ઓનલાઇન પ્રોડક્ટ ખરીદતા પહેલા આ રીતે જાણો પ્રોડક્ટ અસલી છે કે નકલી

કોરોના વાયરસના વધતા પ્રભાવને કારણે ઘણા ખરા લોકો ઓનલાઇન શોપિંગ કરી રહ્યા છે. લોકોને અમેઝન અને ફ્લિપકાર્ટ જેવી ઇ કોમર્સ વેબસાઈટ પર આકર્ષક ડિલ અને ઓફર મળી રહી છે. જોકે આ દરમિયાન ઘણાખરા કિસ્સાઓમાં નકલી પ્રોડક્ટનું વેચાણ પણ થઈ રહ્યું છે. એટલે હવે પ્રશ્ન એ પણ થાય છે કે પ્રોડક્ટ અસલી છે કે નકલી તે કઈ રીતે જાણી શકાય ? ત્યારે આજના આ આર્ટીકલમાં અમે આપને આ બાબતે અમુક ઉપયોગી થઇ શકે તેવા ઉપાયો જણાવી રહ્યા છીએ જે તમને પ્રોડક્ટ ની અસલિયત પારખવા માટે કામ આવશે.

મોબાઇલ એપ દ્વારા કરો ચેકીંગ

image source

ઇલેક્ટ્રોનિક અને FMCG કંપનીઓ નકલી પ્રોડક્ટથી સાવધાન રહેવા માટે ખાસ પ્રકારના ક્યુ આર કોડ અને હોલોગ્રામ લગાવી રહી છે. તેના દ્વારા જે તે પ્રોડક્ટ અસલી છે કે નકલી છે તે જાણી શકાય છે. એ સિવાય નકલી પ્રોડક્ટની ઓળખ માટે ફૂડ રેગ્યુલેટર FSSAI ની સ્માર્ટ કન્ઝ્યુમર એમની મદદ પણ લઈ શકાય છે આ એપને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી વાપરી શકાય છે. આ માટે એપમાં ક્યુ આર કોડને સ્કેન અને ક્યુ આર નંબર નાખવો પડશે. આ પ્રકારે પ્રોડક્ટને અસલી અને નકલી હોવાની ઓળખ થઈ શકશે.

મેન્યુફેક્ચરિંગ અને બ્રાન્ડિંગની ઓળખ કરવી

imag source

નકલી પ્રોડક્ટની ઓળખ કંપનીના લોગો અને તેના સ્પેલિંગથી કરી શકાય છે. નકલી સામાન વેંચતી કંપનીઓ બિલકુલ હૂબહૂ લોગો બનાવે છે. પરંતુ આ લોગો બ્રાન્ડના લોગોથી અલગ હોય છે. સાથે જ બ્રાન્ડના નામમાં સ્પેલિંગ મિસ્ટેક કરી નકલી પ્રોડક્ટનું વેંચાણ કરે છે. ત્યારે ઓનલાઇન પ્રોડક્ટ ખરીદતા સમયે હમેશા બ્રાન્ડના લોગોને ધ્યાનથી જોવો અને પ્રોડક્ટના નામમાં સ્પેલિંગ બરાબર છે કે નહીં તે પણ જોવું.

વધુ ડિસ્કાઉન્ટ આપતા પ્રોડક્ટ હોઈ શકે છે નકલી

image source

ઓનલાઇન ખરીદી કરતા સમયે હમેશા એ વાતનું ધ્યાન રાખવું કે જે પ્રોડક્ટ તમે ખરીદી રહ્યા છો તેનું ફિઝિકલ એડ્રેસ, ઈમેલ, ફોન નંબર અને કોન્ટેકટ ડિટેલ છે કે કેમ ? જો આ બધી માહિતી ન હોય તો એ પ્રોડક્ટ નકલી હોઈ શકે. સાથે જ ઓનલાઇન ખરીદી કરતા સમયે જરૂર કરતાં વધુ ડિસ્કાઉન્ટ આપતી પ્રોડક્ટ પણ સમજી વિચારીને જ ખરીદવી જોઈએ.

તમને માહિતી માટે જણાવી દઈએ કે બ્રાન્ડેડ આઈટમ, લકઝરી પ્રોડક્ટ પર MRP ની સરખામણીએ 70 થી 80 ટકાનું ડિસ્કાઉન્ટ નથી મળતું. એટલે જો કોઈ તમને MRP કરતા 70 થી 80 ટકા ડિસ્કાઉન્ટ આપે છે તો તે પ્રોડક્ટ નકલી હોવાની શક્યતા છે.

પ્રોડક્ટની વેબસાઈટ જરૂર ચેક કરો

image source

સામાન્ય રીતે ઓનલાઇન છેતરપીંડી વેબસાઈટના માધ્યમથી જ થાય છે. ઘણા ખરા લોકોને whatsapp કે અન્ય મેસેજિંગ એપથી ફ્લિપકાર્ટ કે અમેઝોન પર ભારે ડિસ્કાઉન્ટની ડિલ મળે છે. આ ઓફરની સાથે એક લિંક હોય છે જે નકલી હોઈ શકે છે. ત્યારે આવી લિંક દ્વારા ઓનલાઈન શોપિંગ કરતા પહેલા જે તે વેબસાઈટ અસલી છે કે નકલી તે ચકાસી લેવું

image source

સ્પષ્ટ છે કે જો તે વેબસાઈટ નકલી હશે તો જે તે પ્રોડક્ટ પણ નકલી હશે. ત્યારે ઓનલાઇન પ્રોડક્ટની ખરીદી કરતા સમયે લિંક કે યુઆરએલને ધ્યાનથી ચેક કરો. અસલી વેબસાઈટ https થી શરૂ થાય છે http થી નહીં. એટલે હમેશા https થી શરૂ થતી લિંક જ ક્લિક કરવી હિતાવહ છે.

પ્રોડક્ટ ખરીદતા પહેલા કસ્ટમર રીવ્યુ જુઓ

image source

કોઈપણ પ્રોડક્ટની ઓનલાઇન ખરીદી કરતા પહેલા એક વખત તેનો કસ્ટમર રીવ્યુ જરૂર વાંચવો. સાથે જ તેની રેટિંગ પણ ચેક કરવી. આમ કરવાથી તમે પ્રોડક્ટ સહિત તેના ટ્રેડર વિશે પણ જાણી શકશો. જો તમને પ્રોડક્ટનો રીવ્યુ ઠીક ન લાગે તો તે પ્રોડક્ટ નકલી હોઈ શકે છે. અને તેને ખરીદવાનું જોખમ ન કરવું અને બીજો કોઈ વિકલ્પ પસંદ કરવો.