ઓનલાઇન શોપિંગની સૌથી મોટી અસર થાય છે દંપતિ પર, ખબર છે તમને?

તાણ અને એકલતાના કારણે શોપિંગ બની રહી છે બીમારી, દંપતિ વચ્ચે થાય છે ઝઘડા

image source

વર્તમાન સમયમાં લોકો આંગળીના ટેરવે શોપિંગ કરતાં થયા છે. એટલે કે ઓનલાઈન શોપિંગનું ઘેલું દરેક વ્યક્તિને લાગ્યું છે. જો કે શોપિંગ વર્તમાન સમયમાં એક બીમારી બની ચુકી છે. ઓનલાઈન શોપિંગ ઝડપથી એક મેન્ટલ ડિસઓર્ડર બની રહી છે.

image source

નિષ્ણાંતોના મતાનુસાર મહિલાઓ માટે શોપિંગ એકલતા દૂર કરવાનું સાધન બની રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ પોતાની જાતને ખુશ કરવા અને એકલતાથી બચવા માટે શોપિંગ કરતી હોય છે. મહિલાઓ આ ડિસઓર્ડરના કારણે એવી વસ્તુઓ ખરીદે છે જેની કોઈ જરૂરીયાત પણ હોતી નથી.

image source

પતિ પત્ની વચ્ચે થતી સમસ્યાઓના કારણે સ્ત્રીઓ માનસિક તાણમાં રહે છે અને તેના કારણે શોપિંગની લત તેમને લાગી જાય છે. આ કારણે પતિ પણ પરેશાન રહે છે અને તેમની વચ્ચે ઝઘડા વધતાં જાય છે. પતિ જો બજારમાંથી ખરીદી કરવાની ના કહે તો પત્નીઓ ઓનલાઈન શોપિંગ કરવા લાગે છે.

image source

ડોક્ટરો માને છે કે એકલતા અને સંબંધોમાં વધતો કોમ્યૂનિકેશન ગેપ આ પ્રકારના ડિસઓર્ડર સુધી મહિલાઓને લઈ જાય છે. આ ડિસઓર્ડર ધીરે ધીરે ગંભીર બીમારી બની શકે છે. ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વ્યક્તિને માનસિક રીતે બીમાર કરી દે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર પરીવારના સભ્યો કે પત્નીને તાણનો ભોગ બનવા ન દેવા.

કંપનીઓમાં જોબ કરતી મહિલાઓ પણ ખાસ ઓફરનો લાભ લેવા કે ટાઈમ પાસ કરવા માટે ઓનલાઈન શોપિંગ માટે સર્ચ કરતી રહે છે. આ કારણે તેમના ઝઘડા પતિ કે પરીવારના સભ્યો સાથે ઝઘડા થાય છે.

image source

શોપિંગના શોખીનોનું પણ જણાવવું હોય છે કે જ્યારે તેઓ ઉદાસ હોય છે ત્યારે ઉદાસી દૂર કરવા તેઓ શોપિંગ કરે છે. તેઓ માને છે કે શોપિંગ કરવાથી તેમને ખુશી મળશે. એકલતાથી જે વ્યક્તિ પીડિત હોય છે તે પણ વધારે સમય ઓનલાઈન શોપિંગમાં પસાર કરે છે. તેઓ ઓનલાઈન સર્ચ કરીને ટાઈમ પાસ કરે છે. જેથી તેમને એકલતાનો અનુભવ ન થાય.

image source

સાઈકોલોઝિસ્ટનું પણ જણાવવું છે કે 10 માંથી 6 કિસ્સામાં ઓનલાઈન શોપિંગ મેન્ટલ ડિસઓર્ડર બને છે અને ત્યારબાદ તે એક ગંભીર બીમારી બની જાય છે. જો કે આ બીમારીથી પીડિત લોકોને પણ આ વાતનો ખ્યાલ નથી હોતો. કારણ કે તેમની એકલતા અને માનસિક તાણ તેમને આ બીમારી તરફ ખેંચી જાય છે.

image source

પુરુષોની સરખામણીમાં મહિલાઓ ઝડપથી આ બીમારીનો શિકાર થઈ જાય છે. ઓનલાઈન શોપિંગ મહિલાઓની ખુશી પ્રાપ્ત કરવાનું સાધન બને છે. તેમને લાગે છે કે તેઓ કંઈ નવું કરી રહી છે. તેઓ ઘર, ઓફિસની સમસ્યાઓથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતી હોય છે. સમસ્યાઓથી દૂર ભાગવા તેઓ ખરીદીમાં પોતાની જાતને વ્યસ્ત કરી દેતી હોય છે.

image source

કેવી રીતે બચવું આ સમસ્યાથી

– ફોનમાં ઓનલાઈન શોપિંગની એપ ન રાખો.

– જરૂર પડે ત્યારે ઉપયોગ કરી તેને ડિલીટ કરી દો.

image source

– જે અકાઉન્ટમાં પૈસા હોય તેને શોપિંગ એપ સાથે કનેક્ટ ન કરો.

– પરીવાર અને મિત્રો સાથે સમય પસાર કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ