘર બનાવવાનુ વિચારી રહ્યા છો તો પહેલા ઇકો ફ્રેન્ડલી કામ કરાવો. ઘર બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હિટીંગ સિસ્ટમ, સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો જેનાથી ઘરમાં ઠંડક બની રહેશે.

ગરમીમાં કાર્પેટ પાથરવાનુ ટાળો

image source

મોટાભાગના લોકો ઘર ચોખ્ખુ રહે તે માટે ઘરમાં કાર્પેટ પાથરતા હોય છે. આમ, જો તમે પણ ગરમીમાં કાર્પેટ પાથરો છો તો તમને જણાવી દઇએ કે, તેનાથી ઘરમાં ગરમીનું પ્રમાણ વધે છે. આ માટે ખાલી ફર્શનો ઉપયોગ કરો. ફર્શથી ઘરમાં ઠંડક રહે છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારુ રહેશે.

ઘર માટે હવા અને પાણી જરૂરી

image source

જો તમે સવાર-સાંજ તમારા ઘરમાં બારી બંધ રાખવાનો આગ્રહ રાખો છો તો એક ખોટી બાબત છે કારણકે ઘરમાં હવા ઉજાસ આવે તે એક ખૂબ જ જરૂરી છે. વહેલી સવાર અને સાંજ દરમિયાન ગરમીનુ પ્રમાણ ઓછુ હોય છે માટે તે સમયે ઘરની બારીઓ ખુલ્લી રાખો જેથી કરીને ઘર જલદી ઠંડુ થઇ જાય. આ સાથે જ તમને જો ઘરમાં ગરમી વધુ પ્રમાણમાં લાગતી હોય તો છત પર પાણી નાખો જેથી કરીને ગરમીથી તપી ગયેલી છત ઠંડી થઇ જશે અને તમે રાહત અનુભવશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version