ચટાકેદાર ખાવાના શોખીન લોકો ને મજ્જા પડી જાય એવી “ઓપન અચારી સેન્ડવિચ”..શીખો..

ઓપન અચારી સેન્ડવિચ

સામગ્રી :-

* ૧/૨ કપ લાબી પાતળી કાપેલી કોબી , ત્રણ કલરના કેપ્સિકમ,
* ૧/૪ કપ કાચી તોતા કેરી લાંબી પતલી કાપેલી,
* ૧ ટે.સ્પૂન અથાણાનો મસાલો,
* ૧ ટી.સ્પૂન લાલ મરચુ,
* મીઠું સ્વાદ મુજબ,
* ૧ ટે.સ્પૂન તેલ,
* બ્રેડ,
* બટર,
* ૩ ટે.સ્પૂન મેયોનીઝ,
* ચીઝ.

રીત :-

* એક બાઉલમાં કોબી, કેપ્સિકમ ,કેરી , મસાલો ,મરચુ ,મીઠું , તેલ નાખી હાથ થી મિકસ કરી ૧૦ માટે રેસ્ટ આપવા મૂકો.

* હવે બ્રેડની કિનારી કાપી લો.પછી વચ્ચેથી કટ કરી લો. હવે બ્રેડની એકસાઈડ બટર લગાડી નોનસ્ટિક પેન મા ગોલડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લો.


* બધી બ્રેડ શેકાય પછી સ્ટફીંગમા મેયોનીઝ નાખી મિકસ કરો.

* હવે શેકેલા ભાગ પર સ્ટફીંગ મૂકી ઉપર ચીઝ છીણીને નાખી પેન મા બટર મૂકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુંધી ગરમ કરો.પેન ને ઢાકવુ હોયતો ઢંકાય .

* બધી સેન્ડવીચ આ રીતે તૈયાર કરીલો .


* સેન્ડવીચને સવૅ કરતી વખતે ઉપરથી અથાણાનો મસાલો સ્પિંકલ કરવો જોડે સોસ સવૅ કરવો.

* મીઠું મસાલા મા હોયછે એટલે થોડુજ નાખવુ.

* ખાટા અથાણાનો મસાલો લેવો.

 

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી