જલ્સા કરોને જેંતીલાલ

ઓનલાઈન ફ્રોડમાં દગાખોરો યૂઝ કરે છે આ 132 નંબર્સ, પોલીસે જાહેર કરી છે યાદી, સતર્કતા રાખો અને બચો

જો આપની સાથે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ૦% વ્યાજ પર લોન આપવાની કે પછી પોલીસી મેચ્યોરીટીના નામે મોબાઈલથી ફોન કરીને ઓનલાઈન ફ્રોડ થયા છે તો આપ ઉત્તર પ્રદેશની ગાઝીયાબાદ પોલીસ (Ghaziabad Police) નો સંપર્ક કરી શકો છો. ગાઝીયાબાદ પોલીસ દ્વારા ૧૩૨ મોબાઈલ નંબરની યાદી જાહેર કરવામાં આવી છે, જેનાથી ફોન કરીને લોકોની સાથે ફ્રોડ કરવામાં આવતા હતા. ગાઝીયાબાદ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, પીડિત વ્યક્તિ કોતવાલી પોલીસનો સંપર્ક કરી શકે છે.

image soucre

ગયા અઠવાડિયે ગાઝીયાબાદ પોલીસ અને સાયબર સેલ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરતા ઝીરો % વ્યાજ પર લોન અપાવવા અને પોલીસી મેચ્યોરીટી થવા પર તેની ચુકવણી જલ્દી કરાવવાના નામે લોકોની પાસે કોલ કરીને ફ્રોડ કરવાના કેસનો ભાંડો ફોડવામાં આવ્યો હતો.

કેટલાક લોકો એમના ઝાળમાં આવી જતા હતા અને ફ્રોડનો શિકાર થઈ જતા હતા.

image soucre

એસપી સીટી પ્રથમ નિપુણ અગ્રવાલએ જણાવ્યું છે કે, ગુનેગારોએ પૂછપરછમાં કબુલ કર્યું છે કે, હજી સુધી અંદાજીત ૧૦ હજાર લોકો પાસેથી ૫ કરોડ રૂપિયા કરતા વધારે ફ્રોડ કરી લેવામાં આવ્યા છે. પોલીસએ આ કેસમાં ૧૪ યુવતીઓ સહિત ૩૦ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. એસપી સીટી પ્રથમએ પીડિત વ્યક્તિઓની મદદ કરવા માટે ૧૩૨ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે, મોબાઈલ નંબર જોઈને કોતવાલી પોલીસ સાથે સંપર્ક કરી શકો છો.

image soucre

આ છે મોબાઈલ નંબર, જેનાથી કરવામાં આવ્યા છે ફ્રોડ.

Exit mobile version