ઓનલાઇન ડેટિંગમાં ભૂલથી પણ ના કરતા ‘આ’ ભૂલો, નહિં તો આવશે રડવાનો વારો

ઓનલાઇન ડેટિંગમાં ભૂલથી પણ ના કરતા ‘આ’ ભૂલો, નહિં તો આવશે રડવાનો વારો

પહેલાના અને અત્યારના સમયમાં લોકોના વિચારોમાં જમીન આસમાનનો ફરક છે. પહેલા જમાનાની વાત કરીએ તો પહેલાના સમયમાં લોકોમાં સહન શક્તિનું પ્રમાણ વધારે હતુ જે આજના સમયમાં લોકોમાં ઘટી ગયુ છે. આમ, જો થોડા સમય પહેલાની જ વાત કરીએ તો છોકરા-છોકરીઓ જ્યારે એકબીજા સાથે અફેર કરતા હતા ત્યારે ઘરના લોકોથી અનેક વાતો છુપાવવા માટે તેઓ છાનામાના મોબાઇલ ફોનમાં વાતો કરતા હતા જ્યારે આજે અનેક છોકરાઓ તેમજ છોકરીઓ મોબાઇલનો તો ઉપયોગ કરતા જ હોય છે પણ સાથે-સાથે અનેક ઓનલાઇન વેબસાઇટનો ઉપયોગ જરૂરિયાત કરતા વધારે થઇ ગયા છે. ઓનલાઇન વેબસાઇટને કારણે પહેલા લોકો ચેટિંગ કરીને દોસ્તી કરે અને પછી તે દોસ્તી ધીરે-ધીરે ડેટિંગ સુધીમાં પરિણમે છે. જો કે અનેક છોકરીઓ ઓનલાઇન ડેટિંગમાં એવી ભૂલો કરી બેસે છે જે કારણોસર તેમને પછી પસ્તાવાનો વારો આવે છે. આમ, જો તમે આજથી જ આ વાતોનુ ખાસ ધ્યાન રાખશો તો તમારે ક્યારે પણ પસ્તાવુ નહિં પડે.
પ્રોફાઇલ રાખો સિક્રેટ જો તમે કોઇ ફ્રેન્ડની સાથે ઓનલાઇન જોડાયેલા છો તો ખાસ વાતનુ એ ધ્યાન રાખો કે, ખરાબ ટાઇપિંગ, ખોટા વ્યાકરણ અને જરૂરિયાત કરતા વધારે કોઇ પણ પ્રકારની જાણકારી આપશો નહિં. શરૂઆતના સમયથી જ તમે પર્સનલ વાતો ટાળવાનુ રાખો.

વાત સ્પષ્ટ કરવાની આદત રાખો ઘણા લોકો ઓનલાઇન ચેટિંગ માત્ર શોખ ખાતર કરીને સામેવાળી વ્યક્તિને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. કેટલાક છોકરાઓને એવી આદત હોય છે કે, જ્યારે તેઓ ચેટિંગ કરવા બેસે તો કોઇ પણ વાત સાચી કરતા નથી અને દરેક વાત ખોટી કરીને સામેવાળાને ફસાવવાની વાત કરતા હોય છે. માટે જ્યારે તમે કોઇની સાથે ઓનલાઇન ચેટિંગ કરો છો ત્યારે વાતને એકદમ સ્પષ્ટ કરવાની આદત રાખો અને તમારી બધી વાતો શેર કરવાનુ બંધ કરી દો.

લોકો કરે છે દેખાડોજો તમે ચેટિંગ કર્યા પછી સંબંધોને આગળ વધારવા ઇચ્છતા હોવ તો તમારે અનેક ઘણી તપાસ તે વ્યક્તિના વિશે કરવી જોઇએ. જો તમે તમારા સંબંધોને આગળ વધારતા પહેલા તેના વિશે કોઇ પણ માહિતી નથી લેતા તો પાછળથી અનેક ઘણી તકલીફો થવા લાગે છે. કારણકે અનેક લોકો ઓનલાઇન ચેટિંગમાં માત્ર દેખાડો જ કરતા હોય છે જેનાથી હંમેશા લોકોએ ચેતવુ જોઇએ.

મોટી-મોટી વાતો કરીને ફસાવવાનો પ્રયત્ન
ઓનલાઇન ચેટિંગમાં ઘણા લોકોને એવી આદત હોય છે જે મોટી-મોટી વાતો કરીને સામેવાળી વ્યક્તિને છેતરવાની કોશિશ કરે છે તેમજ તેઓ અનેક રીતે હેરાન-પરેશાન કરવાની કોશિશ કરતા હોય છે. માટે જો તમે કોઇની સાથે ઓનલાઇન ચેટિંગ કરો છો તો તેનુ પ્રોફાઇલ સાચુ છે કે ખોટુ તે પણ એક ધ્યાન આપો, કારણકે મોટાભાગના લોકો તેમના પ્રોફાઇલ ખોટા બનાવીને લોકોને મુશ્કેલીમાં મુકવાનુ કામ કરતા હોય છે. જો તમે કોઇની વાતમાં આવો છો અને આગળ વધવાનુ વિચારી રહ્યા છો તો પહેલા 100 ટકા વિચારીને કોઇ પણ બાબતમાં આગળ વધવુ નહિં તો પસ્તાવો થશે.

એડ્રેસ આપતા પહેલા વિચાર કરો ઓનલાઇન ચેટિંગમાં તમે તમારી ઓફિસ અને ઘરનું એડ્રેસ કોઈ અજાણી વ્યક્તિને ન આપો તેમજ પહેલી મુલાકાત સાર્વજનિક સ્થાન પર જ કરો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી